ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

 

જામનગરમાં હઠીલા હનુમાનજી મંદિરે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

જામનગર તા. ૪ઃ જામનગરમાં સુભાષબ્રીજ પાસે, રાજપાર્ક નજીક આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિરે યજમાન મનસુખભાઈ ભોગાયતા તથા મહંત પ્રકાશભાઈ ઠાકર દ્વારા તા. ૬-૧-ર૦૧૯ થી તા. ૧ર-૧-ર૦૧૯ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પોથીયાત્રા તા. ૬-૧-ર૦૧૯, રવિવારેના બપોરે ૩ કલાકે નીકળશે.

સપ્તાહમાં અવિનાશ મહારાજ વ્યાસપીઠ પરથી કથા સરિતા વહાવશે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર સર્વશ્રી હંસાબેન પીપરીયા, ક્રિષ્નાબેન સોઢ, નટુભાઈ રાઠોડ તથા જામ્યુકો.ના રાજભા ચાવડા વિગેરે કથા દરમિયાન અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આવતીકાલે સંતવાણી, મહાઆરતી, સુંદરકાંડના પાઠ-ધૂન-સંકીર્તનનો ધમધમાટ

જોડિયાધામ રામવાડીના મહંત ભોલેદાસજી બાપુનો ૧૭મો દિવ્ય ભંડારો રવિવારે યોજાશે

જોડિયા તા. ૪ઃ જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉદાસી સંત કુટિર "રામવાડ" આશ્રમના પ્રાતઃ સ્મરણીય ભોલેદાસજી બાપુ ગુરૃ કરણદાસજી બાપુ સંવત-ર૦૭પ ને માગશર સુદ-ચૌદશના શુક્રવારે તા. ર૧-૧ર-ર૦૧૮ ના રોજ બ્રહ્મલીન થયેલ છે. તેમનો 'સત્તરમો દિવ્ય ભંડારો' (મહાપ્રસાદ) તા. ૬-૧-ર૦૧૯, રવિવારના બપોરે ૧ર.૦૦ કલાકે "રામવાડી" જોડિયામાં રાખવામાં આવેલ છેે.

આ નિમિત્તે યોજાયેલ ધર્મોત્સવ અંતર્ગત તા. પ-૧-ર૦૧૯, શનિવારના સાંજે ૪ થી ૭ દરમિયાન સૌ સાધક-ભાવિક ભક્તજનો દ્વારા સામૂહિક "સંગિતમય સુંદરકાંડના પાઠ" ધૂન-સંકીર્તન-મહાઆરતી રાખેલ છે. તેમજ તા. પ-૧-ર૦૧૯ ના રોજ રાત્રિના ૯.૩૦ કલાકે સંતવાણી - ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ સુરેશભાઈ રાવલ તથા તેમના સાથીદારો સંગિતમય શૈલી સાથે રાતભર સંતવાણી-ભજનોની રંગત જમાવશે.

જોડિયાધામની "રામવાડી" માં બિરાજમાન "જ્યોતિ સ્વરૃપ બાલાહનુમાનજી મહારાજ દાદા એવમ્ પ્રાતઃ સ્મરણીય સદ્ગુરૃદેવ ભોલેબાબાની કૃપાથી તેમજ મહંત હરિદાસ બાપુ ગુરૃકરણદાસ બાપુની પાવન નિશ્રામાં સમસ્ત ભંડારારૃપે આ દિવ્ય મહોત્સવ યોજાશે. આ પ્રસંગે અનેક પ્રદેશથી સંતો-મહંતો પધારશે તેમજ જામનગર જિલ્લામાંથ ગિર પંથકમાંથી પણ સાધુ-સંતો પધારશે - રમતારામ મહાત્માઓ પણ પધારશે. આ સત્તરમા ભંડારાના પાવન પૂણ્ય પર્વે ધૂમાડાબંધ જમણવાર, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

"રામવાડી" ના પાવન તપોભૂમિમાં બે દિવસ સુધી ભજન-ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ થશે. તેમજ દૂર-દૂરથી વિશાળ સંખ્યામાં બાપુના અનુયાયીઓ સેવકો ઉપસ્થિત રહેશે.

ભંડારાનું આયોજન

જોડિયા તા.૪ ઃ જોડિયાના રામવાડી ઉદાસીન આશ્રમના બ્રહ્મલીન મહંત ભોલેદાસ બાપુનો સત્તરમો ભંડારો તા.૬-૧-૨૦૧૯ના દિને બપોરે ૧ર વાગ્યે સંતો તથા આમંત્રિતો માટે તેમજ સાંજે પાંચ વાગ્યે સમસ્ત હિન્દુ સમાજ માટે યોજવામાં આવ્યો છે. તા.પ-૧-૨૦૧૯ના રાત્રે ૧૦ વાગ્યે સુરેશભાઈ રાવલ તથા સાથી કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાયો છે.

સંકીર્તન અને ગીતા ૫ર પ્રવચન

જામખંભાળીયા તા. ૪ઃ જામખંભાળીયામાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા દર રવિવારે સાંજે ૬ થી ૮.૩૦ દરમિયાન પ્રતાપ કોલ ડીપો, નગર ગેઈટ પાસે (મો. ૯૯૯૮૮ ૦પ૯૮૦), જામખંભાળીયામાં સંકીર્તન-ભગવદ્દ ગીતા પર જામનગર ઈસ્કોનના લીલાધર પ્રભુ પ્રવચન આપશે. ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ છે. તો સર્વે કૃષ્ણભક્તોને પધારવા કપિલ સોનૈયા, ગો૫ાલભાઈ દત્તાણીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00