ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

ચિરવિદાય

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ મયંકભાઈ (મલભાઈ) (ઉ.વ. ૭૩) (બેંક ઓફ બરોડા), તે જીગીશાબેનના પતિ, મૃગાંક (એમ.આર.), હર્ષલ (કોર્ટ)ના પિતા તથા મનમથભાઈના ભાઈનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૪-૦૧-૨૦૧૯ને ગુરૃવારના સાંજે ૫-૩૦ થી ૬ ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગરમાં રાખવામાં આવી છે. સદ્ગતના ચક્ષુઓનું દાન કરેલ છે.

ધીણકી નિવાસી સ્વ. રવજીભાઈ ભાણજીભાઈ વિઠ્ઠલાણીના પુત્ર નાથાલાલ વિઠ્ઠલાણી (ઉ.વ. ૬૩), તે રાજુભાઈના પિતા, સ્વ. ટપુભાઈ તથા સ્વ. બાબુભાઈના નાનાભાઈ તેમજ કલ્યાણપુર નિવાસી સ્વ. બાબુભાઈ પરસોત્તમભાઈ ઝાખરીયાના જમાઈ અને ભીખુભાઈના બનેવી તા. ર૧-૧-ર૦૧૯, ના રામચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૩-૧-ર૦૧૯, બુધવારના સાંજે પ.૦૦ થી પ.૩૦ દરમિયાન તેમના નિવાસસ્થાન જયઅંબે સોસાયટી, શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, આરંભડામાં રાખેલ છે. સાસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જામનગરઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મનસુખલાલ છગનલાલ પંડ્યા (ઉ.વ. ૮પ) (નવાનાગના), (વરિયા પ્રજાપતિ કુંભારના ગોર), તે જયેશભાઈ (એસ.ટી. બસના કન્ડક્ટર), મહેન્દ્રભાઈ (એસ.એસ.બી.ના નિવૃત્ત કર્મચારી), કમલેશભાઈના પિતાનું તા. ર૧-૧-૧૯ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. રપ-૧-૧૯ ના સાંજે ૪ થી પ દરમિયાન કાશીવિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામખંભાળીયાઃ દામોદર લક્ષ્મીદાસ વિઠલાણી (ઉ.વ. ૮પ) તે પ્રેમજીભાઈ, શશીકાન્તભાઈ તથા હરેશભાઈના પિતા તથા સ્વ.રવજીભાઈ, સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. મૂળજીભાઈ અમી, કેરી - ઓખા) તથા સ્વ. સ્વ.શામજીભાઈ લક્ષ્મીદાસ વિઠલાણીનાભાઈ તેમજ સ્વ. તુલસીદાસ ઘેલાભાઈ બારાઈ - દ્વારકાવાળાના જમાઈનું તા. ર૧-૧-૧૯ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા શ્વસુરપક્ષની સાદડી તા. ર૩-૧-ર૦૧૯, બુધવારે સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિરે, ખંભાળીયામાં રાખવામાં આવ્યું છે.

જામજોધપુરઃ મગનલાલ વિઠ્ઠલદાસ સવજાણી (ઉ.વ. ૮૯) (મોટી ગોપવાળા) તે સ્વ. ગોરધનદાસ અને મનસુખલાલના નાનાભાઈ, નરેન્દ્રભાઈ તથા હિતેષભાઈના પિતા, રૃત્વીકના દાદાનું તા. રર-૧-ર૦૧૯ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪-૧-ર૦૧૯ ના સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન ગીંગણી દરવાજા પાસે, સંન્યાસ આશ્રમમાં રાખવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00