શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ૧૦૮ સજ્જ

જામનગર તા. ૧૨ઃ વાવાઝોડાના તોળાઈ રહેલા ભય વચ્ચે નાગરીકોને મદદરૃપ થવા માટે જામનગર જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તત્પર થઈ ગઈ છે. તમામ ચૌદ લોકેશન પર ૬૫ કર્મચારીઓ સાથે ૧૦૮ની તમામ એમ્બ્યુલન્સને દવા તેમજ જરૃરી સાધનો સાથે ખડે પગે રાખવામાં આવી છે.

જામનગર સહિત સમગ્ર ગુજરાતભરમાં 'વાયુ' વાવાઝોડાનો ભય વ્યાપ્યો છે ત્યારે તમામ તંત્રો દ્વારા સતર્ક પગલા ભરવામાં આવી રહ્યા છે. નાગરિકોને વાવાઝોડા વેળાએ રાખવાની થતી સાવચેતી અંગે વાકેફ કરવામાં આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લા ૧૦૮ની ટીમ પણ હરકતમાં આવી ગઈ છે.

કોઈપણ સ્થળે, કોઈપણ પ્રકારની મદદની જરૃર પડે તો ત્યાં તાકીદે પહોંચવા માટે જામનગર જિલ્લાના ચૌદ જેટલા ૧૦૮ એમ્બ્યુલન્સના લોકેશન પર ૧૦૮ના ૬પ જેટલા કર્મચારીઓ કાર્યરત થયા છે. જીવીકે એમઆરઆરઆઈ ૧૦૮ની સંપૂર્ણ ટીમ તૈયાર થઈ ગઈ છે. તમામ એમ્બ્યુલન્સમાં દવા સહિતના ઈમરજન્સી સહાય અન્ય સાધનો પણ ઉપલબ્ધ કરી ટીમે વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સહાયરૃપ બનવા કમ્મર કસી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription