આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

લોકસભામાં ૪૭ ટકા અને રાજ્યસભામાં માત્ર ર૭ ટકા કામ થયુંઃ શિયાળુસત્ર વેડફાયું

નવી દિલ્હી તા. ૧૧ઃ સંસદના શિયાળુ સત્ર વેડફાઈ ગયું છે, અને હોબાળાના કારણે લોકસભામાં માત્ર ૪૩ ટકા અને રાજ્યસભામાં માત્ર ર૭ ટકા જ કામકાજ થયું છે.

સંદસના શિયાળુ સત્રમાં વિવિધ કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલત્વી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જ્યારે રાજ્યસભામાં કુલ ર૭ ટકા કામકાજનું પ્રમાણ હતું. એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બન્ને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬ મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે, જો કે ૧ર૪ મો બંધારણીય સુધારા ખરડો બન્ને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પૂરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ત્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બન્ને ખરડા  પસાર કરાવવા સરકાર પ્રતિબંધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ર૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જ્યારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફક્ત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભમાં ૧ર બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થઈ ગયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00