કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ધરમપુર પાસે ચાલુ લાઈને થાંભલે ચડેલા એક યુવાનનું વીજઆંચકો લાગતા મોત

જામનગર તા. ૧૫ઃ ખંભાળીયાના ધરમપુર પાસે ગઈકાલે વીજલાઈન ઊભી કરવાના ચાલતા કામ પર ગઈકાલે એક યુવાન ૧૧ કેવીની જીવંત વીજલાઈનવાળા થાંભલા પર ચઢતા તેઓનું વીજઆંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળીયા તાલુકાના સોનારડી ગામના પ્રભુદાસ મુળદાસ કાપડી (ઉ.વ. ૩૬) નામના યુવાન વીજ કંપનીમાં કામ કરતી એક કોન્ટ્રાક્ટર પેઢીમાં નોકરી કરતા હતાં. તે દરમ્યાન ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક પાસે ગઈકાલે વીજલાઈન નાખવાનું કામ ચાલુ હતું જેમાં પ્રભુદાસ ફરજ પર હતાં.

આ વેળાએ બાજુમાં આવેલા એક વીજપોલ પર રીપેરીંગ કામ માટે પ્રભુદાસ ચડ્યા હતાં. આ થાંભલામાંથી અગિયાર કે.વી.ની લાઈન ચાલુ હતી તેને બંધ કરાવવામાં આવી ન હોય થાંભલા પર ચડેલા પ્રભુદાસને વીજઆંચકો લાગ્યો હતો. જેના કારણે આ યુવાન વાયરમાં ચોંટી જઈ તરફડીયા મારવા લાગ્યો હતો.

આ વેળાએ તેઓની સાથે કામ પર આવેલા અન્ય વ્યક્તિઓએ વીજકંપનીને પાવર બંધ કરવા માટે જાણ કરી હતી પરંતુ તે પહેલાં પ્રભુદાસનું પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું. દોડી આવેલા વીજકંપનીના કર્મચારીઓએ વાયરમાં ટીંગાતા આ યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળીયા સ્થિત પીજીવીસીએલ કચેરીના ઈજનેર એસ.વાય. પઠાણે જણાવ્યા મુજબ વીજલાઈન ઊભી કરવાના કામમાં પાવર બંધ કરવાની મંજુરી લઈ લાઈન બંધ કરાવવી જોઈતી હતી પરંતુ આ કિસ્સામાં તેમ ન થતા આ યુવાનનો ભોગ લેવાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription