યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

 ભગતસિંહનું વ્યક્તિત્વ યુવાનોનું પ્રેરણાસ્ત્રો બની રહેવું જોઈએ

સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો શ્વાસ લેતી આજની યુવા પેઢીને ગુલામીના નિઃશ્વાસની અનુભૂતિ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામના પુણ્ય પાવન ઈતિહાસનું એક પાનું ઉથલાવવાનો સમય પણ એમની પાસે નથી. દેશની આઝાદી માટે હસતાં-હસતાં, ભરયુવાનીમાં ફાંસીના માંચડે ચડી જનાર ક્રાંતિવીરોના નામ એમને યાદ નથી, પણ પૈસા ખાતર ક્રિકેટ રમતા ક્રિકેટવીરોનો સિલસિલાબંધ ઈતિહાસ એમને મોઢે છે. આધુનિક પોપ-ગાયકો અને ફિલ્મી હિરોનો ઈતિહાસ એમને યાદ છે. શહીદ દિન મૂંગો મૂંગો ક્યારે પસાર થઈ જાય છે તે આજની યુવા પેઢીને ખબર નથી.

શહિદ દિન નિમિત્તે વી શહીદ ભગતસિંહને શહીદ થયે આજે ૮૭ વર્ષ થયા, પરંતુ તેઓના વિચારો અને આચરણ આજે પણ યુવાનોને પ્રેરણા આપનાર છે. દેશની આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ હસતાં હસતાં યુવાન વયે ફાંસીનો ગાળિયો પસંદ કર્યો એ દિવસ હતો ર૩ માર્ચ, ૧૯૩૧. માત્ર ર૪ વર્ષનું આયુષ્ય ભોગનાર ભગતસિંહના ઘણાં વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.

કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિનો આધાર ત્યાંની પ્રજાની રાષ્ટ્રભક્તિ કેટલી પ્રબળ છે તેના પર છે. ભગતસિંહમાં બચપનથી જ પ્રબળ દેશદાઝના ગુણો વિકસ્યા હતાં. જલિયાવાલા બાગમાં શહીદ થયેલા ક્રાંતિવીરોના લોહીથી રંગાયેલી માટી ઘેર લાવી, ફૂલો ચડાવી ઘણાં દિવસ સુધી પૂજા કરી. જલિયાવાલા બાગના અત્યાચારના સમાચાર સાંભળી ભગતસિંહ શાળાએથી સીધા જલિયાવાલા બાગ પહોંચી ગયા હતાં.

આજની યુવા પેઢીએ વાચનથી તદ્ન મૂખ ફેરવી લીધું છે. યુવાનોએ વાચનને વિસરાવી દીધુ છે. ભગતસિંહ યુવાનોને વાંચવાની પ્રેરણા આપે છે. ભણવામાં તેજસ્વી ભગતસિંહને વાંચનનો અનહ્દ શોખ હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં અતિ વ્યસ્ત રહેતા હોવા છતાં સમય મળ્યે તેઓ વાંચન કરતા. જેલવાસ દરમિયાન તેઓએ ખૂબ વાંચન કર્યું. ભગતસિંહ ક્રાંતિકારી ન બન્યા હોત તો જરૃર અધ્યાપક બનત.

દેશની આઝાદીની ક્રાંતિકારી ચળવળ માટે ક્રાંતિકારીઓને આર્થિક જરૃરિયાત રહેતી. ભગતસિંહના ક્રાંતિકારી દળની આર્થિક જરૃરિયાત પર ભગતસિંહ નજર રાખતા. દળના સભ્ય ચંદ્રશેખર આર્થિક વહીવટ સંભાળતા. ભગતસિંહની ટીમના સભ્યો પૈસાનો ખૂબ કરસરપૂર્વક ઉપયોગ કરતા. એક પણ પાઈ પોતાની વિલાસિતા માટે વાપરતા નહીં. આજના યુવાનોએ પણ ભગતસિંહની આ કરકસરની ટેવ પાડવા જેવી છે.

ભગતસિંહમાં કોઈપણ પ્રકારના અન્યાય સામે લડવાનો આગવો ગુણ હતો. અન્યાય તેઓ જરા પણ સહન કરી શકતા નહીં. જેલમાં કેદીઓને હલકી ગુણવત્તાનો ખોરાક અપાતા અંગ્રેજો સામે તેઓ જેલમાં અનશન પર બેસી ગયેલ. ૧૧૪ દિવસના ઐતિહાસિક અનશન પછી અંગ્રેજ સરકારે ભગતસિંહની બધી માગણીઓ સ્વીકારી લીધી. ભારતના ઈતિહાસમાં કોઈ ક્રાંતિકારીએ ૧૧૪ દિવસના લાંબા અનશન નથી કર્યા જે ભગતસિંહના નામે છે.

ભગતસિંહ અતિશય દૃઢ મનોબળ ધરાવતા યુવાન હતાં. સ્પષ્ટ વક્તા અને સરળ વ્યવહારના આગ્રહી હતાં. એકવાર નિર્ણય કરી લેતા પછી તેમાં જરાપણ પિછેહઠ કરતા નહીં. ભગતસિંહને ફાંસી આપવાનો દિવસ અને સમય નક્કી થઈ ગયો તે દિવસે વહેલી સવારે જેલરે ભગતસિંહને ધાર્મિક પુસ્તક આપી ગુરુવાણીના પાઠ કરવા કહ્યું. ભગતસિંહે હસતાં હસતાં જેલરને કહ્યું, હવે હું પરમાત્માને યાદ કરીશ તો તે વિચારશે કે આ કેવો કાયર છે? આખી જિંદગી મને યાદ ન કર્યો, પરંતુ મોત સામે આવતા કેવો ડરી ગયો? મેં અત્યાર સુધી જે જીવન વિતાવ્યું છે, એ જ રીતે આ દુનિયામાંથી વિદાય લઈશ. વધુમાં વધુ લોકો મારા પર એ જ આરોપ લગાવશે કે હું નાસ્તિક હતો, એવું તો કોઈ નહીં કહે ને કે હું કાયર અને બેઈમાન હતો! અંત સમયમાં ભગતસિંહ 'ક્રાંતિકારી લેનિન' નામનું પુસ્તક વાંચતા વાંચતા ફાંસીના માંચડે હસતાં હસતાં ચડી ગયા.

ર૩ માર્ચ, ૧૯૩૧ ની સાંજે સાત વાગ્યે સરદાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી.

  • આલેખનઃ હેમત ગોહિલ-જામનગર

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00