દિલ્હીમાં આઈએસના હુમલાનું જોખમઃ આકાશમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા જ ફૂંકી મારવાનો આદેશ / કારમાં પતી સાથે રોમાન્સ કરી રહેલી રશીયન મહિલા સાંસદનું બ્લાસ્ટ થતાં મૃત્યુ  / પાક સરહદે ભારતની સૌથી મોટી સૈન્ય કવાયત, પ૦ હજાર જેટલા સૈનીકો સામેલ

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થનાર છે, અને આજે કતલની રાત છે ત્યારે બન્ને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દોડધામ કરી રહ્યાં છે. બન્ને જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સજ્જ થઈ ગયું છે અને ચૂંટણી અધિકારીઓને જે-તે મતદાન મથકે રવાના કરી દેવાયા છે. ગુજરાતમાં આવતીકલો ર૯મી નવેમ્બરે ... વધુ વાંચો »

Nov 28, 2015
વોશિગ્ટન તા. ૨૮ઃ અમેરિકાના કોલોરાડોમાં એક પરિવાર નિયોજન કેન્દ્ર પર એક બંદુકધારીએ કરેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય નવ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ મુજબની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. મેયર જોન સુદર્સે માહિતી આપતા કહ્યુ હતુ કે તેઓ દુખ સાથે ભોગ બનેલા લોકોના સગાસંબંધીને  કહેવા માંગે છે કે કોલોરાડો સ્પ્રિગ્સમાં આ ઘટના બની છે. એક દિલધડક બનાવ બન્યો છે. ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીનો પારો એક જ રાતમાં સાત ડીગ્રી નીચે ગગઠ્યો છે, અને ન્યુનત્તમ તાપમાન ૧ર.૭ ડીગ્રીએ પહોંચી જતાં કાતિલ ઠંડી પડી રહી છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બરફીલો ઠંડો પવન ફૂંકાતા જનજીવન પર અસર થઈ હતી અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળેલા જોવા મળ્યા હતાં. આજે વહેલી સવારથી સૂર્યદેવના વાદળોની પાછળ ઢંકાઈ જતાં ટાઢોળું છવાયું છે. જામનગર શહેર અને જિલ્લામાં ... વધુ વાંચો »

Nov 28, 2015
નવી દિલ્હી તા.૨૮ઃ પાક ઓકયુપાઈડ કાશ્મિર પાકિસ્તાનનું છે અને બાકીનું કાશ્મિર ભારતનું છે, તેવો બફાટ કરીને કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ફારૃક અબ્દુલ્લાએ અકકલનું પ્રદર્શન કર્યું છે. દેશના પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૃક અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મિર ભારતમાં ભેળવી શકાય નહીં અને તે પાકિસ્તાનનું જ છે, જયારે ભારતનું કાશ્મિર હિન્દુસ્તાનની હકુમત હેઠળ છે, તે વાત બન્ને દેશોએ સ્વિકારી લેવા વાતચિત કરવી જોઈએ. વધુ વાંચો »

Nov 28, 2015
લખનૌ તા. ૨૮ઃ ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. એસટીએફ દ્વારા ભારતીય સેના સાથે સંબંધિત અતિ સંવેદનશીલ દસ્તાવેજોની સાથે મેરઠ કેન્ટ વિસ્તારમાંથી એક આઇએસઆઇ  એજન્ટની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની ઓળખ મોહમ્મદ એજાજ ઉર્ફે મોહમ્મદ કલામ તરીકે કરવામાં આવી છે. તે મૂળ પાકિસ્તાનના ઇસ્લામાબાદ નજીકનો છે. તે ઇસ્લામાબાદમાં ઇરફાનાબાદ નજીક તારામંડી ચોકનો નિવાસી છે. મેરઠ કેન્ટ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. તે દિલ્હી જવા માટેની તૈયારીમાં હતો ત્યારે તેની ... વધુ વાંચો »

Nov 28, 2015
નવી દિલ્હી તા. ૨૮ઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા હવે જુન મહિનામાં મણિપુરમાં સેનાના   કાફલા પર કરવામાં આવેલા હુમલાના સંબંધમાં વોન્ટેડ રહેલા ૨૪ બળવાખોરોની ધરપકડ તરફ દોરી જનાર માહિતી આપનારને ૨-૭ લાખના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. સેનાના કાફલા પર હુમલો કરીને ૧૮ જવાનોને મોતને ઘાટઉતારી દેવામાં આવ્યા હતા. એનઆઇએ દ્વારા ઉંડી તપાસ બાદ હવે કહેવામાં આવ્યું છે કે આ હુમલો પ્રતિબંધિત સંગઠનો દ્વારા સંયુક્તરીતે કરવામાં આવ્યો હતો. જેમાં નાગા સંગઠન એનએસસીએન-કે, ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિર પર આજે સવારે ધ્વજાજી ચડાવવા ચડેલા દ્વારકાના વારેદાર એક અબોટી બ્રાહ્મણ યુવાનનું ઉપરથી નીચે ત્રાટકતા મૃત્યુ નિપજ્યું છે. ઈજાગ્રસ્તને ૧૦૮માં દ્વારકાના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પ્રથમ વખત બનેલા આ બનાવથી ગમગીની પ્રસરી છે. અગાઉ નાળિયેર ફેંકવાની વિધિ વખતે એકાદી વખત અકસ્માત બન્યો છે ૫રંતુ મૃત્યુનો બનાવ પ્રથમ વખત નોંધાવા પામ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા અંદાજે સાડાત્રણ હજાર વર્ષ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરના ખોળ મીલ ઢાળીયા વિસ્તારમાં રહેતાં એક કોળી પરિણીતાનું પ્રસૂતી થયાં પછી મૃત્યુ નિપજયું છે જયારે જામજોધપુરના વસંત પુરમાં એક ખેડૂતને વેરી બનેલા ઝેરી જનાવરે કરડી તેઓને મોતના દ્વારે પહોંચાડયા છે. જામનગરના રામનગર વિસ્તારમાં આવેલા ખોળ મીલના ઢાળીયા પાસે રહેતાં કિશારભાઈ ગોવિંદભાઈ કોળીના પત્ની મનીષાબેન (ઉ.વ. ર૩)ને ગઈકાલે સવારે પ્રસૂતી થઈ હતી બાળકના જન્મ પછી મનીષાબેન બેશુદ્ધ બની જતાં પતિ કિશોરભાઈએ તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં ટૂંકી ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરની એક મુકબધીર યુવતીના લગ્ન રાજકોટના મુકબધીર યુવાન સાથે થયા પછી તે યુવાનને સારૃ થવા માંડતા પુત્રવધૂ ભાર રૃપ લાગવા માંડી હતી. આથી છુટાછેડા આપવાનું દબાણ કરી સાસરીયાઓએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકતાં આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં. ૧૦માં આવેલા આરતી એપાર્ટમેન્ટમાં રહેતાં અને મુકબધીર રહેલા પૂજાબેન (ઉ.વ. ર૩)ના લગ્ન માટે તેઓના પરિવારે મુકબધીર હોય તેવું પાત્ર શોધવાનું શરૃ કર્યા પછી ગઈ ર૦૧૪ના મે ... વધુ વાંચો »

Nov 28, 2015
ધ્રોલ તા. ર૮ઃ ધ્રોલ થી મોરબી વચ્ચેના ધોરી માર્ગ પર ગઈકાલે સાંજે બે ટુ-વ્હીલર અથડાઈ પડતાં એક વાહન ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામના બાબુભાઈ કેશાભાઈ વાઘેલા ગઈકાલે સાંજે પોતાનું ટુ-વ્હીલર લઈને લતીપરથી ધ્રોલ તરફ આવતાં હતાં ત્યારે વાગુદળીયા પુલ પાસે સામેથી પુર ઝડપે ધસી આવેલા જીજે-૩-બીડી-૩પ૪૯ના નંબરના મોટર સાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલના ચાલકને ગંભીર ઈજા થતાં તેઓને ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાંથી પોલીસે બે શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા પકડી પાડયા છે જયારે ત્રીજો શખ્સ નાસી છૂટયો છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા અકબરશા ચોકમાં ગઈકાલે સવારે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા અફઝલ અસરફ ધ્રોલીયા, સોયબ કાસમ ધોરાજીવાલ નામના બે શખ્સોને પોલીસ પકડી પાડી તેઓના કબ્જામાંથી રૃા. ૬૫૦૦ કબ્જે કર્યા છે. પોલીસના દરોડા વેળાએ વસીમ હુસેન મેમણ નામનો શખ્સ નાસી ગયો છે. આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧ર ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગર તાલુકાના મોટી ખાવડીમાં આવેલી ટાઉનશીપના સેક્ટર-રરમાં રહેતાં જોયંતા કાંતિપોદો બ્રીજેન્દા નામના પરપ્રાંતિય યુવાને થોડા દિવસ પહેલાં જ નવું નકોર એક્ટીવા સ્કુટર ખરીદી ગુરૃવારની રાત્રે વિઝીટર્સ પાર્કીંગમાં રાખ્યું હતું ત્યાં થી કોઈ શખ્સ રૃપિયા પ૦,૦૦૦ની કિંમતનું આ વાહન હંકારી જતાં પોલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મેઘપરના પ્રો. પી.એસ.આઈ. સીંગરખીયાએ તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતાં શાંતિબેન ભીખુભાઈ બારીયા નામના ર૮ વર્ષીય પરિણીતાએ ગુરૃવારે કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીને કલ્યાણપુર દવાખાને દાખલ કરવામાં આવી છે. વધુ વાંચો »

Nov 28, 2015
બેંગ્લુરૃ તા.૨૮ ઃ કંડલા સહિત દેશના ૧૧ મોટા બંદરોને કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ આવરી લેવાશે, જેને 'મેજરપોર્ટ ઓથોરિટિઝ એકટ-૨૦૧૫' હેઠળ લાવવાના ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રાલયે બે તબક્કાનો એક મુસદે તૈયાર કર્યો છે, જેમાં કેન્દ્ર સરકાર હેઠળના ૧૨ માંથી ૧૧ બંદરોને કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ આવરી લેવાની જોગવાઈ છે. આ કાયદાથી ટ્રસ્ટીશીપ હેઠળ થતું હાલનું સંચાલન કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ સંચાલિત થશે. દેશના મોટા ભાગના કાર્ગોનું દરિયાઈ માર્ગે પરિવહન કરતા બંદરક્ષેત્રમાં આ ... વધુ વાંચો »

Nov 28, 2015
ગાંધીનગર તા. ર૮ઃ 'અસહિષ્ણુતા'નો મુદ્દો રાજકીય છે, તેમ ગુજરાતના લોકયુક્ત અને નિવૃત્ત ન્યાયાધીશ ડી.પી. બુચે જણાવ્યું છે. યુનાઈટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા આયોજીત 'નેશનલ લો એન્ડ કોન્સ્ટીટયુશન ડે' અંગેના એક કાર્યક્રમમાં બોલતા ગુજરાતના લોકાયુક્ત અને રીટાયર્ડ જસ્ટીશ ડી.પી. બુચે જણાવ્યું છે કે, અસહિષ્ણુતાનો મુદ્દો રાજકીય છે, અને તેને કરાવતા કાર્યક્ષેત્રમાં ગણી શકાય નહીં. તેમણે જણાવ્યું કે મારા મંતવ્ય મુજબ આ મુદ્દો રાજકીય છે અને તેના પર હું વધુ કાંઈ કહેવા માંગતો નથી. વધુ વાંચો »

Nov 28, 2015
ગાંધીનગર તા. ૨૮ ઃ કેન્દ્ર સરકારે સાતમાં પગારપંચની ભલામણો સ્વીકાર્યા પછી ગુજરાત સરકાર પણ સાતમાં પગારપંચની ભલામણોના સંદર્ભે અમલીકરણની તૈયારીઓમાં પડી ગઈ છે. રાજય સરકારની તિજોરી પર આ કારણે હજારો કરોડનો બોજ આવવાનો અંદાજ છે. સાતમાં પગારપંચની ભલામણો કેન્દ્ર સરકારે સ્વીકારી છે અને તેમના પર અભ્યાસ કર્યા પછી તેના અમલીકરણ માટે આખરી કાર્યવાહી પછી તેને વર્ષ ૨૦૧૬ ના પ્રારંભથી જ લાગુ કરી દેવાશે. તે પછી તેની વહીવટી પ્રક્રિયા પછી ચાર-છ માસમાં જ તેની ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દેવભૂમિ દ્વારકાથી ૩૦ કિમી દૂર કુરંગા ખાતે ઘડી ડિટર્જન્ટ કંપની દ્વારા આશરે ૬ હજાર કરોડના ખર્ચે નવો પ્રોજેક્ટ શરૃ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત આગામી એકાદ માસમાં જ શરૃ થનાર હોવાનું જાણવા મળે છે. દ્વારકા જિલ્લામાં અને ખાસ કરીને ઓખામંડળમાં વર્ષોથી એક માત્ર તાતા કંપનીનું એકમ હયાત છે.યાત્રાધામ દ્વારકાને ફક્ત ટુરિસ્ટ પરજ નિર્ભર રહ્યું છે. ત્યારે નજીકના સમયમાં જ ઘડી ડિટર્જન્ટ કંપનીનો પ્લાન્ટ શરૃ થઈ રહ્યો હોવાની સાથે યુવાનોને ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ ખંભાળિયાના મીઠોઈ ગામ પાસે પાંચ મહિના પહેલા થયેલી એક યુવાનની હતયાના આરોપીઓએ જામીન મુકત થવા કરેલી અરજી અદાલતે નામંજુર કરી ખંભાળિયા તાલુકાના મીઠોઈ ગામની સીમમાં ગઈ તા.૩૦-૬-૧૫ ના દિને કમલેશ લખમણ જામ સહિત આઠ શખ્સોએ હિરેન અને રામભાઈ નામના પ્રશ્નો પર રાજેશગીરી નામના શખ્સ સાથે થયેલી માથાકુટના કારણે પાઈપ, ધોકા, લાકડી વડે હુમલો કરી હિરેનની હત્યા નિપજાવી હતી. જયારે રામભાઈને ઈજા થઈ હતી. આ અંગે જીવણદાસ દયારામ રામકબીરે ફરિયાદ નોંધાવતા મેઘપર મોકલસે આરોપીઓ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ આગામી તા.૧ લી ડિસેમ્બરથી ૫ ફેબ્રુઆરી-૨૦૧૬ સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાનાર છે. આ દરમ્યાન ૧૯૦૭૩૩ બાળકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવનાર છે. જિલ્લામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે જામનગર જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. સી.એસ.ચૌધરી, આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર તા. ૨૮ઃ આગામી તા.૧ લી ડિસેમ્બરથી ૫ ફેબ્રુઆરી-૨૦૧૬ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચારેય મત આપ્યા પછી તે રજિસ્ટર કરવા વોટિંગ મશીનની નીચેના ભાગમાં બટન દબાવી મત આપી દેતાં જ મત રજિસ્ટર થયાની સિસ્ટમ રાખવામાં આવી હતી.  જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારના નામ  ચિહ્ન સામેનું બટન દબાવી મત આપી દેતાં જ મત રજિસ્ટર થઈ જશે. જેથી પંચાયતોની ચૂંટણીમાં મત આપ્યા પછીનું રજિસ્ટર બટન વોટિંગ મશીનમાં રાખવામાં આવશે નહીં. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂટણી-૨૦૧૫ તા. ૨૯-૧૧-૨૦૧૫ ના રોજ યોજાનાર છે. જે અન્વયે મતદારોને તેઓના મતદાન મથકની અને ઇવીએમ અંગે તેમજ નોટા ની વિગતોથી માહિતગાર થાય તેમજ મતદારયાદીમાં નામ અંગેની જાણકારી માટે હેલ્પ્લાઇન કાયૅરત કરવામાં આવેલ છે. જે માટે મામલતદાર કચેરી જામનગર(ગ્રામ્ય)ના લેન્ડલાઇન નંબર (૦૨૮૮) ૨૬૭૮૭૦૪ કાયૅરત કરવામાં આવેલ છે. આ અંગેની તમામ જાણકારી આર.બી.નાનાણી તથા  એ.એન. દવે પાસેથી મળી રહેશે એમ ચુટણી અધીકારી જિલ્લાપંચાયત મતદાર વિભાગ અને નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ જામનગરની એક ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા.૨૮ઃ દ્વારકાના સમસ્ત ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ ના સૌજન્યથી ૩૫મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશી-૨૦૧૫ તા.૨૯ સુધી દ્વારકેશ ૫૦૫ સ્કૂલ ગ્રાઉન્ડ, દ્વારકામાં યોજવામાં આવી છે. દ્વારકામાં પ્રથમવાર જ આયોજીત રાજય કક્ષાની આ સ્પર્ધામાં રાજયના પ્રત્યેક જિલ્લામાંથી ૩૫ થી ૯૦ વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓ માસ્ટર એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયા બેંગ્લોર દ્વારા મૈસુર (કર્ણાટક)માં આયોજીત ૩૭ મી નેશનલ માસ્ટર્સ એથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંંવાવ ગામ પાસે ગઈકાલે રાત્રે રાજકોટથી અમૂલ દૂધનો જથ્થો લઈને આવતું એક મેટાડોર રોડ વચ્ચે પડેલા પથ્થરના કારણે પલટી મારી જતાંં ધોરીમાર્ગ પર દૂધની રેલમછેલ થઈ ગઈ હતી સદ્દનસીબે આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગરથી ૧૧ કિમી દૂર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસેથી ગઈ રાત્રે ત્રણેક વાગ્યે રાજકોટથી અમૂલ દૂધનો જથ્થો ભરીને આવતુંં એક મેટાડોર પલટી મારી ગયું હતું. અક્સ્માત પહેલાં આ સ્થળે ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દ્વારકામાં બેએક મહિના પહેલાં સંખ્યાબંધ નંદીઓના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા પછી દોશીતો વિરૃધ્ધ કોઈ કાર્યવાહી ન કરાતા દ્વારકાના એક ગૌસેવકે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુ આપવા માંગણી કરી છે. આગામી સપ્તાહે જ્યારે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ત્યારે જ કરાયેલી આ માંગણીએ ચર્ચા જગાવી છે. દ્વારકામાં બેએક મહિના પહેલાં યોજાયેલા નંદીઓના ખસીકરણ કાર્યક્રમ પછી વારાફરતી ૬૩ જેટલા નંદીઓના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરમાં વાહન અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતાં નરેન્દ્રભાઈ નરોતમભાઈ મહેતા નામના પ્રૌઢ ગઈ તા. ૧૪ના દિને પોતાના પત્ની જયાબેન સાથે મોટર સાયકલ પર બેસીને કૃષ્ણનગર ચોકડી પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેઓને જીજે-૧૦-બીએચ-૨૨૮૭ નંબરના બાઈક ચાલકે ઠોકર મારી પછાડી દેતાં જયશ્રીબેનને ઈજા થઈ છે. આ અકસ્માત અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા.૨૮ઃ આગામી ૨જી ડિસેમ્બરની ભારતનાં રાષ્ટ્રપતિની દ્વારકા મુલાકાતને ધ્યાને લઈ ટ્રાફિકની પરિસ્થિતિ નિવારવા તેમજ સલામતી, સુરક્ષાના અનુસંધાને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૨-૧૨-૧૫ નાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેઓનો કાફલો રૃકમણી મંદિર પાસેના હેલીપેડથી મંદિર તરફ જતા ધોરી માર્ગેથી પસાર થશે. રાષ્ટ્રપતિની સલામતી-સુરક્ષા અર્થે મોટી સંખ્યામાં વાહનનો કાફલો પણ જોડાશે. વધુમાં તા.૨ ડિસેમ્બરનાં સવારે ૮ વાગ્યાથી શારદાપીઠ કોલેજ સંકુલમાં મતગણતરીનું ... વધુ વાંચો »

Nov 28, 2015
લાલપુર તા. ૨૮ઃ જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું આવતીકાલે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે લાલપુર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના મમતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. ત્યારે આ તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા પ્રદીપકુમાર સેજુળના માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્યના સીપીઆઈ કે.જી. ઝાલા અને લાલપુરના પોલીસ સ્ટાફ ઉપરાંત લશ્કરીદળના હથિયારધારી જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ નગરમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ - શ્રી ગુંસાઈજી પંચશતાબ્દિ પ્રાકટ્ય મહોત્સવ સમિતિ તથા જામનગર વૈષ્ણવ સમાજના ઉપક્રમે ઉજવાઈ રહેલા શ્રીનાથજી ધ્વજાજી પધરામણી પ્રસંગની સાથે સાથે ડી.કે.વી. સર્કલ, જોગસપાર્ક, પેલેસ ગ્રાઉન્ડમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૃપે વોલીયેન્ટરી બ્લડબેંક - રાજકોટના સહયોગથી તા.૨૯-૧૧-૧૫ ને રવિવારે સવારે ૯ થી બપોરે બે વાગ્યા સુધી થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાશે, જેનો યુવાવર્ગ બહોળી સંખ્યામાં લાભ લે, તેવી અપીલ આયોજકો તરફથી ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નર વરેશ સિન્હા અને સચિવ મહેશ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લા કલેકટર તથા જિલ્લા અને તાલુકા પંચાયતના  તમામ રીટર્નિંગ  ઓફીસરો હાજર રહ્યાં હતા. કમિશ્નર વરેશ સિન્હાએ  મનપાની મતદાર યાદીમાં ગોટાળા અને નામ ડીલીટ થવાના મુદ્દે થયેલા ઉહાપોહને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનાં  તમામ રિટર્નિંગ ઓફિસરોને અને એ.આર.ઓ.ને માર્ક કોપીમાં ધ્યાન રાખવા તાકીદ કરી હતી. તમામ રીટનિૅંગ ઓફિસરોને ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા રોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન તા. ૨૯ ના સાંજે ૫-૩૦ થી ૭-૩૦ વાગ્યા સુધી જલારામ મંદિર, હાપામાં કરવામાં આવ્યું છે. અશોકભાઈ ભટ્ટના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં એકયુપ્રેશર અને પ્રાકૃતિક ઉપચાર દ્વારા ડાયાબિટીસ, સાયટિકા, કમર-ગોઠણનો દુઃખાવો, સ્ત્રીરોગ વિગેરે દર્દોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણીની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગર જિલ્લામાં આવતીકાલે તા. ૨૯-૧૧-૨૦૧૫ને રવિવારના રોજ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ગ્રામ્યની ચૂંટણી માટે મતદાન હોય તેને અનુલક્ષીને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગકારો તથા કામદાર મિત્રો તેના મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારના ઔદ્યોગિક એકમ બંધ રાખવામાં આવશે. તેને બદલે તા. ૪-૧૨-૨૦૧૫ને શુક્રવારના રોજ ઔદ્યોગિક એકમો ચાલુ રાખવામાં આવશે તેમ  જામનગર ફેક્ટરી એસો.ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ લાયન્સ કલબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા તા.૨૯-૧૧ રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧-૩૦ દરમ્યાન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટીમાં હાડકાની ઘનતા માપવાનો, આંખ તેમજ દાંતના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગર ખરેડી દવે-બોદાલા- વ્યાસ સતિ માતાજી સેવા સમિતિ દ્વારા એક બેઠક તા. ૨૯ ના સવારે ૧૦ વાગ્યે સતિ માતાજીના સ્થાને, નાગેશ્વર મંદિર, જામનગરમાં યોજવામાં આવી છે. જેમાં સર્વે દવે-બોદાલા-વ્યાસ પરિવારોને ઉપસ્થિત રહેવા રાજુભાઈ દવેની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર જિલ્લા પેન્શન સમાજમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આજીવન સભ્યો કે જેઓને તા.૩૦-૧૧-૧૫ ના પંચોતેર વર્ષ પૂર્ણ થયા હોય તેઓનું આગામી સામાન્ય સભામાં સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આવા પેન્શનરોએ તા.૨૯-૧૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ પ્રમુખ હર્ષવદન જે. વૈધની યાદીમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગરના રણજીત રોડ પર આવેલી ધી નવાનગર કો.ઓ.બેંક લિ. ના ખાતેદાર અને હિતેશ જનરલ સ્ટોર્સના પ્રોપરાઈટર હિતેશભાઈ કોઠારીએ તેમના ખાતામાં ભૂલથી રૃા. ૧૦ હજાર વધુ જમા કરાવ્યા હતાં. આ વધારાની રકમ હિતેષભાઈને પરત કરીને કેશીયર નિરવભાઈ મેતાએ તેમની પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૃ પાડયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જોડીયા તા. ૨૮ઃ તાજેતરમાં મૂળ જોડીયાના અને હાલ મુંબઈ નિવાસી નવીનભાઈ (પપ્પુ) શિવલાલ પોપટ પરિવાર દ્વારા જોડિયાના પોતાના પૈતૃક મકાનમાં બિરાજમાન શ્રી જલારામ બાપાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ પૂર્ણિમાની વિશેષ આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી સમાજ ઉપરાંત ભકતો માટે સમૂહ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવીનભાઈ અને તેમના પત્ની દર પૂર્ણિમાએ મુંબઈથી જોડીયા આવી જલારામ બાપાની આરાધના કરે છે ત્યારે શ્રદ્ધા તેમને વતન ખેંચી લાવતી હોય તેવી પ્રતીતિ થાય ... વધુ વાંચો »

Nov 28, 2015
ખંભાળિયા તા. ૨૮ઃ ખંભાળિયાનાં વિશ્વકર્મા પ્રભુજી મંદિર, તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિની જગ્યામાં નવનિર્મિત હોલ માટે દાન આપનાર દાતાનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં મુખ્ય દાતાઓમાં રાજકોટ સ્થિત રવિ ટેકનોલેજ વાળા સ્વ.ખીમજીભાઈ ભારદીયા પરિવાર લંડનના દાતા સ્વ. પ્રાગજીભાઈ વઘાડીયા પરિવાર અને ખંભાળિયા સ્થિત સ્વ. ડાયાલાલ સુરેલીયા પરિવારની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીધામ (કચ્છ)ના જાણીતા લાકડાના વેપારી નવનીતભાઈ ગજજરના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત આ પ્રસંગે મુકતદાનંદ બાપુએ આશીર્વચન ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગરના ગિરનારા સોની જ્ઞાતિ સહકાર મંડળ દ્વારા તા. ૨૦-૧૨-૧૫ ના જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન-૨૦૧૫ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહયોગ આપવા ઇચ્છુક દાતાઓએ સાત દિવસમાં ઓફિસમાં સંપર્ક કરવા પ્રમુખએ જણાવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થા દ્વારા કાર્યરત ડાયાલિસીસ સેન્ટરમાં આગામી પહેલી ડિસેમ્બર ૧૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ સુધી દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસની સાથે જરૃરી દવાઓ, ઈન્જેક્શન સહિતનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિં. તેવી અનોખી ભેટ મહંત શ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. જામનગરનાં આણદાબાવા સેવા સંસ્થાના આદ્યસ્થાપક આણદાબાવા મહારાજને જીવિત સમાધિ લીધાને ૨૨૫મા વર્ષનો પ્રારંભ થયો છે. આ અવસર સંદર્ભે કિડનીનાં રોગના દર્દીઓને પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ તરફથી નવા વર્ષના પ્રારંભે અનોખી ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ રેડીએશન સેફટી નામનો પ્રોજેકટ બનાવી ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર યુવા વિદ્યાર્થીને રિલાયન્સ પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા હતાં. જામનગરની કનકેશ્વરી દેવી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા ધોકિયા જયદિપ મનસુખભાઈ કે જેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ટેકનિકલ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. તેણે રેડીએશન સેફટી નામનાં પ્રોજેકટ બનાવ્યો હતો. અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઇન્ડિયા ક્ષેત્રમાં ત્રીજા ક્રમાંક પ્રાપ્ત કર્યા હતાં. આ પ્રોજેકટની રિલાયન્સ દ્વારા પેટર્ન ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ જગતમંદિર પર આજે સવારે ધ્વજાજી ચડાવવા ચડેલા દ્વારકાના વારેદાર એક અબોટી બ્રાહ્મણ યુવાનનું ઉપરથી નીચે ત્રાટકતા મૃત્યુ નિપજ્યું છે. ઈજાગ્રસ્તને ૧૦૮માં દ્વારકાના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પ્રથમ વખત બનેલા આ બનાવથી ગમગીની પ્રસરી છે. અગાઉ નાળિયેર ફેંકવાની વિધિ વખતે એકાદી વખત અકસ્માત બન્યો છે ૫રંતુ મૃત્યુનો બનાવ પ્રથમ વખત નોંધાવા પામ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા અંદાજે સાડાત્રણ હજાર વર્ષ જુના અને અનોખું પૌરાણિક મહત્ત્વ ધરાવતા જગવિખ્યાત જગતમંદિરમાં આજે સવારે દ્વારકાના અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરિવાર દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દેવભૂમિ દ્વારકાથી ૩૦ કિમી દૂર કુરંગા ખાતે ઘડી ડિટર્જન્ટ કંપની દ્વારા આશરે ૬ હજાર કરોડના ખર્ચે નવો પ્રોજેક્ટ શરૃ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત આગામી એકાદ માસમાં જ શરૃ થનાર હોવાનું જાણવા મળે છે. દ્વારકા જિલ્લામાં અને ખાસ કરીને ઓખામંડળમાં વર્ષોથી એક માત્ર તાતા કંપનીનું એકમ હયાત છે.યાત્રાધામ દ્વારકાને ફક્ત ટુરિસ્ટ પરજ નિર્ભર રહ્યું છે. ત્યારે નજીકના સમયમાં જ ઘડી ડિટર્જન્ટ કંપનીનો પ્લાન્ટ શરૃ થઈ રહ્યો હોવાની સાથે યુવાનોને રોજગારીની તકો ઉજળી બનશે. તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત ધંધા રોજગારમાં પણ તેજી આવશે તેમ વેપારી વર્ગમાંથી જાણવા ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થનાર છે, અને આજે કતલની રાત છે ત્યારે બન્ને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દોડધામ કરી રહ્યાં છે. બન્ને જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સજ્જ થઈ ગયું છે અને ચૂંટણી અધિકારીઓને જે-તે મતદાન મથકે રવાના કરી દેવાયા છે. ગુજરાતમાં આવતીકલો ર૯મી નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આજે હાલારના બન્ને જિલ્લાના જામનગર અને ... વધુ વાંચો »

Nov 28, 2015
લખનૌ તા. ૨૮ઃ ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોટી સફળતા હાથ લાગી છે. એસટીએફ દ્વારા ભારતીય સેના સાથે સંબંધિત અતિ સંવેદનશીલ દસ્તાવેજોની સાથે મેરઠ કેન્ટ વિસ્તારમાંથી એક આઇએસઆઇ  એજન્ટની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની ઓળખ મોહમ્મદ એજાજ ઉર્ફે મોહમ્મદ કલામ તરીકે કરવામાં આવી છે. તે મૂળ પાકિસ્તાનના ઇસ્લામાબાદ નજીકનો છે. તે ઇસ્લામાબાદમાં ઇરફાનાબાદ નજીક તારામંડી ચોકનો નિવાસી છે. મેરઠ કેન્ટ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. તે દિલ્હી જવા માટેની તૈયારીમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સેનાના દસ્તાવેજો તેની પાસેથી મળી આવ્યા છે. પશ્ચિમ બંગાળના બોગસ ઓળખ પત્ર, ... વધુ વાંચો »

Nov 28, 2015
નવી દિલ્હી તા.૨૮ઃ પાક ઓકયુપાઈડ કાશ્મિર પાકિસ્તાનનું છે અને બાકીનું કાશ્મિર ભારતનું છે, તેવો બફાટ કરીને કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ફારૃક અબ્દુલ્લાએ અકકલનું પ્રદર્શન કર્યું છે. દેશના પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૃક અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મિર ભારતમાં ભેળવી શકાય નહીં અને તે પાકિસ્તાનનું જ છે, જયારે ભારતનું કાશ્મિર હિન્દુસ્તાનની હકુમત હેઠળ છે, તે વાત બન્ને દેશોએ સ્વિકારી લેવા વાતચિત કરવી જોઈએ. ફારૃક અબ્દુલ્લાના આ નિવેદનથી દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. ભારત સરકારના આઝાદી પછી આખું કાશ્મીર ભારતનું છે, ... વધુ વાંચો »

Nov 28, 2015
ગાંધીનગર તા. ૨૮ ઃ કેન્દ્ર સરકારે સાતમાં પગારપંચની ભલામણો સ્વીકાર્યા પછી ગુજરાત સરકાર પણ સાતમાં પગારપંચની ભલામણોના સંદર્ભે અમલીકરણની તૈયારીઓમાં પડી ગઈ છે. રાજય સરકારની તિજોરી પર આ કારણે હજારો કરોડનો બોજ આવવાનો અંદાજ છે. સાતમાં પગારપંચની ભલામણો કેન્દ્ર સરકારે સ્વીકારી છે અને તેમના પર અભ્યાસ કર્યા પછી તેના અમલીકરણ માટે આખરી કાર્યવાહી પછી તેને વર્ષ ૨૦૧૬ ના પ્રારંભથી જ લાગુ કરી દેવાશે. તે પછી તેની વહીવટી પ્રક્રિયા પછી ચાર-છ માસમાં જ તેની ચુકવણી પણ શરૃ થશે. આ માટે કેન્દ્ર સરકાર એરિયર્સની કેટલીક રકમ જીપીએફ કે પ્રોવિડન્ટફન્ડની યોજનાઓમાં બચત કરાવે, તેવી પણ સંભાવના ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીનો પારો એક જ રાતમાં સાત ડીગ્રી નીચે ગગઠ્યો છે, અને ન્યુનત્તમ તાપમાન ૧ર.૭ ડીગ્રીએ પહોંચી જતાં કાતિલ ઠંડી પડી રહી છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બરફીલો ઠંડો પવન ફૂંકાતા જનજીવન પર અસર થઈ હતી અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળેલા જોવા મળ્યા હતાં. આજે વહેલી સવારથી સૂર્યદેવના વાદળોની પાછળ ઢંકાઈ જતાં ટાઢોળું છવાયું છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાનમાં જોરદાર પલ્ટો આવ્યાની સાથે ઠંડા પવન અને ઠંડીનુ આગમન થયા પછી ઠંડો તેજીલો પવન, અવિરત રહેતા ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ રેડીએશન સેફટી નામનો પ્રોજેકટ બનાવી ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર યુવા વિદ્યાર્થીને રિલાયન્સ પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા હતાં. જામનગરની કનકેશ્વરી દેવી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા ધોકિયા જયદિપ મનસુખભાઈ કે જેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ટેકનિકલ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. તેણે રેડીએશન સેફટી નામનાં પ્રોજેકટ બનાવ્યો હતો. અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઇન્ડિયા ક્ષેત્રમાં ત્રીજા ક્રમાંક પ્રાપ્ત કર્યા હતાં. આ પ્રોજેકટની રિલાયન્સ દ્વારા પેટર્ન પણ લેવામાં આવી છે અને આજ વિષય ઉપર તેમણે મુંબઈ સ્થિત ભાભા ઓટોમેટીક રિસર્ચ સેન્ટરમાં પીએચડીની પદવી મેળવી છે. વધુ વાંચો »

Nov 28, 2015
ખંભાળિયા તા. ૨૮ઃ ખંભાળિયાનાં વિશ્વકર્મા પ્રભુજી મંદિર, તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિની જગ્યામાં નવનિર્મિત હોલ માટે દાન આપનાર દાતાનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં મુખ્ય દાતાઓમાં રાજકોટ સ્થિત રવિ ટેકનોલેજ વાળા સ્વ.ખીમજીભાઈ ભારદીયા પરિવાર લંડનના દાતા સ્વ. પ્રાગજીભાઈ વઘાડીયા પરિવાર અને ખંભાળિયા સ્થિત સ્વ. ડાયાલાલ સુરેલીયા પરિવારની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીધામ (કચ્છ)ના જાણીતા લાકડાના વેપારી નવનીતભાઈ ગજજરના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત આ પ્રસંગે મુકતદાનંદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતાં. સ્વાગત પ્રવચન કરતા ઉપ પ્રમુખ રમણભાઈ સુરેલીયાએ જણાવ્યું હતું કે, આપણી જ્ઞાતિ ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. પ્રાસંગિક ... વધુ વાંચો »

Nov 28, 2015
વોશિગ્ટન તા. ૨૮ઃ અમેરિકાના કોલોરાડોમાં એક પરિવાર નિયોજન કેન્દ્ર પર એક બંદુકધારીએ કરેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય નવ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ મુજબની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. મેયર જોન સુદર્સે માહિતી આપતા કહ્યુ હતુ કે તેઓ દુખ સાથે ભોગ બનેલા લોકોના સગાસંબંધીને  કહેવા માંગે છે કે કોલોરાડો સ્પ્રિગ્સમાં આ ઘટના બની છે. એક દિલધડક બનાવ બન્યો છે. જેમાં બે નાગરિકોના મોત થયા છે. એક સાહસી જવાનનુ પણ મોત થયુ છે. દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરીને એકને કસ્ટડીમાં ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરના ખોળ મીલ ઢાળીયા વિસ્તારમાં રહેતાં એક કોળી પરિણીતાનું પ્રસૂતી થયાં પછી મૃત્યુ નિપજયું છે જયારે જામજોધપુરના વસંત પુરમાં એક ખેડૂતને વેરી બનેલા ઝેરી જનાવરે કરડી તેઓને મોતના દ્વારે પહોંચાડયા છે. જામનગરના રામનગર વિસ્તારમાં આવેલા ખોળ મીલના ઢાળીયા પાસે રહેતાં કિશારભાઈ ગોવિંદભાઈ કોળીના પત્ની મનીષાબેન (ઉ.વ. ર૩)ને ગઈકાલે સવારે પ્રસૂતી થઈ હતી બાળકના જન્મ પછી મનીષાબેન બેશુદ્ધ બની જતાં પતિ કિશોરભાઈએ તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં ટૂંકી સારવાર પછી આ મહિલાનું મૃત્યુ નિપજતાં પોલીસને જાણ કરવામાં આવી છે. સીટી બી ડિવિઝનના પીએસઆઈ આઈ. કે. શેખએ મૃતદેહને પી.એમ. ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા.૨૮ઃ આગામી ૨જી ડિસેમ્બરની ભારતનાં રાષ્ટ્રપતિની દ્વારકા મુલાકાતને ધ્યાને લઈ ટ્રાફિકની પરિસ્થિતિ નિવારવા તેમજ સલામતી, સુરક્ષાના અનુસંધાને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૨-૧૨-૧૫ નાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેઓનો કાફલો રૃકમણી મંદિર પાસેના હેલીપેડથી મંદિર તરફ જતા ધોરી માર્ગેથી પસાર થશે. રાષ્ટ્રપતિની સલામતી-સુરક્ષા અર્થે મોટી સંખ્યામાં વાહનનો કાફલો પણ જોડાશે. વધુમાં તા.૨ ડિસેમ્બરનાં સવારે ૮ વાગ્યાથી શારદાપીઠ કોલેજ સંકુલમાં મતગણતરીનું કામ પણ શરૃ થનાર છે. તેમજ લગ્નગાળાની મૌસમ પણ ચાલુ હોય, તેમજ મંદિર શિખર ઉપર ધ્વજાઆરોહણ માટે આવતા શ્રદ્ધાળુઓ વરઘોડો ... વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા. ૨૮ઃ દ્વારકામાં બેએક મહિના પહેલાં સંખ્યાબંધ નંદીઓના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા પછી દોશીતો વિરૃધ્ધ કોઈ કાર્યવાહી ન કરાતા દ્વારકાના એક ગૌસેવકે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુ આપવા માંગણી કરી છે. આગામી સપ્તાહે જ્યારે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ત્યારે જ કરાયેલી આ માંગણીએ ચર્ચા જગાવી છે. દ્વારકામાં બેએક મહિના પહેલાં યોજાયેલા નંદીઓના ખસીકરણ કાર્યક્રમ પછી વારાફરતી ૬૩ જેટલા નંદીઓના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉપરોક્ત બનાવને લાંબો સમય વિત્યા પછી પણ દોષિત ઓફિસર-ડોકટર્સ વિરૃધ્ધ કાર્યવાહી કરવામાં ન આવતા દ્વારકાના ગૌસેવક અને સામાજિક કાર્યકર ... વધુ વાંચો »

Nov 28, 2015
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અંતિમ તબક્કામાં આવતીકાલે જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે રાજ્યમાં મતદાન થવાનું છે, તેમાં હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. જામનગર જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, બન્ને જિલ્લાની તાલુકા પંચાયતો અને ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે. જામનગર જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પાટીદાર ફેક્ટર છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાટીદાર ઈફેક્ટ ઓછી છે, પરંતુ હાલારમાં કોઈપણ કારણે મતદારોને તેના મતાધિકારનો ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં સ્વતંત્રપણે ઉપયોગ કરવામાં કોઈ વિક્ષેપ પડે નહીં તે માટે ચૂંટણીપંચના ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત મતદારોની સ્વયંભૂ જાગૃતિની પણ જરૃર રહે છે. કોઈપણ પરિબળો મતદાનને મલિન ઈરાદાથી પ્રભાવિત કરવાના પ્રયાસો ... વધુ વાંચો »

Nov 28, 2015
લાલપુર તા. ૨૮ઃ જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું આવતીકાલે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે લાલપુર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના મમતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. ત્યારે આ તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા પ્રદીપકુમાર સેજુળના માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્યના સીપીઆઈ કે.જી. ઝાલા અને લાલપુરના પોલીસ સ્ટાફ ઉપરાંત લશ્કરીદળના હથિયારધારી જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. વધુ વાંચો »

Nov 28, 2015
નવી દિલ્હી તા. ૨૮ઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા હવે જુન મહિનામાં મણિપુરમાં સેનાના   કાફલા પર કરવામાં આવેલા હુમલાના સંબંધમાં વોન્ટેડ રહેલા ૨૪ બળવાખોરોની ધરપકડ તરફ દોરી જનાર માહિતી આપનારને ૨-૭ લાખના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. સેનાના કાફલા પર હુમલો કરીને ૧૮ જવાનોને મોતને ઘાટઉતારી દેવામાં આવ્યા હતા. એનઆઇએ દ્વારા ઉંડી તપાસ બાદ હવે કહેવામાં આવ્યું છે કે આ હુમલો પ્રતિબંધિત સંગઠનો દ્વારા સંયુક્તરીતે કરવામાં આવ્યો હતો. જેમાં નાગા સંગઠન એનએસસીએન-કે, અને મણિપુર સ્થિત કેવાયકેએલ, કેસીપી અને કેએલઓનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે મણિપુરના ચંડેલ જિલ્લામાં ભારતીય સેનાના છ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થા દ્વારા કાર્યરત ડાયાલિસીસ સેન્ટરમાં આગામી પહેલી ડિસેમ્બર ૧૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ સુધી દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસીસની સાથે જરૃરી દવાઓ, ઈન્જેક્શન સહિતનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિં. તેવી અનોખી ભેટ મહંત શ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. જામનગરનાં આણદાબાવા સેવા સંસ્થાના આદ્યસ્થાપક આણદાબાવા મહારાજને જીવિત સમાધિ લીધાને ૨૨૫મા વર્ષનો પ્રારંભ થયો છે. આ અવસર સંદર્ભે કિડનીનાં રોગના દર્દીઓને પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ તરફથી નવા વર્ષના પ્રારંભે અનોખી ભેટની જાહેરાત કરી છે. જેમાં જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના ડાયાલિસીસ સેન્ટરમાં આગામી તા. ૧ ડિસેમ્બર, ૨૦૧૫થી ૩૧ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરની એક મુકબધીર યુવતીના લગ્ન રાજકોટના મુકબધીર યુવાન સાથે થયા પછી તે યુવાનને સારૃ થવા માંડતા પુત્રવધૂ ભાર રૃપ લાગવા માંડી હતી. આથી છુટાછેડા આપવાનું દબાણ કરી સાસરીયાઓએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકતાં આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં. ૧૦માં આવેલા આરતી એપાર્ટમેન્ટમાં રહેતાં અને મુકબધીર રહેલા પૂજાબેન (ઉ.વ. ર૩)ના લગ્ન માટે તેઓના પરિવારે મુકબધીર હોય તેવું પાત્ર શોધવાનું શરૃ કર્યા પછી ગઈ ર૦૧૪ના મે મહિનામાં પૂજાબેનના લગ્ન રાજકોટના ગાયકવાડી પ્લોટમાં રહેતાં અને મુકબધીર એવા રવી સુરેશભાઈ મજીઠીયા સાથે કરવામાં આવ્યા હતાં. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચારેય મત આપ્યા પછી તે રજિસ્ટર કરવા વોટિંગ મશીનની નીચેના ભાગમાં બટન દબાવી મત આપી દેતાં જ મત રજિસ્ટર થયાની સિસ્ટમ રાખવામાં આવી હતી.  જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારના નામ  ચિહ્ન સામેનું બટન દબાવી મત આપી દેતાં જ મત રજિસ્ટર થઈ જશે. જેથી પંચાયતોની ચૂંટણીમાં મત આપ્યા પછીનું રજિસ્ટર બટન વોટિંગ મશીનમાં રાખવામાં આવશે નહીં. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગર તાલુકાના મોટી ખાવડીમાં આવેલી ટાઉનશીપના સેક્ટર-રરમાં રહેતાં જોયંતા કાંતિપોદો બ્રીજેન્દા નામના પરપ્રાંતિય યુવાને થોડા દિવસ પહેલાં જ નવું નકોર એક્ટીવા સ્કુટર ખરીદી ગુરૃવારની રાત્રે વિઝીટર્સ પાર્કીંગમાં રાખ્યું હતું ત્યાં થી કોઈ શખ્સ રૃપિયા પ૦,૦૦૦ની કિંમતનું આ વાહન હંકારી જતાં પોલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મેઘપરના પ્રો. પી.એસ.આઈ. સીંગરખીયાએ તપાસ હાથ ધરી છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ ખંભાળિયાના મીઠોઈ ગામ પાસે પાંચ મહિના પહેલા થયેલી એક યુવાનની હતયાના આરોપીઓએ જામીન મુકત થવા કરેલી અરજી અદાલતે નામંજુર કરી ખંભાળિયા તાલુકાના મીઠોઈ ગામની સીમમાં ગઈ તા.૩૦-૬-૧૫ ના દિને કમલેશ લખમણ જામ સહિત આઠ શખ્સોએ હિરેન અને રામભાઈ નામના પ્રશ્નો પર રાજેશગીરી નામના શખ્સ સાથે થયેલી માથાકુટના કારણે પાઈપ, ધોકા, લાકડી વડે હુમલો કરી હિરેનની હત્યા નિપજાવી હતી. જયારે રામભાઈને ઈજા થઈ હતી. આ અંગે જીવણદાસ દયારામ રામકબીરે ફરિયાદ નોંધાવતા મેઘપર મોકલસે આરોપીઓ સામે હત્યા રાયોટીંગ, પુર્વ આયોજીત કાવતરૃ વગેરે કલમો હેઠળ અપરાધ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી કમલેશ જામ, ... વધુ વાંચો »

Nov 28, 2015
બેંગ્લુરૃ તા.૨૮ ઃ કંડલા સહિત દેશના ૧૧ મોટા બંદરોને કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ આવરી લેવાશે, જેને 'મેજરપોર્ટ ઓથોરિટિઝ એકટ-૨૦૧૫' હેઠળ લાવવાના ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રાલયે બે તબક્કાનો એક મુસદે તૈયાર કર્યો છે, જેમાં કેન્દ્ર સરકાર હેઠળના ૧૨ માંથી ૧૧ બંદરોને કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ આવરી લેવાની જોગવાઈ છે. આ કાયદાથી ટ્રસ્ટીશીપ હેઠળ થતું હાલનું સંચાલન કોર્પોરેટ ક્ષેત્ર હેઠળ સંચાલિત થશે. દેશના મોટા ભાગના કાર્ગોનું દરિયાઈ માર્ગે પરિવહન કરતા બંદરક્ષેત્રમાં આ પગલું લેવાથી સંચાલકીય અને વહીવટી સુધારણા થઈ શકશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર જિલ્લા પેન્શન સમાજમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આજીવન સભ્યો કે જેઓને તા.૩૦-૧૧-૧૫ ના પંચોતેર વર્ષ પૂર્ણ થયા હોય તેઓનું આગામી સામાન્ય સભામાં સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આવા પેન્શનરોએ તા.૨૯-૧૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ પ્રમુખ હર્ષવદન જે. વૈધની યાદીમાં જણાવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગરના રણજીત રોડ પર આવેલી ધી નવાનગર કો.ઓ.બેંક લિ. ના ખાતેદાર અને હિતેશ જનરલ સ્ટોર્સના પ્રોપરાઈટર હિતેશભાઈ કોઠારીએ તેમના ખાતામાં ભૂલથી રૃા. ૧૦ હજાર વધુ જમા કરાવ્યા હતાં. આ વધારાની રકમ હિતેષભાઈને પરત કરીને કેશીયર નિરવભાઈ મેતાએ તેમની પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૃ પાડયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતાં શાંતિબેન ભીખુભાઈ બારીયા નામના ર૮ વર્ષીય પરિણીતાએ ગુરૃવારે કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીને કલ્યાણપુર દવાખાને દાખલ કરવામાં આવી છે. વધુ વાંચો »

Nov 28, 2015
ધ્રોલ તા. ર૮ઃ ધ્રોલ થી મોરબી વચ્ચેના ધોરી માર્ગ પર ગઈકાલે સાંજે બે ટુ-વ્હીલર અથડાઈ પડતાં એક વાહન ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામના બાબુભાઈ કેશાભાઈ વાઘેલા ગઈકાલે સાંજે પોતાનું ટુ-વ્હીલર લઈને લતીપરથી ધ્રોલ તરફ આવતાં હતાં ત્યારે વાગુદળીયા પુલ પાસે સામેથી પુર ઝડપે ધસી આવેલા જીજે-૩-બીડી-૩પ૪૯ના નંબરના મોટર સાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલના ચાલકને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેઓનું બે કલાકની સારવાર પછી મૃત્યુ નિપજતાં ધ્રોલના જમાદાર વી. બી. ખીમસુરીયાએ ... વધુ વાંચો »

Nov 28, 2015
જોડીયા તા. ૨૮ઃ તાજેતરમાં મૂળ જોડીયાના અને હાલ મુંબઈ નિવાસી નવીનભાઈ (પપ્પુ) શિવલાલ પોપટ પરિવાર દ્વારા જોડિયાના પોતાના પૈતૃક મકાનમાં બિરાજમાન શ્રી જલારામ બાપાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ પૂર્ણિમાની વિશેષ આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી સમાજ ઉપરાંત ભકતો માટે સમૂહ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવીનભાઈ અને તેમના પત્ની દર પૂર્ણિમાએ મુંબઈથી જોડીયા આવી જલારામ બાપાની આરાધના કરે છે ત્યારે શ્રદ્ધા તેમને વતન ખેંચી લાવતી હોય તેવી પ્રતીતિ થાય છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાંથી પોલીસે બે શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા પકડી પાડયા છે જયારે ત્રીજો શખ્સ નાસી છૂટયો છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા અકબરશા ચોકમાં ગઈકાલે સવારે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા અફઝલ અસરફ ધ્રોલીયા, સોયબ કાસમ ધોરાજીવાલ નામના બે શખ્સોને પોલીસ પકડી પાડી તેઓના કબ્જામાંથી રૃા. ૬૫૦૦ કબ્જે કર્યા છે. પોલીસના દરોડા વેળાએ વસીમ હુસેન મેમણ નામનો શખ્સ નાસી ગયો છે. આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.  વધુ વાંચો »

Nov 28, 2015
ગાંધીનગર તા. ર૮ઃ 'અસહિષ્ણુતા'નો મુદ્દો રાજકીય છે, તેમ ગુજરાતના લોકયુક્ત અને નિવૃત્ત ન્યાયાધીશ ડી.પી. બુચે જણાવ્યું છે. યુનાઈટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા આયોજીત 'નેશનલ લો એન્ડ કોન્સ્ટીટયુશન ડે' અંગેના એક કાર્યક્રમમાં બોલતા ગુજરાતના લોકાયુક્ત અને રીટાયર્ડ જસ્ટીશ ડી.પી. બુચે જણાવ્યું છે કે, અસહિષ્ણુતાનો મુદ્દો રાજકીય છે, અને તેને કરાવતા કાર્યક્ષેત્રમાં ગણી શકાય નહીં. તેમણે જણાવ્યું કે મારા મંતવ્ય મુજબ આ મુદ્દો રાજકીય છે અને તેના પર હું વધુ કાંઈ કહેવા માંગતો નથી. આ કાર્યક્રમમાં તેઓને "કાયદાના શાસન"ના સંદર્ભમાં અસહિષ્ણુતા અંગે પૂછવામાં આવતા તેમણે આ મુજબનો પ્રત્યુત્તર આપ્યો હતો. તેમણે ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જામનગરમાં વાહન અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતાં નરેન્દ્રભાઈ નરોતમભાઈ મહેતા નામના પ્રૌઢ ગઈ તા. ૧૪ના દિને પોતાના પત્ની જયાબેન સાથે મોટર સાયકલ પર બેસીને કૃષ્ણનગર ચોકડી પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેઓને જીજે-૧૦-બીએચ-૨૨૮૭ નંબરના બાઈક ચાલકે ઠોકર મારી પછાડી દેતાં જયશ્રીબેનને ઈજા થઈ છે. આ અકસ્માત અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના જીઆઈડીસી ફેઈસ-૩ પાસેથી ગુરૃવારે બાઈક લઈને જતાં અશ્વિનગર રામગર ગોસાઈએ એક અજાણ્યો બાઈક ચાલક ઠોકર મારીને નાસી જતાં ઈજાગ્રસ્ત ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગર જિલ્લામાં આવતીકાલે તા. ૨૯-૧૧-૨૦૧૫ને રવિવારના રોજ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ગ્રામ્યની ચૂંટણી માટે મતદાન હોય તેને અનુલક્ષીને ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગકારો તથા કામદાર મિત્રો તેના મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારના ઔદ્યોગિક એકમ બંધ રાખવામાં આવશે. તેને બદલે તા. ૪-૧૨-૨૦૧૫ને શુક્રવારના રોજ ઔદ્યોગિક એકમો ચાલુ રાખવામાં આવશે તેમ  જામનગર ફેક્ટરી એસો.ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગરના ગિરનારા સોની જ્ઞાતિ સહકાર મંડળ દ્વારા તા. ૨૦-૧૨-૧૫ ના જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન-૨૦૧૫ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહયોગ આપવા ઇચ્છુક દાતાઓએ સાત દિવસમાં ઓફિસમાં સંપર્ક કરવા પ્રમુખએ જણાવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંંવાવ ગામ પાસે ગઈકાલે રાત્રે રાજકોટથી અમૂલ દૂધનો જથ્થો લઈને આવતું એક મેટાડોર રોડ વચ્ચે પડેલા પથ્થરના કારણે પલટી મારી જતાંં ધોરીમાર્ગ પર દૂધની રેલમછેલ થઈ ગઈ હતી સદ્દનસીબે આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગરથી ૧૧ કિમી દૂર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસેથી ગઈ રાત્રે ત્રણેક વાગ્યે રાજકોટથી અમૂલ દૂધનો જથ્થો ભરીને આવતુંં એક મેટાડોર પલટી મારી ગયું હતું. અક્સ્માત પહેલાં આ સ્થળે કોઈ વાહનના ચાલકે પોતાનાં વાહનમાં સર્જાયેલી ક્ષતિના પગલે રોડ પર પથ્થર રાખી દીધાં પછી ત્યાંથી તે પથ્થર નહિં હટાવતા દૂધનું ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂટણી-૨૦૧૫ તા. ૨૯-૧૧-૨૦૧૫ ના રોજ યોજાનાર છે. જે અન્વયે મતદારોને તેઓના મતદાન મથકની અને ઇવીએમ અંગે તેમજ નોટા ની વિગતોથી માહિતગાર થાય તેમજ મતદારયાદીમાં નામ અંગેની જાણકારી માટે હેલ્પ્લાઇન કાયૅરત કરવામાં આવેલ છે. જે માટે મામલતદાર કચેરી જામનગર(ગ્રામ્ય)ના લેન્ડલાઇન નંબર (૦૨૮૮) ૨૬૭૮૭૦૪ કાયૅરત કરવામાં આવેલ છે. આ અંગેની તમામ જાણકારી આર.બી.નાનાણી તથા  એ.એન. દવે પાસેથી મળી રહેશે એમ ચુટણી અધીકારી જિલ્લાપંચાયત મતદાર વિભાગ અને નાયબ નિયંત્રક સિવિલ ડિફેન્સ જામનગરની એક યાદીમાં જણાવાયુ છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ લાયન્સ કલબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા તા.૨૯-૧૧ રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧-૩૦ દરમ્યાન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટીમાં હાડકાની ઘનતા માપવાનો, આંખ તેમજ દાંતના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગરઃ મૂળ જાંબુડાના અને હાલ જામનગર નિવાસી બાલકૃષ્ણ (બાલુભાઈ) માનશંકર રાવલ (ઉ.વ.૮૦), તે સ્વ. અરૃણાબેન રાવલ (કુમાર મંદિર)ના પતિ, તથા સંદિપભાઈ રાવલ (શિરોક ગેરેજ) ના પિતા, તથા પ્રિતીબેન રાવલ (જિલ્લા પંચાયત)ના સસરા, તથા પૂજા રાવલ (ભવન્સ)ના દાદાનું તા. ૨૬-૧૧-૧૫ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૮-૧૧-૧૫ ના સાંજે ૫-૩૦ થી ૬ વાગ્યા સુધી રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ નગરમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ - શ્રી ગુંસાઈજી પંચશતાબ્દિ પ્રાકટ્ય મહોત્સવ સમિતિ તથા જામનગર વૈષ્ણવ સમાજના ઉપક્રમે ઉજવાઈ રહેલા શ્રીનાથજી ધ્વજાજી પધરામણી પ્રસંગની સાથે સાથે ડી.કે.વી. સર્કલ, જોગસપાર્ક, પેલેસ ગ્રાઉન્ડમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૃપે વોલીયેન્ટરી બ્લડબેંક - રાજકોટના સહયોગથી તા.૨૯-૧૧-૧૫ ને રવિવારે સવારે ૯ થી બપોરે બે વાગ્યા સુધી થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાશે, જેનો યુવાવર્ગ બહોળી સંખ્યામાં લાભ લે, તેવી અપીલ આયોજકો તરફથી કરવામાં આવી છે. આ ઉપરાંત આ શુભસ્થળે જીવલેણ કેન્સર રોગ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી કેન્સર પ્રદર્શની, ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ આગામી તા.૧ લી ડિસેમ્બરથી ૫ ફેબ્રુઆરી-૨૦૧૬ સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાનાર છે. આ દરમ્યાન ૧૯૦૭૩૩ બાળકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવનાર છે. જિલ્લામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે જામનગર જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. સી.એસ.ચૌધરી, આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર તા. ૨૮ઃ આગામી તા.૧ લી ડિસેમ્બરથી ૫ ફેબ્રુઆરી-૨૦૧૬ સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાનાર છે. આ દરમ્યાન ૧૯૦૭૩૩ બાળકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવનાર છે. વધુ વાંચો »

Nov 28, 2015
દ્વારકા તા.૨૮ઃ દ્વારકાના સમસ્ત ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ ના સૌજન્યથી ૩૫મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશી-૨૦૧૫ તા.૨૯ સુધી દ્વારકેશ ૫૦૫ સ્કૂલ ગ્રાઉન્ડ, દ્વારકામાં યોજવામાં આવી છે. દ્વારકામાં પ્રથમવાર જ આયોજીત રાજય કક્ષાની આ સ્પર્ધામાં રાજયના પ્રત્યેક જિલ્લામાંથી ૩૫ થી ૯૦ વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓ માસ્ટર એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયા બેંગ્લોર દ્વારા મૈસુર (કર્ણાટક)માં આયોજીત ૩૭ મી નેશનલ માસ્ટર્સ એથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા.૨૮ઃ જામનગર જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા રોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન તા. ૨૯ ના સાંજે ૫-૩૦ થી ૭-૩૦ વાગ્યા સુધી જલારામ મંદિર, હાપામાં કરવામાં આવ્યું છે. અશોકભાઈ ભટ્ટના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં એકયુપ્રેશર અને પ્રાકૃતિક ઉપચાર દ્વારા ડાયાબિટીસ, સાયટિકા, કમર-ગોઠણનો દુઃખાવો, સ્ત્રીરોગ વિગેરે દર્દોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. જનતાને આ કેમ્પનો લાભ લેવા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણીની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૮ઃ રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નર વરેશ સિન્હા અને સચિવ મહેશ જોશી દ્વારા વિડીયો કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લા કલેકટર તથા જિલ્લા અને તાલુકા પંચાયતના  તમામ રીટર્નિંગ  ઓફીસરો હાજર રહ્યાં હતા. કમિશ્નર વરેશ સિન્હાએ  મનપાની મતદાર યાદીમાં ગોટાળા અને નામ ડીલીટ થવાના મુદ્દે થયેલા ઉહાપોહને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનાં  તમામ રિટર્નિંગ ઓફિસરોને અને એ.આર.ઓ.ને માર્ક કોપીમાં ધ્યાન રાખવા તાકીદ કરી હતી. તમામ રીટનિૅંગ ઓફિસરોને મતદાર યાદી વ્યવસ્થીત ચેક  કરી લેવા તેમજ ઓનલાઇન એન્ટ્રી વખતે તેમાં ભૂલ ન આાવે તે જોવા ખાસ તાકીદ રાખવા જણાવ્યુ ... વધુ વાંચો »

Nov 28, 2015
ભારતીય સંસ્કૃતિમાં નૃત્યકલાનું વિશેષસ્થાન છે. નૃત્ય પરંપરા આપણી સંસ્કૃતિની ગરિમા અને ભવ્યતાના દર્શન કરાવે છે. દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ નૃત્યોની પરંપરાઓ છે. જેથી વિવિધતામાં એકતા એ આપણી આગવી ઓળખ છે. દરેક નૃત્યને તેમની આગવી રજૂઆત, પ્રદર્શન કરવાની ખાસ રીત, વિશેષ વેશભૂષા અને ખાસ સંગીત હોય છે. જોકે આ બધા નૃત્યોનો ઉદ્ભવ હજારો વર્ષ પુરાનો છે. શાસ્ત્રીય નૃત્યો, પ્રાશ્ચાત્ય નૃત્યો, આધુનિક નૃત્યો જોવા મળે છે, પરંતુ ભારતીય નૃત્યોનું આયોજન ધાર્મિક, સામાજીક ઉત્સવો, દેશના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તહેવારોમાં થતું હોય છે. વિભિન્ન પ્રકારના નૃત્યો ભારતના ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની છબી રજૂ કરે છે. જેની વિશ્વભરમાં પ્રશંસા થાય છે. નૃત્યોમાં ઉત્તરભારતની ખૂબ ... વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી સ્વ.નંદલાલ હરીલાલ જોશી (ટ્રેઝરી ઓફિસ)ના ધર્મપત્ની ભાનુમતિબેન નંદલાલ જોશી (નિવૃત્ત શિક્ષિકા, ઉ.વ.૮૫), તે કનુભાઈ (કનુઅદા) નંદલાલ જોશી તથા ચંદ્રિકાબેન હર્ષદરાય દવે (નિવૃત્ત શિક્ષિકા) ના માતા તેમજ ગૌરાંગ અને વિરલના દાદીમાનું તા.૨૮ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૩૦-૧૧-૧૫ (સોમવાર)ના સાંજે ૫ થી ૫-૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે તેઓના નિવાસસ્થાન ઃ ૬૮, જનતા સોસાયટી, ર્માં અંબામાં,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.  વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ૨૮ઃ જામનગર ખરેડી દવે-બોદાલા- વ્યાસ સતિ માતાજી સેવા સમિતિ દ્વારા એક બેઠક તા. ૨૯ ના સવારે ૧૦ વાગ્યે સતિ માતાજીના સ્થાને, નાગેશ્વર મંદિર, જામનગરમાં યોજવામાં આવી છે. જેમાં સર્વે દવે-બોદાલા-વ્યાસ પરિવારોને ઉપસ્થિત રહેવા રાજુભાઈ દવેની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
ગુજરાતમાં સૌથી ઠંડુ ગામ નલીયાઃ  પારો દસ ડિગ્રીએ પહોચ્યો. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી વાણંદ જ્ઞાતિના મધુભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ.૬૧), તે ગિરીશભાઈના વડીલબંધુ તથા જગદિશભાઈ અને હિતેષભાઈના પિતાનું તા. ૨૭ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮-૧૧-૧૫ (શનિવાર) ના સાંજે ૪-૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ સંસ્થા, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર ઃ ખારાબેરાજા ગામના વતની તથા હાલ મુંબઈ નિવાસી હાલારી વિશા ઓશવાળ જૈન સવિતાબેન ગુલાબચંદ કપુરચંદ જાંખરીયાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ.૪૫), તે મુકેશ લાલજી શાહ અને કમલેશ અમૃતલાલ સાવલા (વિ. સિંહણ)ના ભાઈ, અંકિત તથા રીંકીત મુકેશના કાકા, રમણીકલાલ કેશવજી (આર.કે.), જયાબેન વીરચંદ ખીમસીયા (ચેલા), વીરચંદ દેવન અને નેમચંદ દેવનના ભાણેજ તથા પ્રેમચંદ ખીમચંદ, કેશવલાલ ખીમચંદના દોહિત્રી જમાઈનું તા. ૨૧ ના દિને અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા.૩૦-૧૧-૧૫ (સોમવાર)ના સાંજે ૪ થી ૫ દરમ્યાન આયંબીલ ભુવન, ઓશવાળ કોલોની, જામનગરમાં રાખવામાં આવી છે.  વધુ વાંચો »

Nov 28, 2015
પાલનપુર-કંડલા હાઈવે પર રાધનપુર નજીક ટ્રક-બોલેરો અથડાતાં એક જ પરિવારના સાતના મૃત્યુંઃ ચાર ઘાયલ. વધુ વાંચો »

Nov 28, 2015
ફિલ્મ અભિનેતા આમીર-શાહરૃખની ફિલ્મો સામે અમદાવાદ શિવસેના વિરોધ કરશે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગરઃ શાંતિભાઈ જેસંગભાઈ કેશોરનું તા. ર૮-૧૧-ર૦૧પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૧૧-ર૦૧પ, સોમવારના સાંજે પ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવેલ છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી સ્વ.લેહરીલાલ ભાણજીભાઈ મહેતાના ધર્મપત્ની શારદાબેન (ઉ.વ.૮૦), તે કાંતિલાલ ભાણજીભાઈ મહેતાના ભાભી તથા જયેશભાઈ મહેતા (મેટાલીક ઇન્ડસ્ટ્રીઝ) અને મનિષભાઈ મહેતાના માતાનું તા. ૨૭ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮-૧૧-૧૫ (શનિવાર)ના સાંજે ૪ વાગ્યે, જૈન ઉપાશ્રય, વારીયાના ડેલામાં, ગાંધીજીના બાવલા સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી દિલીપ ત્રિકમદાસ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૮), તે નરેન્દ્રભાઈ તથા નારદભાઈ (મીઠાપુર)ના નાનાભાઈનું તા.૨૮ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦ ના સાંજે ૪ થી ૪-૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
બિહારનાં નાલંદાની કેનેરા બેંકમાંથી ત્રીસ લાખ રૃપિયાની લૂંટ. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ પોપટલાલ મહેતાના પુત્ર નૌતમલાલ (ઉ.વ.૬૫), તે ધવલના પિતા તથા સ્વ.મનસુખલાલ અને દિલીપભાઈના નાનાભાઈ તેમજ સ્વ.કંચનલાલ વ્યાસના જમાઈનું તા. ૨૭ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૧૧-૧૫ (સોમવાર)ના સાંજે ૪-૩૦ થી ૫ દરમ્યાન ચામુંડા ડેલી, લુહારસાર રોડ, સેન્ટ્રલ બેંક સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. વધુ વાંચો »

Nov 28, 2015
નવસારી નજીક એક ટ્રકે મોટર અને પોલીસવાનને હડફેટે લઈ સર્જેલા ટ્રીપલ અકસ્માતમાં ત્રણના મૃત્યું, ત્રણ ઘાયલ. વધુ વાંચો »

Nov 28, 2015
ગીર વિસ્તારના બાણેજ ગામે એક મહંતના મત માટે સરકારી સ્ટાફના છ લોકો રોકાય છે, આ મહંત દરેક ચૂંટણીમાં મત આપે છે. વધુ વાંચો »

Nov 28, 2015
અન્નકુટ ઉત્સવ જામનગર તા.૨૮ઃ દ્વારકાના ગાયત્રી માતાજીના મંદિરમાં આવતીકાલ રવિવાર તા.૨૯-૧૧-૧૫ ના સાંજે ૫ થી ૭ દરમ્યાન અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમીઓએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી (મૂળ દાત્રાણા) ઠા. માધવજી કાકુભાઈ દત્તાણી, તે રમેશભાઈના પિતા તથા કપિલભાઈના દાદાનું તા.૨૭ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮-૧૧-૧૫ (શનિવાર)ના સાંજે ૫ થી ૫-૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સસરા પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.  વધુ વાંચો »

Nov 28, 2015
લાલપુરમાં કડવા પાટીદાર સમાજ દ્વારા હવન અને સત્યનારાયણની કથા લાલપુર તા. ૨૮ઃ લાલપુરમાં કડવા પાટીદાર સમાજ દ્વારા આગામી તા. ૩૦-૧૧-૨૦૧૫ના સોમવારે સવારે આઠ વાગ્યે ઉમિયા માતાજીના મંદિર (લાલપુરમાં) એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તથા રાત્રે આઠ વાગ્યે (૮-૦૦) કડવા પટેલ સેવાસમાજમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે. આ કથાના દાતા શ્રીમતી ઉર્મિલાબેન પટેલ તરફ રાખવામાં આવેલ છે. તો લાલપુરમાં વસતા સમસ્ત કડવા પાટીદાર ભાઈઓ બહેનોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર ઃ ખીરસરા ગામના વતની તથા હાલ બેંગ્લોર નિવાસી સ્વ. મણીબેન તથા સ્વ. પ્રેમચંદ પોપટ સુમરિયાના પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૫૩), તે નિશાના પતિ, મિનેશ, નિતેશ, રિટા અરવિંદ હરિયા (મોટા રાફુદડ)ના ભાઈ તથા ક્રિષ્ના કલ્પેશ ગુઢકા (ગાગવા) અને પૂજાના પિતા, સ્વ. કાંતિલાલ પોપટ સુમરિયા (ખીરસરા)ના ભત્રીજા, દીપ, સુરજના કાકા, અસ્મિતા પ્રજ્ઞેશ હરિયા (મુંગણી)ના કાકાઈ ભાઈ, મોતીબેન નેમચંદ સુમરિયા (ડબાસંગ), કસ્તુરબેન જેન્તિલાલ મારૃ (નાની રાફુદડ)ના ભાણેજ, નિર્મળા મહેશ ગોસરાણી (કનસુમરા), નિષ્મા દિપક ચંદરિયા (લાખાબાવળ)ના માસીયાઈ ભાઈ, તન્વી આશિત જાખરિયા (ચેલા)ના ફઈબાના દીકરા ભાઈ તેમજ સોમચંદ મુળજી ચંદરિયા (નાઘેડી), મેઘજી લાધા હરિયા (મોટી રાફુદડ) ના વેવાઈના દીકરાનું તા.૯ ના દિને અવસાન થયું છે. સદ્ગતની ... વધુ વાંચો »

Nov 28, 2015
નાઈઝીરીયામાં ધાર્મિક યાત્રા દરમ્યાન આત્મઘાતી હુમલામાં એકવીસના મૃત્યું. વધુ વાંચો »

Nov 28, 2015
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી ઠાર. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર નિવાસી (પોરબંદરવાળા) વાણંદ જ્ઞાતિના ડાયાભાઈ કરશનભાઈ ભાયાણી (ઉ.વ.૯૫), તે સ્વ. હરિભાઈ અને જેન્તિભાઈના ભાઈ તથા સ્વ. રમેશભાઈ અને દિનેશભાઈના પિતા, ભાવિન-તુષારના દાદા તેમજ સ્વ. કીર્તિભાઈ લખતરીયા, સતિષભાઈ ધામેલીયા અને હિતેનભાઈ સોલંકીના સસરાનું તા. ૨૮ ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮-૧૧ (શનિવાર)ના સાંજે ૫ થી ૫-૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિ સંસ્થા, પંચેશ્વર ટાવર, રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Nov 28, 2015
જામનગર તા. ર૭ઃ જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સજુબા સ્કૂલની પાછળ રહેતા અબ્દુલ હબીબ નામના પઠાણ ઉપર તા. રર-૧૦-ર૦૧પ ના દિવસે યુનુશ ઈસ્માઈલ શેખ, અફઝલ યુનુશ, જાહીદાબેન તેમજ ગુલશનબાનુ વગેરેએ તલવાર જેવા હથિયારો વડે હીંચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે અબ્દુલ હબીબ પઠાણે તમામ આરોપીઓ સામે સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૩ર૩, પ૦૪ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપી અફઝલ યુનુશની ધરપકડ કરી હતી ... વધુ વાંચો »

અર્ક

  • હાર અને જીત માનવીની વિચારધાર ઉ૫ર નિર્ભર છે.

કાર્ટૂન કોર્નર

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ)

નાણાભીડ અનુભવાય. મનની મુરાદ મનમાં રહેતી લાગે. અવરોધના કારણે ધાર્યુ કરવામાં વિલંબ થવા પામે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Taurus (વૃષભ)

મહત્ત્વના પ્રશ્નોને હલ કરવાનો માર્ગ મળે. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા સર્જાય. તબિયત ચિંતા કરાવે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Cancer (કર્ક)

પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. લાભદાયી કાર્યરચના થઈ શકે. વાદ-વિવાદનો પ્રસંગ બને. શુભ રંગઃ કેસરી - શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન)

આપની મહત્ત્વની કામગીરીઓમાં સફળતા મળતી જણાશે. ગૃહજીવનનાં કાર્ય થવા પામે. ખર્ચ વધે. શુભ રંગઃ દુધિયા - ... વધુ વાંચો »

Leo (સિંહ)

માનસિક વ્યથા-મુંઝવણનો ઉકેલ મળતો જણાય. નાણાભીડનો હલ મળે. પ્રવાસમાં સફળતા મળે. શુભ રંગઃ બ્રાઉન - શુભ ... વધુ વાંચો »

Virgo (કન્યા)

આર્થિક સમસ્યાઓના કારણે તણાવ જણાય. વિરોધીથી સાવધ રહેવું. અગત્યના કામમાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ ક્રીમ - ... વધુ વાંચો »

Libra (તુલા)

આપની ચિંતા-મુંઝવણનું સમાધાન મેળવી શકશો. પ્રતિકૂળતા દૂર થવા પામે. અશાંતિમાંથી શાંતિ તરફ જવાશે. શુભ રંગઃ ગુલાબી ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક)

માનસિક તણાવ કે શારીરિક અસ્વસ્થતાનો ઉપાય મળે. કાર્ય સફળતા માટે કોઈની મદદ જરૃરી બને. શુભ રંગઃ ... વધુ વાંચો »

Sagittarius (ધન)

મહત્ત્વના કામકાજ કે પ્રવૃત્તિઓ અંગે વધુ ધીરજ રાખવાથી સફળતા સાંપડે. લાભદાયી તક મળવા પામે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Capricorn (મકર)

ધીમે-ધીમે સંજોગો સાનુકૂળ થતાં જણાય. આરોગ્ય જાળવી શકશો. વિઘ્ન બાદ સફળતા મળવા પામે. શુભ રંગઃ મરૃન ... વધુ વાંચો »

Aquarius (કુંભ)

કેટલાક પ્રશ્નો અંગે મુંઝવણ હશે તો તેના ઉકેલની તક મળે. ગૃહવિવાદ ટાળજો. નાણાભીડ રહેવા પામે. શુભ ... વધુ વાંચો »

Pisces (મીન)

લાગણીઓના બેકાબુ ઘોડાઓને લગામમાં રાખવાથી મનની શાંતિ મળે. નાણામીડનો સામનો કરવો પડે. શુભ રંગઃ લાલ - ... વધુ વાંચો »

Aries (મેષ)

આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં આરોગ્ય સાથ ... વધુ વાંચો »

Taurus (વૃષભ)

તમારા માટે પારિવારિક કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક)

આપના માટે શુભ ફળદાયી સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન આપને જીવનનાં ... વધુ વાંચો »

Gemini (મિથુન)

તમારા માટે આર્થિક ઉન્નતિ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં આપ ભવિષ્યની યોજનાઓ ... વધુ વાંચો »

Leo (સિંહ)

આપના માટે નવીન કાર્યરચના કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Virgo (કન્યા)

આપના માટે કામનું ભારણ વધારતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન અનેક ... વધુ વાંચો »

Libra (તુલા)

આપના માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૃ થઈ ગયું છે. આ દિવસો દરમિયાન મુશ્કેલીનાં ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક)

તમારા માટે યાત્રા-પ્રવાસનું આયોજન કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી ... વધુ વાંચો »

Sagittarius (ધન)

આપના માટે તડકા-છાયા જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે આ ... વધુ વાંચો »

Capricorn (મકર)

તમારા માટે પરિવર્તન યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં વ્યાપાર-વ્યવસાય ... વધુ વાંચો »

Aquarius (કુંભ)

આપના માટે નવી તક-નવી દિશાનું નિર્માણ કરતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ... વધુ વાંચો »

Pisces (મીન)

આપના માટે માન-સન્માન વધારનારૃં સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન જાહેર જીવન ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

MKT

NSE

BSE

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત