close

Mar 18, 2024
જય દ્વારકાધીશ, જય રણછોડના નારા અને કૃષ્ણ ગોપીના ગીતોના ગુંજન સાથે હજારો લોકો પગપાળા જઈ રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હૂતાશણી પર્વે ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે, ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથોમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે અને જામનગરની ભાગોળેથી પસાર થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી દિવસો દરમ્યાન સતત વધારો થતો જોવા મળશે. દ્વારકા તરફ આવતા તમામ ધોરી માર્ગો પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં ... વધુ વાંચો »

Mar 18, 2024
સખત ઠપકો આપતા અદાલતે કહ્યું કે, બેંકનું વલણ યોગ્ય નથીઃ નવી દિલ્હી તા. ૧૮ઃ ફરી એકવાર એસસીએ એસબીઆઈની ઝાટકણી કાઢી હતી. સીજેઆઈએ કહ્યું કે, ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો. ૩ દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છૂપાવ્યું નથી. અધુરી માહિતી બદલ સુપ્રિમ કોર્ટે એસબીઆઈને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે એસબીઆઈને ૧ર માર્ચ સુધીમાં બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. એસબીઆઈએ આમાં યુનિક આલ્ફાન્યુમેરિક નંબર ડેટા આપ્યો ... વધુ વાંચો »

Mar 18, 2024
પહેલી એપ્રિલથી થશે લાગુઃ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણીના નિયમો બદલાયા છે હવે દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. નવા નિયમના અમલ માટે તંત્ર સજજ છે. હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે તેમ જાણવા મળે છે. આગામી તા. ૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પસની ... વધુ વાંચો »

Mar 18, 2024
અંદાજે ૫ંદરેક કરોડની જમીન ખાલી થશેઃ એનઆરઆઈની જમીન તથા સરકારી જમીન પર સાયચા ગેંગના છે દબાણઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના બેડી વિસ્તારમાં સાયચા જૂથના લોકો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસને સાથે રાખવામાં આવી છે. આ વિસ્તારમાં ત્રીજી વખત ઓપરેશન ડિમોલિશન કરાઈ રહ્યું છે. એસપીએ આ ગેંગના ગુન્હાહિત કૃત્યોને ધ્યાને રાખી તે ગંેગને કાયદામાં રહીને માટીમાં મેળવી દેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યાે છે. અંદાજે ... વધુ વાંચો »

Mar 18, 2024
અમદાવાદ તા. ૧૮ઃ અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. ટ્રેન આગ્રા કેન્ટ જઈ રહી હતી, ત્યારે એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ કારણે ૬ ટ્રેન રદ્ અને બેના રૂટ બદલાયા છે. અજમેર નજીક રવિવારે રાત્રે લગભગ ૧ વાગ્યે સાબરમતી-આગ્રા કેન્ટ (ટ્રેન નં. ૧રપ૪૮) ના એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટના સમયે મુસાફરો ગાડીમાં સૂઈ રહ્યા હતાં. એકાએક ધડાકો થતાં સમગ્ર ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જઃ ગાંધીનગર તા. ૧૮ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન ... વધુ વાંચો »

Mar 18, 2024
છેલ્લા ચાર દિવસમાં ૬ ડીગ્રીના વધારા સાથે જામનગર તા. ૧૮ઃ જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૬ ડીગ્રી સુધી ઊંચકાઈને ૪પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો છે. જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ તા. ર૪-૩-ર૦ર૪ ના મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું, પરંતુ ત્યારપછી તેમાં અત્યાર સુધીમાં ધીમે ધીમે ૬ ડીગ્રી સુધી વધીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે ... વધુ વાંચો »

Mar 18, 2024
રશિયામાં સૌથી વધુ શાસન કરવાનો ૨૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો નવી દિલ્હી તા. ૧૮ઃ ભારતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે, જ્યારે રશિયામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. મીડિયા અહેવાલો મુજબ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ ૮૮ ટકા મતો સાથે શાનદાર જીત નોંધાવી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન ૮૭.૯૭ ટકા મતો સાથે રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન ૧૯૯૯ થી રશિયામાં ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભા ચૂંટણી જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ યોજી પ્રેસ કોન્ફરન્સ જામનગર તા.  ૧૮ઃ લોકસભાની ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા સંસદીય મતવિસ્તાર માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ૧ર-જામનગર બેઠક અંગે વિગતો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક માટે ૧૮,૧૩,૯૧૩ મતદારો નોંધાયા છે જેમાં ૯,ર૯,૮૯૬ પુરુષ મતદારો, ૮,૮૩,૯૮૩ મહિલા મતદારો તથા અન્ય ૩૬ નોંધાયા છે. ૧૦૦ વર્ષથી વધુ વયના ર૭૩ મતદારો, ૮પ વર્ષથી વધુ વયના ૧૧,૪૦પ મતદારો જ્યારે ૧૮ થી ૧૯ ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય હલચલ તેજઃ અટકળો-અનુમાનોની આંધીઃ નવી દિલ્હી તા. ૧૮ઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, અને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યા મુદ્દા ઊઠશે અને કોણ જીતશે, તે અંગે અટકળો અનુમાનોની જાણે આંધી ઊઠી છે. ચૂંટણી પંચે ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. ૧ જૂન સુધીમાં દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ... વધુ વાંચો »

Mar 18, 2024
કારને ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા સુરેન્દ્રનગર તા.૧૮ઃ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વ્હેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા- માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માતમાં કુલ ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત થયા હતાં. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતદેહોને કારની બોડી ચીરીને બહાર કઢાયા હતાં.   જો વધુ વાંચો »

Mar 18, 2024
મહાનગરપાલિકામાં 'સહી' કૌભાંડઃ જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગર પાલિકાનો વહીવટ કાયમ ચર્ચામાં રહેતો હોય છે. અધિકારીઓ અને પદાધિકારીઓ નિયમને નેવે મૂકીને કેટલાક નિર્ણય લઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી ફાઈલોમાં પાંચ દિવસ પહેલાની તારીખમાં સહીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. ગત્ તા. ૧૪ અને ગુરુવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ઉતાવળે બોલાવાઈ હતી. આચારસંહિતાની દહેશતના કારણે આ ... વધુ વાંચો »

Mar 18, 2024
વ્યવસાય ચાલતો ન હોવાથી યુવાનનો ગળાટૂંપોઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના મહેશ્વરીનગરમાં રહેતા એક યુવાને પોતાનું ડ્રાઈવીંગનું કામ ચાલતું ન હોવાના કારણે ચિંતામાં ગરકાવ થયા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે જામવંથલી ગામમાં એક યુવતીએ પિતા પાસે નવો મોબાઈલ લઈ દેવાની માગણી કરી હતી અને પિતાએ ંહાલમાં પૈસા નથી તેમ કહેતા તે યુવતીએ ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી ફોરેસ્ટ ઓફિસ સામેના મહેશ્વરી નગરમાં ચંદ્રેશભાઈ ડાયાભાઈ ... વધુ વાંચો »

Mar 18, 2024
આરંભડામાં બીમાર વૃદ્ધાનું થયું મૃત્યુઃ જામનગર તા. ૧૮ઃ દ્વારકાના ઓખામઢી ગામની સીમમાં એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે. જ્યારે આરંભડામાં એક વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ થયા પછી મૃત્યુ થયું છે. દ્વારકા તાલુકાના ઓખા મઢી ગામની સીમમાં આવેલા વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નં.૬ પાસે ગઈ તા.૨૭ની બપોરે મૂળ બિહાર રાજ્યના મેદનીપુર ગામના વતની અને હાલમાં કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામમાં રહેતા મહંમદસંજર અલીમુદ્દીન સલામા (ઉ.વ.૨૨) નામના શ્રમિક વાયર બદલતા હતા. વધુ વાંચો »

Mar 18, 2024
રૂ૧ કરોડ ૧૦ લાખના ચેક પરતની હતી ફરિયાદઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના જાણીતા ઉદ્યોગપતિએ હિન્દી ફિલ્મ જગતના નિર્માતા રાજકુમાર સંતોષી સામે રૂ૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે ચેક પરતની સજા માટે ઠરાવેલી બે વર્ષની સજા ફટકારી બમણી રકમનો દંડ ભરવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે અપીલ માટે આજે રાજકુમાર સંતોષી જામનગર આવ્યા છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી ફિલ્મના નિર્માણ માટે ... વધુ વાંચો »

Mar 18, 2024
ટૂંકા કાર્યકાળમાં બજાવી હતી ઉત્કૃષ્ટ કામગીરીઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની અમદાવાદ બદલી કરવામાં આવી છે. આ અધિકારીએ ટૂંકા કાર્યકાળમાં ઉત્કુષ્ટ કામગીરી બજાવી ગુન્હેગારો પર ધાક જમાવી  હતી. તેઓને એસપી સહિતના અધિકારીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી હતી. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એચ.પી. ઝાલાની શનિવારે લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની કરવામાં આવેલી જાહેરાત પહેલાં બદલીનો હુકમ આવતા આ અધિકારીને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જે.એન. ઝાલાના અધ્યક્ષપદે યોજાયેલા સમારંભમાં વિદાય આપવામાં આવી હતી. શનિવારે રાજ્યના પોલીસ તંત્રમાં ... વધુ વાંચો »

Mar 18, 2024
૨૦ ટકા રકમ કોર્ટમાં જમા ન કરાવાઈઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના એક મહિલાને ચેક પરતના ત્રણ કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે અપીલ નોંધાવાઈ હતી. અદાલતે આરોપી મહિલાને ૨૦ ટકા રકમ જમા કરાવવા હુકમ કર્યાે હતો. તે રકમ જમા નહીં થતાં અદાલતે સજાના હુકમને સ્થગિત કરતો આદેશ કરી સજાનું વોરંટ ઈસ્યુ કર્યું છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ પાસેથી રૂદોઢ લાખ શિતલબેન ... વધુ વાંચો »

Mar 18, 2024
વાંકિયા પાસે આયશરની ઠોકરે અકસ્માત સર્જાયોઃ જામનગર તા. ૧૮ઃ લાલપુરના પીપરટોડા પાસે ગયા ગુરૂવારે બે બાઈક ટકરાઈ પડ્યા હતા. જેમાં ગોરખડી ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર સામેના બાઈકચાલક સામે મૃતકના પુત્રએ ફરિયાદ કરી છે. શુક્રવારે રાત્રે ઠેબા બાયપાસ પાસે થયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે ધ્રોલના વાંકિયા પાસે આઈશરની ઠોકરથી બે મોટર ટકરાઈ પડી હતી. જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના મનસુખભાઈ મેપાભાઈ ચાવડા (ઉ.વ.૩૯) નામના વૃદ્ધ ... વધુ વાંચો »

Mar 18, 2024
વસઈ પાસેથી પોલીસે ઝડપી લીધોઃ જામનગર તા. ૧૮ઃ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે સિક્કાના શખ્સની અટકાયત કર્યા પછી તેણે આ બાઈક સમર્પણ સર્કલ પાસેથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર ગઈકાલે સિક્કા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના કે.કે. જાડેજા, જીતેન્દ્ર પરમાર, ભૂપેન્દ્રસિંહ, જયપાલ મેરને બાતમી મળી હતી કે, વસઈ ગામ પાસેથી એક શખ્સ ચોરાઉ બાઈક સાથે જઈ રહ્યો છે. વધુ વાંચો »

Mar 18, 2024
રણજીતસાગર રોડ પરથી બે બોટલ સાથે બે પકડાયાઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના દરેડ પાસેથી પોલીસે એક શખ્સને દારૂની ચૌદ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે હવાઈચોક નજીકથી તેમજ રણજીતસાગર રોડ પરથી ચાર શખ્સ દારૂની બોટલ સાથે પકડાઈ ગયા છે. જામનગર નજીકના દરેડ ગામ પાસે આવેલા પેટ્રોલપંપ નજીકથી રવિવારે સવારે છએક વાગ્યે જઈ રહેલા પરેશ જીવાભાઇ ગોરડીયા નામના  એફસીઆઇ ગોડાઉન નજીક રહેતા શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ ... વધુ વાંચો »

Mar 18, 2024
યોગેશ્વર પાર્કમાંથી બાઈકની ઉઠાંતરીઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના યોગેશ્વર પાર્કમાં રહેતા એક આસામીના સાળાનું મોટરસાયકલ શુક્રવારની રાત્રે ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત બ્રુક બોન્ડ મેદાન પાસે ભરાતી શનિવારી બજારમાંથી એક મહિલાનો મોબાઈલ સેરવાઈ ગયો છે. જામનગરના પ્રભાતનગર વિસ્તાર પાસે આવેલા યોગેશ્વર પાર્ક-રમાં રહેતા લખુભાઇ હાલાભાઇ ચાંડપા ઉર્ફે રાજુભાઈ નામના આસામીએ ગઈ તા.૧૫ની રાત્રે પોતાના ઘર પાસે પોતાના સાળા મીઠાપુરના ખેંગારભાઈ હમીરભાઇ રાઠોડનું જીજે-૧૦-બીએમ ૫૧૪ નંબરનું રૂ૩૦ હજારની કિંમતનું ... વધુ વાંચો »

Mar 18, 2024
અન્ય એક કેસમાં કસુરવારને અઢાર મહિનાની ફટકારાઈ કેદઃ જામનગર તા. ૧૮ઃ જામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવનાર સુરતના સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં આરોપીને નવ મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ થયો છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મૂળ નાની ભગેડી ગામના અને હાલ સુરતમાં વસવાટ કરતા રાજેશ જમનભાઈ રાદડીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી  ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા રાજેશભાઈને નોટીસ અપાઈ હતી. તેમ છતાં લેણું ભરપાઈ ન કરાતા ... વધુ વાંચો »

Mar 18, 2024
લાકડીથી માર મારી ફ્રેક્ચર કરાયંુઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના મયુરનગર વિસ્તારમાં એક આસામીએ પોતાના ઘર પર સીસીટીવી કેમેરા લગાડતા બે પાડોશીએ તે આસામીને ગાળો ભાંડી લાકડીથી ફટકારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ આસામીને દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આદરી છે. જામનગરના મયુરનગર વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે રહેતા નિખિલભાઇ હરીશભાઈ સવનીયા નામના આસામીએ પોતાના ઘર પાસે અને આજુ બાજુના વિસ્તારમાં થતી પ્રવૃત્તિની ખબર ... વધુ વાંચો »

Mar 18, 2024
એક પીએસઆઈ લીવ રિઝર્વમાં મુકાયાઃ જામનગર તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાના ચાર પીએસઆઈની બદલીનો દ્વારકા જિલ્લા એસપીએ હુકમ કર્યાે છે. એક ફોજદારને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ોલીસતંત્રમાં ફરજ બજાવતા પાંચ ફોજદારની અરસપરસ બદલીનો જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેેયે હુકમ કર્યાે છે. દ્વારકા જિલ્લાના એસસી એસટી સેલના ડીવાયએસપીની કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.ડી. મકવાણાને વાડીનાર મરીન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે, વાડીનારના ફોજદાર એ.બી. જાડેજાને એસસી ... વધુ વાંચો »

Mar 18, 2024
બાઈકમાં પાછળ બેસેલા મહિલાનું થયું મૃત્યુઃ જામનગર તા. ૧૮ઃ કલ્યાણપુરના ભાટીયામાં રેલવે ફાટક પાસે ત્રણ દિવસ પહેલાં બાઈક આડે શ્વાન ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે. આ અકસ્માતમાં જુવાનપરના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના કરશનભાઈ ચકુભાઈ કછટીયા તથા તેમના પત્ની કાંતાબેન (ઉ.વ.૪ર) ગઈ તા.૧૪ની સાંજે જીજે-૩૭-એચ ૭૯૪૦ નંબરના બાઈકમાં ભાટીયાથી ક્રિષ્નનગર તરફ જતા હતા. આ દંપતી જ્યારે ભાટીયા ગામમાં રેલવે ફાટક પાસે પહોંચ્યું ત્યારે અચાનક જ દોડીને એક શ્વાન ... વધુ વાંચો »

Mar 18, 2024
૭૦ કિલો ખીલાસરી કરી લેવાઈ કબજેઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના રાજીવનગર વિસ્તારમાંથી લોખંડની ખીલાસરી ચોરાઈ ગઈ હતી તેની તપાસમાં પોલીસે એક મહિલા સહિત બેને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જામનગરના એરફોર્સ રોડ પર રાજીવનગર ખેતીવાડીની સામે રહેતા એક આસામીએ પોતાના ઘરની બહાર રાખેલી લોખંડની ખીલાસરી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાની સિટી-સી ડિવિઝન પોલીસે પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કર્યા પછી પીએસઆઈ વી.બી. ... વધુ વાંચો »

Mar 18, 2024
પુરવણી બીલ ભરપાઈ કરવા કરાયો હુકમઃ જામનગર તા. ૧૮ઃ જામનગરમાં વીજચોરીના કેસમાં અદાલતે સૌપ્રથમ વખત કોઈ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા છે. આ કિસ્સામાં એક મહિલા સામે વીજચોરીનો આરોપ મુકાયો હતો અને પુરવણી બીલ આપવા ઉપરાંત ફોજદારી ફરિયાદ કરાઈ હતી. અદાલતે ભવિષ્યમાં વીજચોરી નહીં કરે તેવું બોન્ડ આપવા અને પુરવણી બીલ ભરપાઈ કરવા હુકમ કર્યાે છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં ગઈ તા.૨૪-૧૨-૨૧ના દિને વીજ કંપનીની ટૂકડીએ ચેકીંગ હાથ ધરતા આરોહી ગ્રીન્સમાં રહેતા માલાબેન ... વધુ વાંચો »

Mar 18, 2024
રોકડ તથા સ્લીપ કબજે કરાઈઃ જામનગર તા. ૧૮ઃ કાલાવડ શહેર તથા નગરમાં પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસે બે શખ્સને વર્લીનું બેટીંગ લેતા પકડી પાડ્યા છે. કાલાવડ શહેરની મુખ્ય બજાર પાસે આવેલા એક મકાનના ઓટલા પર બેસી એક શખ્સ વરલીનું બેટિંગ લેતો હોવાની બાતમી પરથી શનિવારે બપોરે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી પ્રવીણભાઈ મોહનભાઈ અગ્રાવત ઉર્ફે પવલો બાવાજી નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાં રૂ૩૬૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચીઠી કબજે કરી છે. જામનગરના બેડીમાં આવેલા સરકારી દવાખાના પાસે  ... વધુ વાંચો »

Mar 18, 2024
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તથા મગફળીની દલાલીનો ધંધો કરતા પ્રવિણભાઈ ભોગાયતા નામના એક ૬૦ વર્ષના પ્રૌઢ મગફળી વેચવા માટે સલાયા રોડ પરની એક મીલમાં તેમના પુત્ર સાથે ગયા હતાં. મગફળીના સેંપલ કરતા તેમને શ્વાસ ઉપડતા મીલ માલિક દ્વારા હોસ્પિટલ લઈ જવા કહેલું જે પછી વધુ શ્વાસ થતા બાઈકમાં તાકીદે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં સારવાર ચાલુ કરી કાર્ડિયોગ્રામ કાઢે ત્યાં જ તેમનું હૃદયરોગના હુમલામાં અવસાન થઈ ગયું હતું. મૃતક મૂળ ... વધુ વાંચો »

Mar 18, 2024
નશાના કારણે આર્થિક, સામાજિક નુકસાનની માહિતી અપાઈઃ ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ચિલ્ડ્રન હોમના પ્રાર્થના હોલમાં સખીમંડળની બહેનો અને મહિલા મંડળની બહેનો, માસ્ટર વોલ્યુનીયર સ્પેશ્યલ એડ્યુકેટર ઓ,સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, દિવ્યાંગજનો, બાળ વન સ્ટોપ સખી સેન્ટર, પીબીએસસી, ૧૮૧ના કર્મચારીઓ માટે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન અંતર્ગત નશામુકત ભારત અભિયાન વિષય પર એક દિવસીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરસીયા દ્વારા નશાના ગેરફાયદા, નશાના ... વધુ વાંચો »

Mar 18, 2024
દ્વારકા નગરીમાં ફૂલડોલ ઉત્સવનો જબરદસ્ત માહોલઃ દ્વારકા તા. ૧૮ઃ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં વસંત ઋતુના પ્રારંભે શરૂ થતાં ફૂલડોલ ઉત્સવનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ધાર્મિક તથા ભક્તિભાવ સાથે અનેરૂ મહત્ત્વ છે. ફાગણ મહિનાના પ્રારંભે જ દ્વારકાધીશજીને અબીલ ગુલાલની છોળો સાથે ફાગના વસ્ત્રો-મહાભોગ અર્પણ કરવામાં આવે છે. દ્વારકામાં અત્યારથી જ ફૂલડોલ ઉત્સવનો માહોલ સર્જાયો છે. દ્વારકાધીશ મંદિરમાં વહેલી સવારથી જ મંગળા આરતીના ઘંટરાવ સાથે મંદિરના સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર ઉપર ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર પંથકમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની ઉત્તમ તકો રહેલી છે. રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર બાદ બીજું સૂર્યમંદિર જામનગરમાં આવેલું છે. જે જિલ્લાની વિશેષતા છે. ... વધુ વાંચો »

Mar 18, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સઃ ખંભાળિયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭-પ-ર૦ર૪ ના મતદાન થશે. જામનગર બેઠક પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮ર દ્વારકા એમ કુલ બે વિધાનસભા ... વધુ વાંચો »

Mar 18, 2024
ચૂંટણી જાહેર થતાં જ તંત્ર ધંધે લાગ્યુંઃ દેશમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં રાજકીય ગણાતા પોણાપાંચસો જેટલા જાહેરાતના પોસ્ટર, બેનરો, હોર્ડીંગ્ઝ, લખાણ વગેરે દૂર કરવામાં આવ્યા છે. ગત્ શનિવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, અને તરત જ આચારસંહિતા લાગુ પડી હતી. આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ રાજકીય ગણાતા જાહેરાતના બોર્ડ, હોર્ડીંગ્સ, લખાણો, બેનરો વગેરેને દૂર કરવાની કામગીરી શરૂ ... વધુ વાંચો »

Mar 18, 2024
ચંદ્રકાત કાનાબાર પરિવાર દ્વારા બાણુંગાર પાસે જામનગર તા. ૧૮ઃ જામનગરના બાણુંગારના પાટીયા પાસે કાનાબાર ફાર્મ હાઉસ ગ્રેઈન માર્કેટના અગ્રણી ચંદ્રકાંત આર. કાનાબાર, રમાબેન સી. કાનાબાર પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા જતા પદયાત્રિકો માટે ચા-પાણી-છાસ-લચ્છી-સરબત-નાસ્તો-દવા-માલિશ વિસામાની ભવ્ય વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ થી વધુ પદયાત્રિકોએ લાભ લીધો હતો. આ કેમ્પ માટે કાનાબાર પરિવારના દિનેશભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ, નીખિલભાઈ, સાગરભાઈ, કુ. દિશાબેન, મહિમાબેન, ભારતીબેન, ... વધુ વાંચો »

Mar 18, 2024
સીક્કા તા. ૧૮ઃ દિગ્વિજય સેમિન્ટ કંપની લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી વિભાગોમાંથી મહિલા અધિકારી-કર્મચારીઓની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. કમળ સ્કિલ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થિનીઓ તથા સ્કૂલની શિક્ષિકાઓ અને સ્ટાફની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ૧૦ વિધવા મહિલા બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતાં. કંપનીમાં કામ કરતી તમામ મહિલાઓ તથા આંગણવાડીમાં કામ કરતી બહેનોને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણી માટે જામનગર તા. ૧૮ઃ લોકસભાની સામાન્ય ચૂંટણી -ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા. ૭-પ-ર૪ ના રોજ મતદાર યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી એન.ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. ... વધુ વાંચો »

Mar 18, 2024
૩૧ ન્યાયમૂર્તિની બદલી કરાઈઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એન્ડ સેશન્સ જજ સહિતના ૩૧ ન્યાયમૂર્તિની બદલી કરવામાં આવી છે. જામનગરના ન્યાયમૂર્તિને પાલનપુરમાં મુકવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લામાંથી એક ન્યાયમૂર્તિ નગરમાં નિમણૂક પામ્યા છે. જામનગરના ડિસ્ટ્રીક્ટ જજ સહિતના ૩૧ ન્યાયમૂર્તિની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એન્ડ સેશન્સ જજ એસ.કે. બક્ષીની પાલનપુરના બનાસકાંઠામાં નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાંથી પ્રિન્સી. ડિસ્ટ્રીકટ ... વધુ વાંચો »

Mar 18, 2024
નવી દિલ્હી તા. ૧૮ઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફાઉન્ડેશન, સ્ટેટ બેંક ગ્રુપના સીએસઆર દ્વારા એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા પ્રોગ્રામની ૧ર મી બેચ માટે ર૧ થી ૩ર વર્ષના યુવા વર્ગ માટે અરજીઓ માંગવામાં આવી છે.  ૧૩ મહિનાના આ પ્રોગ્રામમાં એજ્યુકેટેડ અર્બન યુથ, ગ્રેજ્યુએટ્સ તથા યુવા પ્રોફેશનલ્સ માટે સ્ટ્રકચર્ડ ઓપોર્ચ્યુનીટી ઓફર કરવામાં આવી છે. એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા ફેલોને ૧ર ડાઈવર્સ થેમેટીક એરીયામાં દેશના ૧૩ જેટલા રેવ્યુરેડ એનજીઓ સાથે કામ કરવાની તક મળશે. જો આપને વધુ વાંચો »

Mar 18, 2024
બોર્ડની પરીક્ષાઓ લેવાઈ રહી છે જામનગર તા. ૧૮ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધો. ૧૦-૧ર ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ધો. ૧૦ માં આજે સવારે વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું હતું. જેમાં જામનગરમાં ૧પ૧પ૧ વિદ્યાર્થીઓ હાજર અને ર૭૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Mar 18, 2024
ગ્રામજનોમાં આક્રોશઃ આગામી સમયમાં આંદોલનના મંડાણઃ જામનગર તા. ૧૮ઃ જામજોધપુર તાલુકાના વસંતપુર, જામવાળી તથા બાલવા વિસ્તારમાં સૌની યોજના પાણીનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કૃષિમંત્રી, સાંસદને રજુઆતો કરવા છતાં દાદ નહીં  મળતા હવે આંદોલનના મંડાણ થશે તેમ જાણવા મળે છે. જામવાળી, બાલવા, વસંતપરના ગ્રામજનો પ્રતિનિધિઓને સૌની યોજનાનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. રાજ્યના કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્ય વગેરેને રજુઆતો છતા દાદ આપવામાં આવતી નથી. જામવાળીના રાજકીધાર તળાવમાં તથા વસંતપરના તળાવમાં પાણી ઠાલવવામાં આવે તો અનેક લોકોને લાભ ... વધુ વાંચો »

Mar 18, 2024
ફેકટરી ઓનર્સ એસો.ની રજૂઆતના પગલે જામનગર તા. ૧૮ઃ જામનગરના ઉદ્યોગકારો આગામી શુક્રવારે કારખાના ચાલુ રાખી શકશે તેના પગલે સોમવારે ધુળેટીની રજા રાખી શકશે. જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની રજુઆતના પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. ના ઈન્ફ્રા. સબ ડિવિઝન તરફથી આગામી તા. રર માર્ચ અને શુક્રવારે ઔદ્યોગિક એકમો ચાલુ રાખવા અને તેના બદલે તા. રપ અને સોમવારે ધુળેટીના દિવસે બંધ રાખવાની મંજુરી મળી છે. તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની યાદીમાં જણાવાયું ... વધુ વાંચો »

Mar 18, 2024
ખંભાળીયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારોને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી, લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો-૧૯૬૦ ના નિયમ ૧ અને ૭ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણી જાહેર થતા જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં સરઘસ, સભા યોજવા કે તેમા ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૪૪ એ હેઠળ જાહેરનામું ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી દ્વારા જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે નિમાયેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી છે. જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અનુસંધાને ૧ર-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ પ વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી હોય અને તે પૈકી જે અધિકારીઓ ... વધુ વાંચો »

Mar 18, 2024
'શોષણ મુકત નારી, સશકત ભારત'ની થીમ ઉપર જામનગર તા. ૧૮ઃ ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર શોષણ મુકત નારી - સશક્ત ભારતની થીમ પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારી કચેરીઓમાં ઉચ્ચ હોદા પર કાર્યરત મહિલા અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત અંજનાબેન ઠુમ્મર, બીનલબેન, પૃથ્વીબેન (સીડીપીઓ) પાયલબેન જગતીયા, આશાબેન ચારણ (કલેકટર કચેરી) તથા આંગણવાડીના સુપરવાઈઝર તરીકે કાર્યતર તમામ સુપરવાઈઝરોનું સન્માન કરવામાં ... વધુ વાંચો »

Mar 18, 2024
આગામી તા. રપ મી ના સોમવારે દ્વારકા તા. ૧૮ઃ દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. રપ-૩ ને સોમવારે  ૬ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર, બપોરે ર વાગ્યે ઉત્સવ આરતી, ર થી ૩ ઉત્સવ દર્શન, બપોરે ૩ થી સાંજના પ મંદિર બંધ અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર - દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકા) દ્વારા જણાવાયું છે. જો  વધુ વાંચો »

Mar 18, 2024
સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડી ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં આવેલ શ્રી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડી સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શ્રી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી તા. ૧પ-૩-ર૪ ના પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. કામચલાઉ મતદારયાદી સામે દાવા-વાંધા રજુ કરવા માટે છેલ્લી તા. ર૧-૩-ર૪ ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર તા. ૧૮ઃ રાજ્યના ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ફરજ બજાવતા ૪૩ સિનિયર કારકુનને મુખ્ય કારકુન સંવર્ગમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે. જામનગરમાં કે.બી. જાડેજાને જામનગરની કચેરીમાં જ હિસાબનીસની જગ્યા ઉપર, એ.એચ. શુભનીયાને ગાંધીનગર, ડી.એમ.વોરલીયાને જામનગરમાં બંદર નિરીક્ષક તરીકે ડી.એન. કણઝારીયાને જામનગરમાં જ નિરીક્ષક તરીકે, શ્રીમતી પ્રવિણાબેન એસ. ડામોરને જામનગરમાં કાર્ય. ઈજ. (ઓ) કચેરીમાં મુજબ કારકુન તરીકે કિરણબેન એસ. સુવાને પણ જામનગરમાં, ઓખાના એ.આર. સુમણીયાને ઓખાની કચેરીમાં હિસાબનીસ તરીકે, ઓખાના એસ.આઈ.ઓઝાને ઓખામાં બંદર ... વધુ વાંચો »

Mar 18, 2024
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની અછત ન સર્જાય તે માટે વિવિધકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાણીનો સંચય વધારે થાય અને તળાવોમાં જળસ્તર ઓછું ન થાય તે માટે સુચારૃં આયોજન કરાયું છે. જિલ્લા કલેકટરએ બાકી રહેલા વિકાસ કાર્યોને તાત્કાલિક ... વધુ વાંચો »

Mar 18, 2024
રાજકોટ તા. ૧૮ઃ મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક ટ્રેનની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલને ર૯ એપ્રિલ, ર૦ર૪ સુધી તેમજ ટ્રેન નંબર ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સપ્તાહિક સ્પેશિયલને ૩ મેં ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભા ચૂંટણી-ર૦ર૪ ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે સભા સરઘસ માટે માંગણી પર પરવાનગીના અધિકારો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી) સભા, સરઘસ નિયમોના નિયમ ૧ અને ૮ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ વિધાનસભા મતદાર ... વધુ વાંચો »

Mar 18, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  સ્મોલ મિડકેપ શેરોમાં તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલી તોફાની તેજીને અંકુશમાં લાવવા માર્કેટ રેગ્યુલેટર સેબી, રિઝર્વ બેંક તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા ભરવામાં આવેલા આકરા પગલા તેમજ આ ક્ષેત્રના શેરોના ભાવમાં મેનીપ્યુલેશન થયાના અહેવાલો પાછળ નિયામકો દ્વારા નવા કડક નિયમો સાથે ડિસ્ક્લોઝર્સ સહિતના અન્ય પગલા ભરવાની ચીમકીની પ્રતિકૂળ અસર તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને પાવર શેરોમાં ભારે વેચવાલીએ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૪%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૬૫% અને નેસ્ડેક ૦.૯૬% ઘટીને સેટલ થયા હતા. ... વધુ વાંચો »

Mar 18, 2024
પહેલી એપ્રિલથી થશે લાગુઃ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણીના નિયમો બદલાયા છે હવે દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. નવા નિયમના અમલ માટે તંત્ર સજજ છે. હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે તેમ જાણવા મળે છે. આગામી તા. ૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત ... વધુ વાંચો »

Mar 18, 2024
અંદાજે ૫ંદરેક કરોડની જમીન ખાલી થશેઃ એનઆરઆઈની જમીન તથા સરકારી જમીન પર સાયચા ગેંગના છે દબાણઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના બેડી વિસ્તારમાં સાયચા જૂથના લોકો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસને સાથે રાખવામાં આવી છે. આ વિસ્તારમાં ત્રીજી વખત ઓપરેશન ડિમોલિશન કરાઈ રહ્યું છે. એસપીએ આ ગેંગના ગુન્હાહિત કૃત્યોને ધ્યાને રાખી તે ગંેગને કાયદામાં રહીને માટીમાં મેળવી દેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યાે છે. અંદાજે પંદરેક કરોડની જગ્યા પરના દબાણો ત્રણેક દિવસમાં હટાવી નખાશે. જામનગરના બેડી વિસ્તારમાં સાયચા જૂથના શખ્સો દ્વારા વર્ષાે ... વધુ વાંચો »

Mar 18, 2024
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને આદર્શ આસારસંહિતા લાગુ થઈ ગઈ, તેની સાથે જ ગઈકાલે મુંબઈ, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન પ્રસંગે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનું જાણે શક્તિ પ્રદર્શન થયું અને જુદા જુદા પક્ષોના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રમાંથી એનડીએની સરકાર હટાવવાનું આહ્વાન કર્યું. નારાઓ ગુંજ્યા કે, 'અબકી બાર... બીજેપી તડીપાર'... હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો 'અબકી બાર ચારસો કે પાર' નો નારો આપ્યો છે, તેની સામે આ નારો ગુંજતો થયો છે. વિપક્ષી નેતાઓએ આ રેલીમાં જે શક્તિ પ્રદર્શન કર્યું, તે પછી દેશમાં લોકસભાની ચૂંટણીનો વિપક્ષ તરફથી પણ મજૂત રણટંકાર થઈ ગયો છે, અને એનડીએ તો પહેલેથી જ 'ચારસો પાર'ના નારા ... વધુ વાંચો »

Mar 18, 2024
અમદાવાદ તા. ૧૮ઃ અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. ટ્રેન આગ્રા કેન્ટ જઈ રહી હતી, ત્યારે એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ કારણે ૬ ટ્રેન રદ્ અને બેના રૂટ બદલાયા છે. અજમેર નજીક રવિવારે રાત્રે લગભગ ૧ વાગ્યે સાબરમતી-આગ્રા કેન્ટ (ટ્રેન નં. ૧રપ૪૮) ના એન્જિન અને ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. ઘટના સમયે મુસાફરો ગાડીમાં સૂઈ રહ્યા હતાં. એકાએક ધડાકો થતાં સમગ્ર ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જો કે આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ અકસ્માત પછી છ ટ્રેન રદ કરવામાં આવી છે ... વધુ વાંચો »

Mar 18, 2024
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા તથા મગફળીની દલાલીનો ધંધો કરતા પ્રવિણભાઈ ભોગાયતા નામના એક ૬૦ વર્ષના પ્રૌઢ મગફળી વેચવા માટે સલાયા રોડ પરની એક મીલમાં તેમના પુત્ર સાથે ગયા હતાં. મગફળીના સેંપલ કરતા તેમને શ્વાસ ઉપડતા મીલ માલિક દ્વારા હોસ્પિટલ લઈ જવા કહેલું જે પછી વધુ શ્વાસ થતા બાઈકમાં તાકીદે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં સારવાર ચાલુ કરી કાર્ડિયોગ્રામ કાઢે ત્યાં જ તેમનું હૃદયરોગના હુમલામાં અવસાન થઈ ગયું હતું. મૃતક મૂળ મેવાણ ગામના બ્રાહ્મણ હતા. તેમના આ રીતે અચાનક મૃત્યુથી શોકની લાગણી ફેલાઈ છે. અન્ય એક બનાવમાં ખંભાળીયામાં ... વધુ વાંચો »

Mar 18, 2024
જય દ્વારકાધીશ, જય રણછોડના નારા અને કૃષ્ણ ગોપીના ગીતોના ગુંજન સાથે હજારો લોકો પગપાળા જઈ રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હૂતાશણી પર્વે ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે, ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથોમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે અને જામનગરની ભાગોળેથી પસાર થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી દિવસો દરમ્યાન સતત વધારો થતો જોવા મળશે. દ્વારકા તરફ આવતા તમામ ધોરી માર્ગો પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકો માટે આરામ, ભોજન, નાસ્તા, સરબત-પાણી તેમજ મેડિકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ કરવામાં આવી છે. ગુજરાતના ... વધુ વાંચો »

Mar 18, 2024
રૂ૧ કરોડ ૧૦ લાખના ચેક પરતની હતી ફરિયાદઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના જાણીતા ઉદ્યોગપતિએ હિન્દી ફિલ્મ જગતના નિર્માતા રાજકુમાર સંતોષી સામે રૂ૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે ચેક પરતની સજા માટે ઠરાવેલી બે વર્ષની સજા ફટકારી બમણી રકમનો દંડ ભરવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે અપીલ માટે આજે રાજકુમાર સંતોષી જામનગર આવ્યા છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી ફિલ્મના નિર્માણ માટે હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્માતા રાજકુમાર સંતોષીએ રૂ૧ કરોડ ૧૦ લાખ હાથ ઉછીના મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે ૧૧ ચેક ... વધુ વાંચો »

Mar 18, 2024
સખત ઠપકો આપતા અદાલતે કહ્યું કે, બેંકનું વલણ યોગ્ય નથીઃ નવી દિલ્હી તા. ૧૮ઃ ફરી એકવાર એસસીએ એસબીઆઈની ઝાટકણી કાઢી હતી. સીજેઆઈએ કહ્યું કે, ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો. ૩ દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છૂપાવ્યું નથી. અધુરી માહિતી બદલ સુપ્રિમ કોર્ટે એસબીઆઈને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે એસબીઆઈને ૧ર માર્ચ સુધીમાં બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. એસબીઆઈએ આમાં યુનિક આલ્ફાન્યુમેરિક નંબર ડેટા આપ્યો નહોતો. ઈલેક્ટરોલ બોન્ડ સાથે યુનિક આલ્ફાન્યુમેરિક નંબરની માહિતી ન આપવા પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ મામલે ૧૬ ... વધુ વાંચો »

Mar 18, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સઃ ખંભાળિયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭-પ-ર૦ર૪ ના મતદાન થશે. જામનગર બેઠક પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા અને ૮ર દ્વારકા એમ કુલ બે વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ પ,૯૮,૯૬૮ મતદારો લોકશાહીના આ પર્વમાં ભાગ લેશે. ૧૪,૩૯૪ જેટલા યુવા મતદારો નોંધાયા છે. ... વધુ વાંચો »

Mar 18, 2024
લાકડીથી માર મારી ફ્રેક્ચર કરાયંુઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના મયુરનગર વિસ્તારમાં એક આસામીએ પોતાના ઘર પર સીસીટીવી કેમેરા લગાડતા બે પાડોશીએ તે આસામીને ગાળો ભાંડી લાકડીથી ફટકારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ આસામીને દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે તેમની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આદરી છે. જામનગરના મયુરનગર વિસ્તારમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે રહેતા નિખિલભાઇ હરીશભાઈ સવનીયા નામના આસામીએ પોતાના ઘર પાસે અને આજુ બાજુના વિસ્તારમાં થતી પ્રવૃત્તિની ખબર પડે તે માટે થોડા દિવસ પહેલા ઘર પર સીસીટીવી લગાડયા હતા. આ બાબત પાડોશી ભીખુભા જાડેજા તથા ... વધુ વાંચો »

Mar 18, 2024
પુરવણી બીલ ભરપાઈ કરવા કરાયો હુકમઃ જામનગર તા. ૧૮ઃ જામનગરમાં વીજચોરીના કેસમાં અદાલતે સૌપ્રથમ વખત કોઈ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા છે. આ કિસ્સામાં એક મહિલા સામે વીજચોરીનો આરોપ મુકાયો હતો અને પુરવણી બીલ આપવા ઉપરાંત ફોજદારી ફરિયાદ કરાઈ હતી. અદાલતે ભવિષ્યમાં વીજચોરી નહીં કરે તેવું બોન્ડ આપવા અને પુરવણી બીલ ભરપાઈ કરવા હુકમ કર્યાે છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં ગઈ તા.૨૪-૧૨-૨૧ના દિને વીજ કંપનીની ટૂકડીએ ચેકીંગ હાથ ધરતા આરોહી ગ્રીન્સમાં રહેતા માલાબેન પરેશભાઈ ઝાલાને ત્યાંથી વીજચોરી મળી આવી હતી. રૂ૧૨૬૯૦૭નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ફોજદારી ... વધુ વાંચો »

Mar 18, 2024
વાંકિયા પાસે આયશરની ઠોકરે અકસ્માત સર્જાયોઃ જામનગર તા. ૧૮ઃ લાલપુરના પીપરટોડા પાસે ગયા ગુરૂવારે બે બાઈક ટકરાઈ પડ્યા હતા. જેમાં ગોરખડી ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર સામેના બાઈકચાલક સામે મૃતકના પુત્રએ ફરિયાદ કરી છે. શુક્રવારે રાત્રે ઠેબા બાયપાસ પાસે થયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે ધ્રોલના વાંકિયા પાસે આઈશરની ઠોકરથી બે મોટર ટકરાઈ પડી હતી. જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના મનસુખભાઈ મેપાભાઈ ચાવડા (ઉ.વ.૩૯) નામના વૃદ્ધ ગયા ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્યે જામનગરથી જીજે-૧૦-સીક્યુ ૪૪૩૩ નંબરના મોટરસાયકલ માં ગોરખડી ગામ જવા રવાના થયા હતા. વધુ વાંચો »

Mar 18, 2024
એક પીએસઆઈ લીવ રિઝર્વમાં મુકાયાઃ જામનગર તા. ૧૮ઃ દ્વારકા જિલ્લાના ચાર પીએસઆઈની બદલીનો દ્વારકા જિલ્લા એસપીએ હુકમ કર્યાે છે. એક ફોજદારને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ોલીસતંત્રમાં ફરજ બજાવતા પાંચ ફોજદારની અરસપરસ બદલીનો જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેેયે હુકમ કર્યાે છે. દ્વારકા જિલ્લાના એસસી એસટી સેલના ડીવાયએસપીની કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.ડી. મકવાણાને વાડીનાર મરીન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે, વાડીનારના ફોજદાર એ.બી. જાડેજાને એસસી એસટી સેલમાં નિયુક્તિ અપાઈ છે. ખંભાળિયાના પીએસઆઈ એસ.વાય. ઝાલાને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરાયા છે અને સાયબર ક્રાઈમ પોલીસ ... વધુ વાંચો »

Mar 18, 2024
૩૧ ન્યાયમૂર્તિની બદલી કરાઈઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એન્ડ સેશન્સ જજ સહિતના ૩૧ ન્યાયમૂર્તિની બદલી કરવામાં આવી છે. જામનગરના ન્યાયમૂર્તિને પાલનપુરમાં મુકવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લામાંથી એક ન્યાયમૂર્તિ નગરમાં નિમણૂક પામ્યા છે. જામનગરના ડિસ્ટ્રીક્ટ જજ સહિતના ૩૧ ન્યાયમૂર્તિની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ એન્ડ સેશન્સ જજ એસ.કે. બક્ષીની પાલનપુરના બનાસકાંઠામાં નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાંથી પ્રિન્સી. ડિસ્ટ્રીકટ જજ એન્ડ સેશન્સ જજ નેહલભાઈ રાજેશભાઈ જોષીને જામનગર મુકવામાં આવ્યા છે. તે ઉપરાંત ગોધરા, વલસાડ, ભાવનગર, કચ્છના ભુજ, મહેસાણા, આણંદ, ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારી દ્વારા જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે નિમાયેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી છે. જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અનુસંધાને ૧ર-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ પ વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી હોય અને તે પૈકી જે અધિકારીઓ અને કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર તા. ૧૮ઃ રાજ્યના ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ફરજ બજાવતા ૪૩ સિનિયર કારકુનને મુખ્ય કારકુન સંવર્ગમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે. જામનગરમાં કે.બી. જાડેજાને જામનગરની કચેરીમાં જ હિસાબનીસની જગ્યા ઉપર, એ.એચ. શુભનીયાને ગાંધીનગર, ડી.એમ.વોરલીયાને જામનગરમાં બંદર નિરીક્ષક તરીકે ડી.એન. કણઝારીયાને જામનગરમાં જ નિરીક્ષક તરીકે, શ્રીમતી પ્રવિણાબેન એસ. ડામોરને જામનગરમાં કાર્ય. ઈજ. (ઓ) કચેરીમાં મુજબ કારકુન તરીકે કિરણબેન એસ. સુવાને પણ જામનગરમાં, ઓખાના એ.આર. સુમણીયાને ઓખાની કચેરીમાં હિસાબનીસ તરીકે, ઓખાના એસ.આઈ.ઓઝાને ઓખામાં બંદર નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા છે.   જો આપને આ વધુ વાંચો »

Mar 18, 2024
ફેકટરી ઓનર્સ એસો.ની રજૂઆતના પગલે જામનગર તા. ૧૮ઃ જામનગરના ઉદ્યોગકારો આગામી શુક્રવારે કારખાના ચાલુ રાખી શકશે તેના પગલે સોમવારે ધુળેટીની રજા રાખી શકશે. જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની રજુઆતના પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. ના ઈન્ફ્રા. સબ ડિવિઝન તરફથી આગામી તા. રર માર્ચ અને શુક્રવારે ઔદ્યોગિક એકમો ચાલુ રાખવા અને તેના બદલે તા. રપ અને સોમવારે ધુળેટીના દિવસે બંધ રાખવાની મંજુરી મળી છે. તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની યાદીમાં જણાવાયું છે. જો આપને આ  વધુ વાંચો »

Mar 18, 2024
બાઈકમાં પાછળ બેસેલા મહિલાનું થયું મૃત્યુઃ જામનગર તા. ૧૮ઃ કલ્યાણપુરના ભાટીયામાં રેલવે ફાટક પાસે ત્રણ દિવસ પહેલાં બાઈક આડે શ્વાન ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે. આ અકસ્માતમાં જુવાનપરના મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના કરશનભાઈ ચકુભાઈ કછટીયા તથા તેમના પત્ની કાંતાબેન (ઉ.વ.૪ર) ગઈ તા.૧૪ની સાંજે જીજે-૩૭-એચ ૭૯૪૦ નંબરના બાઈકમાં ભાટીયાથી ક્રિષ્નનગર તરફ જતા હતા. આ દંપતી જ્યારે ભાટીયા ગામમાં રેલવે ફાટક પાસે પહોંચ્યું ત્યારે અચાનક જ દોડીને એક શ્વાન રોડ વચ્ચે આવી જતા કરશનભાઈએ જોરદાર બ્રેક મારી હતી. જેના પગલે પાછળ બેસેલા કાંતાબેન લપસી પડ્યા હતા. રોડ પર પછડાયેલા ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય હલચલ તેજઃ અટકળો-અનુમાનોની આંધીઃ નવી દિલ્હી તા. ૧૮ઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, અને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યા મુદ્દા ઊઠશે અને કોણ જીતશે, તે અંગે અટકળો અનુમાનોની જાણે આંધી ઊઠી છે. ચૂંટણી પંચે ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. ૧ જૂન સુધીમાં દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, પરંતુ ચૂંટણીની જાહેરાત થતાની સાથે ચૂંટણી પ્રચાર તેજબ થવાની શક્યતા છે. વધુ વાંચો »

Mar 18, 2024
૨૦ ટકા રકમ કોર્ટમાં જમા ન કરાવાઈઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના એક મહિલાને ચેક પરતના ત્રણ કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે અપીલ નોંધાવાઈ હતી. અદાલતે આરોપી મહિલાને ૨૦ ટકા રકમ જમા કરાવવા હુકમ કર્યાે હતો. તે રકમ જમા નહીં થતાં અદાલતે સજાના હુકમને સ્થગિત કરતો આદેશ કરી સજાનું વોરંટ ઈસ્યુ કર્યું છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ પાસેથી રૂદોઢ લાખ શિતલબેન નયનભાઈ તન્નાએ હાથઉછીના મેળવી રૂ૫૦ હજારનો એક એવા ત્રણ ચેક આપ્યા હતા. તે ત્રણેય ચેક બેંકમાંથી પરત ... વધુ વાંચો »

Mar 18, 2024
કારને ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા સુરેન્દ્રનગર તા.૧૮ઃ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વ્હેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા- માલવણ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માતમાં કુલ ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત થયા હતાં. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતદેહોને કારની બોડી ચીરીને બહાર કઢાયા હતાં.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Mar 18, 2024
વસઈ પાસેથી પોલીસે ઝડપી લીધોઃ જામનગર તા. ૧૮ઃ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે સિક્કાના શખ્સની અટકાયત કર્યા પછી તેણે આ બાઈક સમર્પણ સર્કલ પાસેથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર ગઈકાલે સિક્કા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના કે.કે. જાડેજા, જીતેન્દ્ર પરમાર, ભૂપેન્દ્રસિંહ, જયપાલ મેરને બાતમી મળી હતી કે, વસઈ ગામ પાસેથી એક શખ્સ ચોરાઉ બાઈક સાથે જઈ રહ્યો છે. તે બાતમીના આધારે પીએસઆઈ આર.એચ. બારના વડપણ હેઠળ ગોઠવાયેલી વોચમાં ત્યાંથી જીજે-૧૦-બીએચ ૫૭૭૯ નંબરનું નંબર પ્લેટ વગરનંુ બાઈક લઈને ... વધુ વાંચો »

Mar 18, 2024
આરંભડામાં બીમાર વૃદ્ધાનું થયું મૃત્યુઃ જામનગર તા. ૧૮ઃ દ્વારકાના ઓખામઢી ગામની સીમમાં એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે. જ્યારે આરંભડામાં એક વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ થયા પછી મૃત્યુ થયું છે. દ્વારકા તાલુકાના ઓખા મઢી ગામની સીમમાં આવેલા વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નં.૬ પાસે ગઈ તા.૨૭ની બપોરે મૂળ બિહાર રાજ્યના મેદનીપુર ગામના વતની અને હાલમાં કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામમાં રહેતા મહંમદસંજર અલીમુદ્દીન સલામા (ઉ.વ.૨૨) નામના શ્રમિક વાયર બદલતા હતા. આ યુવાનને બાજુમાંથી પસાર થતી જીવંત વીજ લાઈનમાંથી શોર્ટ લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. સાથી કર્મચારી અમિત જ્ઞાનપ્રકાશ ... વધુ વાંચો »

Mar 18, 2024
વ્યવસાય ચાલતો ન હોવાથી યુવાનનો ગળાટૂંપોઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના મહેશ્વરીનગરમાં રહેતા એક યુવાને પોતાનું ડ્રાઈવીંગનું કામ ચાલતું ન હોવાના કારણે ચિંતામાં ગરકાવ થયા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે જામવંથલી ગામમાં એક યુવતીએ પિતા પાસે નવો મોબાઈલ લઈ દેવાની માગણી કરી હતી અને પિતાએ ંહાલમાં પૈસા નથી તેમ કહેતા તે યુવતીએ ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી ફોરેસ્ટ ઓફિસ સામેના મહેશ્વરી નગરમાં ચંદ્રેશભાઈ ડાયાભાઈ પરમાર નામના પાંત્રીસ વર્ષના યુવાન ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા હતા. તેઓનો બરાબર ચાલતો ન હોવાથી સતત ચિંતા કરતા ચંદ્રેશભાઈએ શનિવારની રાત્રિથી ... વધુ વાંચો »

Mar 18, 2024
નવી દિલ્હી તા. ૧૮ઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફાઉન્ડેશન, સ્ટેટ બેંક ગ્રુપના સીએસઆર દ્વારા એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા પ્રોગ્રામની ૧ર મી બેચ માટે ર૧ થી ૩ર વર્ષના યુવા વર્ગ માટે અરજીઓ માંગવામાં આવી છે.  ૧૩ મહિનાના આ પ્રોગ્રામમાં એજ્યુકેટેડ અર્બન યુથ, ગ્રેજ્યુએટ્સ તથા યુવા પ્રોફેશનલ્સ માટે સ્ટ્રકચર્ડ ઓપોર્ચ્યુનીટી ઓફર કરવામાં આવી છે. એસબીઆઈ યુથ ફોર ઈન્ડિયા ફેલોને ૧ર ડાઈવર્સ થેમેટીક એરીયામાં દેશના ૧૩ જેટલા રેવ્યુરેડ એનજીઓ સાથે કામ કરવાની તક મળશે. જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 18, 2024
રણજીતસાગર રોડ પરથી બે બોટલ સાથે બે પકડાયાઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના દરેડ પાસેથી પોલીસે એક શખ્સને દારૂની ચૌદ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે હવાઈચોક નજીકથી તેમજ રણજીતસાગર રોડ પરથી ચાર શખ્સ દારૂની બોટલ સાથે પકડાઈ ગયા છે. જામનગર નજીકના દરેડ ગામ પાસે આવેલા પેટ્રોલપંપ નજીકથી રવિવારે સવારે છએક વાગ્યે જઈ રહેલા પરેશ જીવાભાઇ ગોરડીયા નામના  એફસીઆઇ ગોડાઉન નજીક રહેતા શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા તેના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી પરેશ ગોરડીયાની ધરપકડ કરી લીધી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાંથી શનિવારે રાત્રે પોણા ત્રણેક વાગ્યે પસાર થઈ રહેલા ખીજડા મંદિરવાળી ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જઃ ગાંધીનગર તા. ૧૮ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહિં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં ... વધુ વાંચો »

Mar 18, 2024
ગ્રામજનોમાં આક્રોશઃ આગામી સમયમાં આંદોલનના મંડાણઃ જામનગર તા. ૧૮ઃ જામજોધપુર તાલુકાના વસંતપુર, જામવાળી તથા બાલવા વિસ્તારમાં સૌની યોજના પાણીનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કૃષિમંત્રી, સાંસદને રજુઆતો કરવા છતાં દાદ નહીં  મળતા હવે આંદોલનના મંડાણ થશે તેમ જાણવા મળે છે. જામવાળી, બાલવા, વસંતપરના ગ્રામજનો પ્રતિનિધિઓને સૌની યોજનાનો લાભ નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. રાજ્યના કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્ય વગેરેને રજુઆતો છતા દાદ આપવામાં આવતી નથી. જામવાળીના રાજકીધાર તળાવમાં તથા વસંતપરના તળાવમાં પાણી ઠાલવવામાં આવે તો અનેક લોકોને લાભ મળી શકે. વાનાવડ, શિવા, કાટકોલા, જશાપર, મોટા કાલાવડ, સતાપર, વાંસજાળીયા વગેરે ગામની હજારો એકર જમીનને સિંચાઈનો લાભ મળી રહે. આ તળાવ ... વધુ વાંચો »

Mar 18, 2024
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની અછત ન સર્જાય તે માટે વિવિધકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાણીનો સંચય વધારે થાય અને તળાવોમાં જળસ્તર ઓછું ન થાય તે માટે સુચારૃં આયોજન કરાયું છે. જિલ્લા કલેકટરએ બાકી રહેલા વિકાસ કાર્યોને તાત્કાલિક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમજ સમિતિના સદસ્યોને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભા ચૂંટણી જાહેર થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ યોજી પ્રેસ કોન્ફરન્સ જામનગર તા.  ૧૮ઃ લોકસભાની ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા સંસદીય મતવિસ્તાર માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ૧ર-જામનગર બેઠક અંગે વિગતો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બેઠક માટે ૧૮,૧૩,૯૧૩ મતદારો નોંધાયા છે જેમાં ૯,ર૯,૮૯૬ પુરુષ મતદારો, ૮,૮૩,૯૮૩ મહિલા મતદારો તથા અન્ય ૩૬ નોંધાયા છે. ૧૦૦ વર્ષથી વધુ વયના ર૭૩ મતદારો, ૮પ વર્ષથી વધુ વયના ૧૧,૪૦પ મતદારો જ્યારે ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ર૯,૬૪ર છે. આ વખતની ચૂંટણીમાં કુલ ૧૮૭૯ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભા ચૂંટણી-ર૦ર૪ ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે સભા સરઘસ માટે માંગણી પર પરવાનગીના અધિકારો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી) સભા, સરઘસ નિયમોના નિયમ ૧ અને ૮ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્તારમાં ફકત સરઘસ માટે મામલતદાર-ર, કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા ૧ર - જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ ૮૧-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર ... વધુ વાંચો »

Mar 18, 2024
રોકડ તથા સ્લીપ કબજે કરાઈઃ જામનગર તા. ૧૮ઃ કાલાવડ શહેર તથા નગરમાં પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસે બે શખ્સને વર્લીનું બેટીંગ લેતા પકડી પાડ્યા છે. કાલાવડ શહેરની મુખ્ય બજાર પાસે આવેલા એક મકાનના ઓટલા પર બેસી એક શખ્સ વરલીનું બેટિંગ લેતો હોવાની બાતમી પરથી શનિવારે બપોરે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી પ્રવીણભાઈ મોહનભાઈ અગ્રાવત ઉર્ફે પવલો બાવાજી નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાં રૂ૩૬૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચીઠી કબજે કરી છે. જામનગરના બેડીમાં આવેલા સરકારી દવાખાના પાસે  રહેતો અબ્બાસ હાસમ ગંધા નામનો શખ્સ શનિવારે સાંજે ચાંદી બજાર પાસે આવેલી પોસ્ટ ઓફિસ નજીક જાહેરમાં ઉભો રહી વરલીના આંકડા ... વધુ વાંચો »

Mar 18, 2024
મહાનગરપાલિકામાં 'સહી' કૌભાંડઃ જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગર પાલિકાનો વહીવટ કાયમ ચર્ચામાં રહેતો હોય છે. અધિકારીઓ અને પદાધિકારીઓ નિયમને નેવે મૂકીને કેટલાક નિર્ણય લઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલી ફાઈલોમાં પાંચ દિવસ પહેલાની તારીખમાં સહીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. ગત્ તા. ૧૪ અને ગુરુવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ઉતાવળે બોલાવાઈ હતી. આચારસંહિતાની દહેશતના કારણે આ બેઠકમાં વધુ રૂ ૪પ કરોડથી વધુ રકમના કામોને ધડાધડ મંજુરી દેવામાં આવી હતી, જો કે આ બેઠક માટેનું આગોતરૂ કોઈ ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણી માટે જામનગર તા. ૧૮ઃ લોકસભાની સામાન્ય ચૂંટણી -ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા. ૭-પ-ર૪ ના રોજ મતદાર યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી એન.ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારીપત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ ... વધુ વાંચો »

Mar 18, 2024
ટૂંકા કાર્યકાળમાં બજાવી હતી ઉત્કૃષ્ટ કામગીરીઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની અમદાવાદ બદલી કરવામાં આવી છે. આ અધિકારીએ ટૂંકા કાર્યકાળમાં ઉત્કુષ્ટ કામગીરી બજાવી ગુન્હેગારો પર ધાક જમાવી  હતી. તેઓને એસપી સહિતના અધિકારીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી હતી. જામનગરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એચ.પી. ઝાલાની શનિવારે લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની કરવામાં આવેલી જાહેરાત પહેલાં બદલીનો હુકમ આવતા આ અધિકારીને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જે.એન. ઝાલાના અધ્યક્ષપદે યોજાયેલા સમારંભમાં વિદાય આપવામાં આવી હતી. શનિવારે રાજ્યના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૫૦ પીઆઈની બદલીનો હુકમ નીકળ્યો હતો. જેમાં જામનગરના સિટી-બીના પીઆઈ એચ.પી. ઝાલાને અમદાવાદ મુકવાનો હુકમ આવ્યો છે. આ ... વધુ વાંચો »

Mar 18, 2024
૭૦ કિલો ખીલાસરી કરી લેવાઈ કબજેઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના રાજીવનગર વિસ્તારમાંથી લોખંડની ખીલાસરી ચોરાઈ ગઈ હતી તેની તપાસમાં પોલીસે એક મહિલા સહિત બેને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જામનગરના એરફોર્સ રોડ પર રાજીવનગર ખેતીવાડીની સામે રહેતા એક આસામીએ પોતાના ઘરની બહાર રાખેલી લોખંડની ખીલાસરી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાની સિટી-સી ડિવિઝન પોલીસે પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કર્યા પછી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે અમુક સીસીટીવી કેમેરા ચકાસતા અને સ્ટાફના હોમદેવસિંહ, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે આંબેડકર બ્રિજ નીચે વોચ રાખી ... વધુ વાંચો »

Mar 18, 2024
નશાના કારણે આર્થિક, સામાજિક નુકસાનની માહિતી અપાઈઃ ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયામાં ચિલ્ડ્રન હોમના પ્રાર્થના હોલમાં સખીમંડળની બહેનો અને મહિલા મંડળની બહેનો, માસ્ટર વોલ્યુનીયર સ્પેશ્યલ એડ્યુકેટર ઓ,સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, દિવ્યાંગજનો, બાળ વન સ્ટોપ સખી સેન્ટર, પીબીએસસી, ૧૮૧ના કર્મચારીઓ માટે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન અંતર્ગત નશામુકત ભારત અભિયાન વિષય પર એક દિવસીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના શેરસીયા દ્વારા નશાના ગેરફાયદા, નશાના કારણે થતું આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાને નશામુકત કરવા આહવાન કર્યું હતું, ... વધુ વાંચો »

Mar 18, 2024
અન્ય એક કેસમાં કસુરવારને અઢાર મહિનાની ફટકારાઈ કેદઃ જામનગર તા. ૧૮ઃ જામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવનાર સુરતના સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં આરોપીને નવ મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ થયો છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મૂળ નાની ભગેડી ગામના અને હાલ સુરતમાં વસવાટ કરતા રાજેશ જમનભાઈ રાદડીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી  ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા રાજેશભાઈને નોટીસ અપાઈ હતી. તેમ છતાં લેણું ભરપાઈ ન કરાતા તેની સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ અન્વયે જામનગરની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ જમનભાઈ રાદડીયાને ... વધુ વાંચો »

Mar 18, 2024
ખંભાળીયા તા. ૧૮ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧૧-ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮ર-દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારોને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી, લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમો-૧૯૬૦ ના નિયમ ૧ અને ૭ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અને કફત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી ... વધુ વાંચો »

Mar 18, 2024
રાજકોટ તા. ૧૮ઃ મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક ટ્રેનની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલને ર૯ એપ્રિલ, ર૦ર૪ સુધી તેમજ ટ્રેન નંબર ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સપ્તાહિક સ્પેશિયલને ૩ મેં ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 18, 2024
યોગેશ્વર પાર્કમાંથી બાઈકની ઉઠાંતરીઃ જામનગર તા. ૧૮ઃ જામનગરના યોગેશ્વર પાર્કમાં રહેતા એક આસામીના સાળાનું મોટરસાયકલ શુક્રવારની રાત્રે ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત બ્રુક બોન્ડ મેદાન પાસે ભરાતી શનિવારી બજારમાંથી એક મહિલાનો મોબાઈલ સેરવાઈ ગયો છે. જામનગરના પ્રભાતનગર વિસ્તાર પાસે આવેલા યોગેશ્વર પાર્ક-રમાં રહેતા લખુભાઇ હાલાભાઇ ચાંડપા ઉર્ફે રાજુભાઈ નામના આસામીએ ગઈ તા.૧૫ની રાત્રે પોતાના ઘર પાસે પોતાના સાળા મીઠાપુરના ખેંગારભાઈ હમીરભાઇ રાઠોડનું જીજે-૧૦-બીએમ ૫૧૪ નંબરનું રૂ૩૦ હજારની કિંમતનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું તે વાહન બીજા દિવસની સવાર સુધીમાં ત્યાંથી ચોરાઈ ગયું છે. સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ... વધુ વાંચો »

Mar 18, 2024
સીક્કા તા. ૧૮ઃ દિગ્વિજય સેમિન્ટ કંપની લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી વિભાગોમાંથી મહિલા અધિકારી-કર્મચારીઓની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. કમળ સ્કિલ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થિનીઓ તથા સ્કૂલની શિક્ષિકાઓ અને સ્ટાફની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ૧૦ વિધવા મહિલા બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતાં. કંપનીમાં કામ કરતી તમામ મહિલાઓ તથા આંગણવાડીમાં કામ કરતી બહેનોને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કંપની દ્વારા ચલાવવામાં આવતા વિવિધ તાલીમ વર્ગોની બહેનો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કર્યા હતાં, તેઓને પણ ... વધુ વાંચો »

Mar 18, 2024
રશિયામાં સૌથી વધુ શાસન કરવાનો ૨૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો નવી દિલ્હી તા. ૧૮ઃ ભારતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે, જ્યારે રશિયામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. મીડિયા અહેવાલો મુજબ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ ૮૮ ટકા મતો સાથે શાનદાર જીત નોંધાવી છે. ન્યુઝ એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન ૮૭.૯૭ ટકા મતો સાથે રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન ૧૯૯૯ થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે, બોરિસ યેલતસિને ૧૯૯૯ માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી. ત્યારથી ... વધુ વાંચો »

Mar 18, 2024
લોકસભાની ચૂંટણી જાહેર થતા જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લામાં સરઘસ, સભા યોજવા કે તેમા ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ થાય તે હેતુથી તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૪૪ એ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના આત્મ રક્ષણના તથા પાક રક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના પરવાનાવાળા ... વધુ વાંચો »

Mar 18, 2024
સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડી ખંભાળીયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં આવેલ શ્રી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડી સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શ્રી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી તા. ૧પ-૩-ર૪ ના પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. કામચલાઉ મતદારયાદી સામે દાવા-વાંધા રજુ કરવા માટે છેલ્લી તા. ર૧-૩-ર૪ નક્કી કરવામાં આવી છે. દાવા વાંધાઓના નિકાલની આખરી તા. ૩૧-૩-ર૪ છે. ઉપરાંત આખરી મતદારયાદી તા. પ-૪-ર૪ ના પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુ વાંચો »

Mar 18, 2024
ચૂંટણી જાહેર થતાં જ તંત્ર ધંધે લાગ્યુંઃ દેશમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં રાજકીય ગણાતા પોણાપાંચસો જેટલા જાહેરાતના પોસ્ટર, બેનરો, હોર્ડીંગ્ઝ, લખાણ વગેરે દૂર કરવામાં આવ્યા છે. ગત્ શનિવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, અને તરત જ આચારસંહિતા લાગુ પડી હતી. આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ રાજકીય ગણાતા જાહેરાતના બોર્ડ, હોર્ડીંગ્સ, લખાણો, બેનરો વગેરેને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને ગત્ સાંજ સુધીમાં ૪૭પ બોર્ડ ઉતરાવી લેવાયા હતાં. ઉપરાંત દીવાલોમાં કરાયેલ રાજકીય પક્ષના નિશાનોવાળા ચિત્રામણા પણ દૂર ... વધુ વાંચો »

Mar 18, 2024
દ્વારકા નગરીમાં ફૂલડોલ ઉત્સવનો જબરદસ્ત માહોલઃ દ્વારકા તા. ૧૮ઃ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં વસંત ઋતુના પ્રારંભે શરૂ થતાં ફૂલડોલ ઉત્સવનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ધાર્મિક તથા ભક્તિભાવ સાથે અનેરૂ મહત્ત્વ છે. ફાગણ મહિનાના પ્રારંભે જ દ્વારકાધીશજીને અબીલ ગુલાલની છોળો સાથે ફાગના વસ્ત્રો-મહાભોગ અર્પણ કરવામાં આવે છે. દ્વારકામાં અત્યારથી જ ફૂલડોલ ઉત્સવનો માહોલ સર્જાયો છે. દ્વારકાધીશ મંદિરમાં વહેલી સવારથી જ મંગળા આરતીના ઘંટરાવ સાથે મંદિરના સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર ઉપર ભાવિકોની ભીડ શરૂ થઈ ગઈ હતી. શ્રદ્ધાળુઓની ભીડને કંટ્રોલ કરવા તંત્રે વ્યવસ્થા જાળવી હતી. ત્યારપછી મહાઆરતીમાં ઠાકોરજીને ... વધુ વાંચો »

Mar 18, 2024
જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર પંથકમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અનેક સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો આવેલા છે અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની ઉત્તમ તકો રહેલી છે. રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર બાદ બીજું સૂર્યમંદિર જામનગરમાં આવેલું છે. જે જિલ્લાની વિશેષતા છે. બાલાચડી બીચ અને મરીન નેશનલ પાર્કમાં ઈકો ટુરીઝમ પ્લેસ તરીકે તેને વિકસિત કરવાની ઉજળી તક રહેલી છે. વધુ વાંચો »

Mar 18, 2024
છેલ્લા ચાર દિવસમાં ૬ ડીગ્રીના વધારા સાથે જામનગર તા. ૧૮ઃ જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૬ ડીગ્રી સુધી ઊંચકાઈને ૪પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો છે. જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ તા. ર૪-૩-ર૦ર૪ ના મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું, પરંતુ ત્યારપછી તેમાં અત્યાર સુધીમાં ધીમે ધીમે ૬ ડીગ્રી સુધી વધીને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે ખાસ કરીને ... વધુ વાંચો »

Mar 18, 2024
ચંદ્રકાત કાનાબાર પરિવાર દ્વારા બાણુંગાર પાસે જામનગર તા. ૧૮ઃ જામનગરના બાણુંગારના પાટીયા પાસે કાનાબાર ફાર્મ હાઉસ ગ્રેઈન માર્કેટના અગ્રણી ચંદ્રકાંત આર. કાનાબાર, રમાબેન સી. કાનાબાર પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા જતા પદયાત્રિકો માટે ચા-પાણી-છાસ-લચ્છી-સરબત-નાસ્તો-દવા-માલિશ વિસામાની ભવ્ય વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ થી વધુ પદયાત્રિકોએ લાભ લીધો હતો. આ કેમ્પ માટે કાનાબાર પરિવારના દિનેશભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ, નીખિલભાઈ, સાગરભાઈ, કુ. દિશાબેન, મહિમાબેન, ભારતીબેન, સ્મિતાબેન, દર્શનાબેન તેમજ રાજકોટના જસુબેન દત્તાણી,વીનુભાઈ દત્તાણી, નિકુંજકુમાર દત્તાણી, બંસી દત્તાણી, પ્રિશા દત્તાણી, રમેશભાઈ રૂપારેલ તેમજ મિત્રમંડળે જહેમત ઉઠાવી હતી.   વધુ વાંચો »

Mar 18, 2024
આગામી તા. રપ મી ના સોમવારે દ્વારકા તા. ૧૮ઃ દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. રપ-૩ ને સોમવારે  ૬ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર, બપોરે ર વાગ્યે ઉત્સવ આરતી, ર થી ૩ ઉત્સવ દર્શન, બપોરે ૩ થી સાંજના પ મંદિર બંધ અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર - દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકા) દ્વારા જણાવાયું છે. જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Mar 18, 2024
બોર્ડની પરીક્ષાઓ લેવાઈ રહી છે જામનગર તા. ૧૮ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધો. ૧૦-૧ર ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ધો. ૧૦ માં આજે સવારે વિજ્ઞાન વિષયનું પેપર લેવાયું હતું. જેમાં જામનગરમાં ૧પ૧પ૧ વિદ્યાર્થીઓ હાજર અને ર૭૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Mar 18, 2024
'શોષણ મુકત નારી, સશકત ભારત'ની થીમ ઉપર જામનગર તા. ૧૮ઃ ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર શોષણ મુકત નારી - સશક્ત ભારતની થીમ પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારી કચેરીઓમાં ઉચ્ચ હોદા પર કાર્યરત મહિલા અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત અંજનાબેન ઠુમ્મર, બીનલબેન, પૃથ્વીબેન (સીડીપીઓ) પાયલબેન જગતીયા, આશાબેન ચારણ (કલેકટર કચેરી) તથા આંગણવાડીના સુપરવાઈઝર તરીકે કાર્યતર તમામ સુપરવાઈઝરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય મઝદૂર સંઘના આંણવાડી સંગઠન સાથે જોડાયેલા મેઘનાબેન ચતવાણી, સરસ્વતીબેન જેઠવા, પૂર્ણાબેન દવે, ક્રિષ્નાબેન દવે, ... વધુ વાંચો »

Mar 18, 2024
પહેલી એપ્રિલથી થશે લાગુઃ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણીના નિયમો બદલાયા છે હવે દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. નવા નિયમના અમલ માટે તંત્ર સજજ છે. હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે તેમ જાણવા મળે છે. આગામી તા. ૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પસની ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: નોકરી-ધંધાના કામમાં આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના કામમાં ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: કોર્ટ-કચેરીના કાર્યમાં આપને કોઈને કોઈ રૂકાવટ-આવ્યા કરે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યાં કરે. વિચારોની દ્વિધા-અસમંસતાને લીધે નિર્ણય લેવામાં મુશ્કેલી ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: સામાજિક, વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાણાકીય કાર્યમાં સાવધાની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આડોશ-પાડોશ-સહકાર્યકર વર્ગ, નોકર-ચાકરવર્ગ સાથે વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. શુભ રંગઃ ગ્રે ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની જણાય. ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: આપના કાર્યમાં હરીફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯ : તબિયતની અસ્વસ્થતાને લીધે કામમાં મન લાગે નહીં. નાણાકીય રોકાણ-વ્યવહારના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૯-૦૩-ર૦૨૪, મંગળવાર અને ફાગણ સુદ-૯: યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં મુશ્કેલીનો સામનો કરવો ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે આકસ્મિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહમાં નાણાનો પ્રવાહ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સુખ-સગવડ પાછળ નાણાનો ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ ચૂક્યું છે. આ સમય દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે સમય ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે પ્રવાસ-મુસાફરી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બહારગામ જવાનું ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નવી કાર્યરચનાનું આયોજન કરતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન રોજબરોજના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શુભ-સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભાગ્યનો ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh