જામનગરના દરેડમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

જામનગર તા. ૧૩ઃ દરેડમાં મહિલા સશક્તિકરણ ઉજવણીના ભાગરૃપે કાનૂની જાગૃતિ શિબિર યોજવાઈ હતી.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૃપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગરના દરેડમાં ઘરેલુ હિંસા અધિનિયમ-ર૦૦પ અંતર્ગત કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.ડી. ભાંભી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-ર૦૦પ અંતર્ગતની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તેમજ મહિલાલક્ષી અન્ય યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાઓ, વ્હાલી દીકરી યોજના, નિરાધાર વિધવા સહાય યોજના વગેરે વિશે માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ભાગ લેનાર મહિલાઓને 'અભયમ્' મહિલા હેલ્પ લાઈન ૧૮૧, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ મહિલા કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય દિનની ઉજવણીના ભાગ રૃપે દરેક આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફિસર ભૂમિકાબેન દ્વારા આવેલ મહિલાઓને અંગત આરોગ્ય તેમજ મહિલાઓમાં થતાં સ્તન કેન્સર વિશે માહિતી આપી હતી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ. શ્રી શ્રદ્ધાબેનએ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બાળકો માટે સ્તનપાનનું મહત્ત્વ તથા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે પોષણયુક્ત ખોરાકના મહત્ત્વ વિશે માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

આ શિબિરમાં મહિલા શક્તિ કેન્દ્રની ટીમ, ૧૮૧ મહિલા  હેલ્પ લાઈનના કાઉન્સેલર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, જામનગર તથા હેડ કોન્સ્ટેબલ શારદાબેન વિંઝુડા તથા ટીમ, સિટી 'સી' ડિવિઝનના કોન્સ્ટેબલ બહેનો તથા બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription