મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ.૪૧ લાખ મતદારો માટે ૬૬૦ મતદાન બુથો ઊભા કરાશે

ખંભાળિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર આગામી લોકસભાની ચૂંટણીઓ માટે સજ્જ થયું છે જ્યારે તેની વિગતો જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ આપી હતી.

લોકસભાની ચૂંટણીની તૈયારી અંગે માહિતી આપતા કલેક્ટરે કહ્યું હતું કે, દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા વિધાનસભામાં  ખંભાળિયા તાલુકામાં શહેરી વિસ્તારોમાં ૬ર મતદાન મથકો તથા ગ્રામ્યમાં ૧૭૬ મળીને કુલ ર૩૮ મતદાન મથકો આવેલા છે. જ્યારે ભાણવડ તાલુકામાં શહેરમાં ર૧ મતદાન મથકો તથા ગ્રામ્યમાં ૭૯ મતદાન મથકો મળી કુલ ૧૦૦ બુથો આવેલા છે. ખંભાળિયા વિધાનસભામાં કુલ શહેરી મતદાન બુથો ૮૩ તથા ગ્રામ્યમાં રપપ મળીને કુલ ૩૩૮  મતદાન બુથો છે.

દેવભૂમિ જિલ્લાના દ્વારકા વિધાનસભામાં દ્વારકા તાલુકામાં ૮ર મતદાન બુથો શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્યમાં ૬પ બુથો મળીને કુલ ૧૪૭ બુથો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં શહેરમાં ૧૪ બુથો અને ગ્રામ્યમાં ૧૬૧ બુથો મળી ૧૭પ બુથો છે. દ્વારકા વિધાનસભામાં ૯૬ મતદાન બુથો શહેરમાં તથા ગ્રામ્યમાં રર૬ મળી કુલ ૩રર મતદાન બુથો છે. જિલ્લામાં કુલ ૧૭૯ શહેરી તથા ૪૮૧ ગ્રામ્ય મળી ૬૬૦ મતદાન બુથોમાં મતદાન થશે.

મતદારોની સંખ્યા જોઈએ તો દ્વારકા તાલુકામાં ૧,ર૪,૮ર૭ મતદારો અને કલ્યાણપુર તાલુકામાં ૧,૪૩,૦૬૩ મતદારો મળીને ધારાસભા દ્વારકાના મતદારો ર,૬૭,૮૯૦ થાય છે જ્યારે ખંભાળિયા તાલુકાના ૧,૯૩,૭૭૧ અને ભાણવડ તાલુકાના ૮૦,૧૪પ મતદારો મળીને ર,૭૩,૯૧૬ થાય છે. કુલ જિલ્લાના મતદારો પ,૪૧,૮૦૬ છે જેમાં ર,૮૧,ર૦૧ પુરુષો અને ર,૬૦,પ૯૪ મહિલાઓ છે.

૧૦ મતદાન મથકો સંપૂર્ણ સ્ત્રીઓ સંચાલિત

રાજ્યના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં દરેક વિધાનસભામાં પાંચ-પાંચ મતદાન બુથો મહિલા સંચાલિત છે જેને સખી મતદાન મથકો કહેવાય છે. જેમાં તમામ કર્મચારીઓ મહિલાઓ હોય છે. ખંભાળિયામાં ત્રણ તથા ભાણવડમાં બે છે અને દ્વારકામાં ત્રણ તથા કલ્યાણપુરમાં બે મળી કુલ ૧૦ છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત મતદાન મથકો પણ આ વખતે શરૃ કરાશે. જેમાં ખંભાળિયામાં એક તથા દ્વારકામાં એક મળીને કુલ બે મથકો જિલ્લામાં છે. આ બન્ને  મથકોમાં  તમામ ચૂંટણી સ્ટાફ દિવ્યાંગ હશે.

મતદાર જાગૃતતા માટે પ્રયાસો

દેવભૂમિ જિલ્લામાં મતદાર જાગૃતતા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉઘાડ દ્વારા ઘણા પ્રયાસો કરાયા હતાં. યુવા મતદારો માટે ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુરમાં પાંચ મતદાર સાક્ષરતા ક્લબ, ભાવિ મતદારો માટે સમગ્ર જિલ્લામાં ૧પ૮ મતદાર સાક્ષરતા ક્લબ, ચુનાવ પાઠ શાળા દ્વારા જાગૃતતા માટે ૪૦૩ પાઠશાળાઓ તથા વોટર અવેરનેશ માટે ૯૩ જગ્યાએ કાર્યક્રમો યોજીને મતદાર જાગૃતતા માટે અનેકવિધ કાર્યક્રમો કરાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription