ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ગુજરાતમાં બે વર્ષમાં ૪૦ હજાર લોકોએ જિંદગી ટૂંકાવીઃ દરરોજ પચ્ચાવન લોકોની આત્મહત્યા

ગાંધીનગર તા. ૧૧ઃ વિધાનસભામાં રાજય સરકારે આપેલી માહિતી મુજબ બે વર્ષમાં રાજ્યમાં આપઘાત અને અપમૃત્યુના ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે જોતા દરરોજના પપ લોકો જિંદગી ટૂંકાવે છે, આ આંકડા ચોંકાવનારા છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૦,૦૦૮ અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી ૩૩,૩ર૪ કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે ૭૦૮ર કેસની તપાસ ચાલી રહી છે. બે વર્ષના આંકડા જોતા રાજ્યમાં રોજના પપ લોકો અપમૃત્યુ અથવા આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવે છે. આ ચોંકાવનાારી માહિતી આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ આપી હતી.

સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં પ૧૪૦ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રહેલા અમદાવાદમાં ૪,૩૩ર, ત્રીજા નંબર પર રહેલા વલસાડમાં ૪,રર૬, ચોથા નંબર પર રહેલા સુરતમાં ૪,૦૪૭ અને પાંચમાં નંબરે રહેલા જામનગરમાં ૧૭૬૩ અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે. તો બીજી તરફ સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં રરર નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ (ર૬૪), ત્રીજા ક્રમે મહિસાગર (ર૭૦), ચોથા ક્રમે તાપી (ર૮૬) અને પાંચમાં નંબરે છોટાઉદેપુર (ર૯૧) છે. જિલ્લાવાર અપાયેલી માહિતી મુજબ કલમ ૧૭૪ હેઠળ જામનગર જિલ્લામાં ૧૭૬૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૮પ કેસ નોંધાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription