જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

૫રવાનાવાળા હથિયાર અંગે જાહેરનામું

જામનગર તા. ૧૪ઃ ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા. ૧૦-માર્ચ-ર૦૧૯ ના લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણ તથા પાક રક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના) એ તેમના પરવાનાવાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા પર જામનગર જિલ્લાના અધિક મેજી. રાજેન્દ્ર સરવૈયાએ ફોજદાર કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ન કલમ-૧૪૪ (એ) તળે તેમને મળેલ સત્તાની રૃએ જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર જિલ્લાના ફરજની રૃએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજૂર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજી., કર્મચારીઓ અને ફરજની રૃએ હથિયાર ફાળવવામાં આવેલ છે તેવા હોમગાર્ડના જવાનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00