દેશનું જ નહીં, સમગ્ર વિશ્વનું સૌથી મોટું કારસ્તાન છે ઈલેક્ટોરલ કૌભાંડ

દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો સનસનીખેજ ધડાકોઃ ખળભળાટ

નવી દિલ્હી તા. ર૮ઃ ઈલેક્ટોરલ બોન્ડ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે, તેવો દાવો કરતા દેશના નાણામંત્રીના પતિ પરાકલા પ્રભાકરે કરતા ખળભળાટ મચી ગયો છે.

કેન્દ્રિય નાણાપ્રધાન સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.' મને લાગે છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત મુદ્દો આજની સરખામણીએ વધુ વેગ પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે બધા ધીમે-ધીમે સમજી રહ્યા છે કે આ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે, આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.

નાણાપ્રધાનના પતિ પરાકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે ર૦૧૪ થી ર૦૧૮ સુધી આંધ્રપ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જ્યારે તેઓ સંચાર સલાહકાર પણ હતાં. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં ર જાન્યુઆરી, ૧૯પ૦ ના જનમેલા પરાકલા પ્રભાકર, વર્ષ ૧૯૯૧ માં લંડ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.

ચૂંટણી બોન્ડ દ્વારા ર૦૧૯ થી ૧,ર૭,૬૯,૦૮,૯૩, ૦૦૦ રૂપિયા દેશના ઉદ્યોગોમાંથી રાજકીય પક્ષો અને વ્યક્તિગત સ્તરે કેટલીક વ્યક્તિઓને દાનમાં આપવામાં આવ્યા હતાં. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો હતો. માહિતી અનુસાર રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ ર૦,૪ર૧ ઈલેક્ટોરલ બોન્ડ રિડિમ કર્યા, જેમાંથી ૧ર,ર૦૭૧ કરોડ રૂપિયાના હતાં.

૬૦,૬૦,પ૧,૧૧,૦૦૦ રૂપિયાની મહત્તમ રકમ ભાજપને ગઈ છે. જે કુલ રકમની લગભગ અડધી છે. પાર્ટીએ રૂ. ૧ કરોડના પ,૮પ૪ બોન્ડ અને રૂ. ૧૦ લાખના ૧,૯૯૪ બોન્ડ રિડિમ કર્યા હતાં. ૧ લાખ અને ૧૦ હજાર રૂપિયા ઉપરાંત તેણે ૧૦૦૦ રૂપિયાના ૩૧ બોન્ડ પણ રિડિમ કર્યા હતાં. બીજા સ્થાને, તૃણમુલ કોંગ્રેસએ રૂ. ૧૬,૦૯,પ૦,૧૪,૦૦૦ ના ૩,ર૭પ ઈલેક્ટોરલ બોન્ડ્સ રિડિમ કર્યા, જેમાં પ્રત્યેક ૧ કરોડના ૧,૪૬૭ બોન્ડ અને રૂ. ૧૦ લાખના ૧,૩૮૪ બોન્ડનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લિકર પોલિસી કાંડના કેસમાં રિમાન્ડ પૂરા થતા અરવિંદ કેજરીવાલ કોર્ટમાં રજૂ

કોર્ટમાં શું ધડાકો કરશે, તેની અટકળો વચ્ચે

નવી દિલ્હી તા. ર૮ઃ લિકર પોલિસી કાંડ કેસમાં રિમાન્ડ પૂરા થતાં અરવિંદ કેજરીવાલને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેઓ આજે કોર્ટમાં શું ધડાકા કરશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હતી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમની પત્ની સુનિતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મોટા ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તે જોવા માટે સૌની નજર રાઉઝ એવન્યુ કોર્ટ પર જ હતી.

આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે તેમની ધરપકડ અને ઈડીની કસ્ટડીના મામલે કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં કોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો છે અને તેની આગામી સુનાવણી ૩ એપ્રિલના નક્કી કરી છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના કારણે સંઘર્ષ વધી ગયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સતત એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આપ નેતાઓ અને કાર્યકરોના વિરોધની અપેક્ષાએ, ૧૦૦૦ થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટ, બીજેપી હેડક્વાર્ટર, એલજી હાઉસ, પીએમ હાઉસ, એચએમ હાઉસ અને બીજેપી અધ્યક્ષના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળ મંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે મુખ્ય પ્રધાન વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો. શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે? અરવિંદજીએ મને કહ્યું કે દારૂ કૌભાંડની તપાસમાં ઈ.ડી.એ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં રપ૦ થી વધુ દરોડા પાડ્યા છે. કોઈપણ દરોડામાં પૈસા મળ્યા નથી. અરવિંદજીએ કહ્યું છે કે તેઓ ર૮ માર્ચે કોર્ટમાં આ વાત જાહેર કરશે. તેઓ આના પુરાવા પણ આપશે. અરવિંદજીએ કહ્યું છે કે મારૂ શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારા બધામાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આ રાજકીય ષડ્યંત્ર છે, જનતા જવાબ દેશેઃ સીએમ કેજરીવાલ

મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવાઈ?

નવી દિલ્હી તા. ર૮ઃ આજે કોર્ટમાં જતી વખતે એક પ્રશ્નના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જેનો જવાબ જનતા દેશે. બીજી તરફ અન્ય એક અરજી અદાલતે ફગાવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અદાલતે કહ્યું છે કે આ બંધારણીય મુદ્દો એલ.જી. જોઈ લેશે. અહેવાલો મુજબ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનિતા કેજરીવાલ, તથા દિલ્હીના મંત્રીઓ મોજુદ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતના બેરોજગાર લોકોમાં મહત્તમ ૮૩ ટકા યુવાનો

શિક્ષિત યુવાનોમાં બેકારીનું પ્રમાણ ચિન્તાજનક સ્તરે

નવી દિલ્હી તા. ર૮ઃ ભારતમાં કુલ બેરોજગારોમાં ૮૩ ટકા યુવાનો હોવાનો આઈએલઓનો અહેવાલ ચર્ચામાં છે. ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ વધીને ૬૬ ટકા જેટલું હતું, જેમાં મોટો વધારો નોંધાયો છે.

આઈએલઓના અહેવાલ મુજબ દેશમાં લગભગ ૮૩ ટકા બેરોજગાર લોકો યુવા વર્ગના છે. વર્ષ ર૦૦૦ ની તુલનામાં ર૦રર માં રોજગાર યુવકોનું પ્રમાણ લગભગ બમણું થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ અહેવાલમાં કરાયો છે.

આઈએલઓ એટલે કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝનેશન અને ઈન્સ્ટિટયુટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર શિક્ષિત યુવાનોમાં બેરોજગારી ચિંતાજનક સ્તરે પહોંચી છે. વર્ષ ર૦૦૦ ના ૩પ.ર ટકાની તુલનામાં ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ ૬પ.૭ ટકા રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર માધ્યમિક શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનારા વિદ્યાર્થીઓનો દર ઘણો ઉંચો છે.

ખાસ કરીને ગરીબ રાજ્યો અને વંચિત વર્ગમાં તેનું પ્રમાણ વધારે છે. અહેવાલ અનુસાર ર૦૦૦ થી ર૦૦૯ ના ગાળામાં યુવાઓની રોજગારીમાં વધારો નોંધાયો હતો. પણ કોવિડ મહામારીના વર્ષોમાં યુવા વર્ગની રોજગારી ઘટી હતી. જો કે, સૂચિત ગાળામાં અનુભવી શિક્ષિત યુવકોને બેરોજગારીના ઉંચા પ્રમાણનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે બેરોજગારી ચૂંટણી માટે મહત્ત્વનો મુદ્દો બની શકે છે.

ર૦૧૯ પછી લોકોના પગારમાં સ્થગિતતા નોંધાઈ છે અથવા ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કાયમી કામદારો અને સ્વરોજગાર ધરાવતા લોકોના વાસ્તવિક વેતનમાં ર૦૧૯ પછી નેગેટિવ ટ્રેન્ડ રહ્યો છે. ર૦રર માં બિનકુશળ કામદારોને મોટા પ્રમાણમાં લઘુતમ કામદારોને મોટા પ્રમાણમાં લઘુતમ નિર્ધારિત વેતન મળ્યુ નથી. રોજગારીના મુદ્દે વિવિધ રાજ્યોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકસભાની ચૂંટણી લડવાનો નિર્મલા સીતારમણનો નનૈયો... કહ્યું કે પૈસા નથી!

બોલો... દેશના નાણામંત્રી પાસે જ ચૂંટણી લડવાના નાણા નથી!

નવી દિલ્હી તા. ર૮ઃ આંધ્ર અને તમિલનાડુમાંથી વિકલ્પ હતો, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો નાણાના અભાવે નનૈયો ભણ્યો હોવાની ચર્ચા છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'જરૂરી ફંડ' નથી. તેમણે કહ્યું કે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું, 'એક અઠવાડિયા કે દસ દિવસ સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો... કદાચ નહીં, મારી પાસે ચૂંટણી લડવા માટે આટલા પૈસા નથી, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. ત્યાં પણ છે. મૂલ્યના વિવિધ ધોરણોનો પ્રશ્ન... શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? શું તમે આના છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું.'

સીતારમણે વધુમાં કહ્યું, 'હું ખૂબ આભારી છું કે, તેઓએ મારી અરજી સ્વીકારી... તેથી જ હું ચૂંટણી લડી રહી નથી.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી? તો તેણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી. તેણે કહ્યું, 'મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડ નથી'.

ઉલ્લેખનિય છે કે, સત્તાધારી ભાજપે ૧૯ એપ્રિલથી શરૂ થનારી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભના અનેક વર્તમાન સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. સીતારમણ કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય છે. નાણામંત્રીએ કહ્યું કે તે અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે. તેણીએ કહ્યું, 'હું પણ મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ- જેમ કે આવતીકાલે હું રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરવા જઈશ. હું પ્રચારના માર્ગ પર રહીશ.'

અહેવાલો મુજબ દેશની તિજોરીનો હિસાબ રાખતા નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે અન્ય કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ઘણી ઓછી સંપત્તિ છે. જ્યારે તેણીએ ચાર વર્ષ પહેલા (ર૦ર૦) તેની સંપત્તિની વિગતો આપી હતી. ત્યારે તે બહાર આવ્યું હતું કે, તે મોદી કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓમાંની એક છે. તે સમયે તેમની પાસે લગભગ ૧.૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેણી તેના પતિ સાથે સંયુક્ત શેર તરીકે રૂ. ૯૯.૩૬ લાખનું ઘર ધરાવે છે. આ સિવાય તેમની પાસે લગભગ ૧૬.૦ર લાખ રૂપિયાની બિનખેતીની જમીન પણ છે. નાણામંત્રી પાસે પોતાના નામે કોઈ કાર નથી. તેમની પાસે બજાજ ચેતક બ્રાન્ડનું જુનું સ્કુટર છે. જેની કિંમત તે સમયે લગભગ રૂ. ર૮,ર૦૦ હતી. તેમની કુલ જંગમ સંપત્તિ ૧૮.૪ લાખ રૂપિયાની આસપાસ છે. જવાબદારીઓ તરીકે, તેની પાસે ૧૯ વર્ષ સુધીની લોન, એક વર્ષનો ઓવરડ્રાફટ અને ૧૦ વર્ષની મોર્ગેજ લોન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શેરબજારમાં ખરીદ અને વેંચાણ માટે આજથી નવી સિસ્ટમ અમલીઃ બે તબક્કામાં થશે લાગુ

વિશ્વમાં આ પ્રકારની સિસ્ટમ અપનાવનાર ભારત બીજો દેશ બન્યોઃ

મુંબઈ તા. ર૮ઃ શેરબજારમાં આજથી શેરોના ખરીદ-વેંચાણ માટે નવી સિસ્ટમ અમલી બની છે, જે બે તબક્કામાં લાગુ થશે, જો કે હાલતુરંત આ નવી સ્કીમ ઓપશનલ છે.

શેરબજારમાં દેશની ખરીદી અને વેંચાણ સંબંધિત નવી સિસ્ટમ આજથી લાગુ થઈ રહી છે. હવેથી તમે અહીં શેર વેંચ્યા અને પૈસા તે જ દિવસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જએ આવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જેમાં આજથી આ સિસ્ટમ લાગુ થશે. માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું છે કે, શેરબજારમાં આ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ટીપ્લસ૦ સેટલમેન્ટ સિસ્ટમ ટ્રેડ્સ માટે બપોરે ૧-૩૦ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. જેમાં સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં પૈસા અને શેરના સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

બીજા તબક્કામાં ઝડપી નિકાલનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. જેમાં ફંડ અને સિક્યોરીટીઝ બન્નેનું ટ્રેડ ટુ ટ્રેડ સેટલમેન્ટ કરવામાં આવશે. આજથી શેરની ખરીદી અને વેંચાણ માટે ચૂકવણીની સિસ્ટમ બદલાઈ રહી છે. બીએસઈ એ આજથી શરૂ થતા પીપ્લસઓ સેટલમેન્ટ સાયકલ માટે રપ શેરોની યાદી બહાર પાડી છે. બીએસઈએ જણાવ્યું હતું કે, સેબીએ આ મહિનાની શરૂઆતમાં વૈકલ્પિક ધોરણે ટીપ્લસ૦ ટ્રેડ સેટલમેન્ટ સાયકલના બીટા વર્ઝન માટે ફેમવર્ક રજૂ કર્યા પછી તેણે આ પગલું ભર્યું છે. ટીપ્લસ૦ સેટલમેન્ટ સાયકલ માટે લાયક શેર્સમાં અંબુજા સિમેન્ટ્સ અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા અને બીપીસીએલ વગેરેનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટીપ્લસ૦ સેટલમેન્ટ સાયકલ એક્સચેન્જો પર વૈકલ્પિક ધોરણે લાઈવ થશે. અત્યારે આ સિસ્ટમ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ટીપ્લસ૧ સેટલમેન્ટ ચાલુ રહેશે. ટીપ્લસ૦ સેટલમેન્ટના બીટા વર્ઝન પછી ઈન્સ્ટન્ટ સેટલમેન્ટને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં સમય લાગશે.

સેબીના જણાવ્યા અનુસાર આવતા વર્ષે માર્ચ સુધીમાં તેનો સંપૂર્ણ અમલ થઈ જશે. સેબીએ ર૧ માર્ચે ટીપ્લસ૦ સેટલમેનટ સિસ્ટમના બીટા વર્ઝન માટે ફેમવર્ક બહાર પાડ્યું હતું. હાલમાં ભારતીય શેરબજાર તમામ શેરો માટે ટીપ્લસ૦ સેટલમેન્ટ ચક્ર પર કામ કરે છે. પતાવટ એ શેરબજારમાં શેર ખરીદનારાના ખાતામાં શેરનું ટ્રાન્સફર અને વેંચનારના ખાતામાં વેંચાયેલી શેરની રકમનું ટ્રાન્સફર છે. ટીપ્લસ૦ સેટલમેન્ટમાં શેરની ખરીદી અને વેંચાણની પતાવટ એ જ દિવસે થશે. ટીપ્લસ૦ પતાવટના પ્રથમ તબક્કામાં સમાન-દિવસની પતાવટ લાગુ કરવામાં આવશે. ત્યારપછી તે જ દિવસે ખરીદનારને શેર ફાળવણી કરવામાં આવશે અને તે જ દિવસે વેંચનારના ખાતામાં નાણા જમા કરવામાં આવશે. હા, ટીપ્લસ૦ શેરોમાં ટ્રેડિંગ સેટલમેન્ટ રજાઓ પર થશે નહીં.

શરૂઆતમાં આ વિકલ્પ રપ શેરોના પસંદગીના સમૂહ અને મર્યાદિત સંખ્યામાં બ્રોકરોને ઉપલબ્ધ હશે, પરંતુ બાદમાં કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં વેપાર કરવા માટે પાત્રતા ધરાવતા તમામ સભ્યો ટીપ્લસ૦ સેટલ સિક્યોરીટીઝમાં વેપાર કરી શકશે. ભારતીય સ્ટોક એક્સચેન્જમાં હાલમાં ટીપ્લસ૧ અનુસરવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઓર્ડર પૂૃણ થયાના ર૪ કલાકની અંદર ખરીદનાર અને વિક્રેતાના ખાતામાં ભંડોળ અને સિક્યોરીટીઝ જમા કરવામાં આવે છે.

જો રોકાણકારો ટ્રેડિંગ દિવસે બપોરે ૧-૩૦ વાગ્યા સુધીમાં શેરનો વેપાર કરે છે, તો તેમનું સેટલમેન્ટ ૪-૩૦ વાગ્યા સુધીમાં થઈ જશે. બીજા તબક્કામાં બપોરે ૩-૩૦ વાગ્યા સુધી કરવામાં આવેલા તમામ વ્યવહારો માટે વૈકલ્પિક તાત્કાલિક વેપાર-બાય-ટ્રેડ સેટલમેન્ટ સુવિકા પ્રદાન કરવામાં આવશે. પતાવટનો પ્રકાર બદલવો શક્ય નથી. એકવાર વેપાર ટીપ્લસ૦ માં થઈ જાય પછી સેટલમેન્ટનો પ્રકાર બદલવો શક્ય બનશે નહીં, કારણ કે ટીપ્લસ૦ અને ટીપ્લસ૧ (વેપાર પ્લસ ૧ દિવસ - ટીપ્લસ ૦ સેટલમેન્ટ નિયમ) સેટલમેન્ટ સિસ્ટમ લાગુ છે. જ્યારે વિશ્વભરના મોટાભાગના શેરબજારોમાં નવી સિસ્ટમ પર સોદા પતાવટ કરવામાં આવે છે. હવે ભારત ટીપ્લસ૦ સીસ્ટમ લાગુ કરનાર બીજો દેશ બનશે. હાલમાં ચીનમાં આ સિસ્ટમ પહેલાથી જ લાગુ છે.

શેર માર્કમાં ટીપ્લસ૦ સેટલમેન્ટ સિસ્ટમ હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી રહી છે. આ માટે બીએસઈ એ રપ કંપનીઓના શેરની યાદી બહાર પાડી છે. અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, બિરલાસોફ્ટ સિપ્લા, સિપ્લા કોફોર્જ, ડિવિસ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી, હાઉસીંગ ફાઈનાન્સ, હાઉસીંગ ફાઈનાન્સ, એલટીઆઈ મીન્ડટ્રી એમઆરએફ નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

આજે શરૂઆતથી જ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. અને છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૯૦૧ અને નિફ્ટીમાં ૨૯૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કાલાવડના સરવાણીયામાં શ્રમિક પર કુહાડીથી હુમલો

શેઢા પાડોશીએ ઉશ્કેરાટમાં આવી ઝીંકી કુહાડીઃ

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં મજૂરીકામ કરતા એક શ્રમિક પર આજે સવારે શેઢા પાડોશીએ કોઈ બાબતે ઉશ્કેરાઈને કુહાડીથી હુમલો કરતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા શ્રમિકને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ, સીઆરપીએફ, લશ્કરી દળ સહિતનું તંત્ર સજ્જ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગઃ

ખંભાળિયા તા. ૨૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત વગેરે ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં આગામી લોકસભા ચંૂટણીના સંદર્ભમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ પોલીસ, સીઆરપીએફ, અર્ધ લશ્કરી દળના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગની કાર્યવાહી શરૂ કરાઈ છે.

ડીવાયએસપી ડો. પ્રજાપતિએ જણાવ્યું છે કે, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી દ્વારા વિલેજ વિઝીટ તથા સંવેદનશીલ મતદાન બુથોની મુલાકાત તેના માટે આયોજન તથા ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે.

તાજેતરમાં હથિયારધારી પોલીસ ટૂકડી સાથે ખંભાળિયા શહેર, ભાણવડ શહેર, દ્વારકા, ઓખા, મીઠાપુર, ભાટીયા, સલાયા, ભાડથર, ઠાકરશેરડી, પરોડીયા ગામ તથા આથમણાબારા સહિતના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી સંદર્ભમાં પરવાના વાળા હથિયારો જમા કરાવવા માટે તમામ પોલીસ મથકોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત દારૂ અંગેની પ્રવૃત્તિઓને પણ ડામી દેવા ચેકીંગ હાથ ધરાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના ગાગવા ગામની કિંમતી જમીનના કેસમાં વારસાઈ નોંધ મંજૂર

વિવાદ અરજી અમાન્ય રાખવામાં આવીઃ

જામનગર તા. ૨૮ઃ જામનગરના ગાગવા ગામમાં આવેલી એક કિંમતી જમીનના તકરારી કેસના અનુસંધાને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની કોર્ટે વારસાઈ નોંધ સામે કરાયેલી વિવાદ અરજી અમાન્ય રાખી વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવા હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના ગાગવા ગામમાં ધીરજલાલ નરશી ગુઢકા વગેરેના સંયુક્ત નામે જમીન નોંધાયેલી છે. જેમાં ઝવેરચંદ રાજપાર નામના ખાતેદારનું અવસાન થતાં તેમના વારસ જસ્મિનાબેન ઝવેરચંદ ગુઢકાએ ઓનલાઈન અરજી કરી પોતાનું નામ દાખલ કરવા રજૂઆત કરી હતી.

અરજી મુજબ ચાર વારસદારના નામ દાખલ કરવા વારસાઈ નોંધ કરાઈ હતી અને તેની નોટીસ બજવવામાં આવી હતી. જેમાં વાંધો લેવાતા મામલતદાર સમક્ષ તકરારી કેસ રજીસ્ટર કરાયો હતો. ભીવંડીમાં રહેતા જીતેન્દ્ર નરશી ગુઢકાએ વાંધો રજૂ કર્યાે હતો. તે કેસ આગળ ચાલ્યો હતો. તે કેસનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જસ્મિનાબેન  તરફથી વકીલે રેકર્ડ આધારીત દલીલો કરતા ઠરાવ થયા પછી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરવામાં આવી હતી.

તે અપીલ ચાલી જતાં પ્રાંત અધિકારીએ વિવાદી જીતેન્દ્ર નરશી ગુઢકાની અરજી અમાન્ય રાખવાનો અને વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવાનો હુકમ કર્યાે છે. જસ્મિનાબેન તરફથી વકીલ હેમલ ચોટાઈ, હિરેન ગુઢકા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખંભાળિયા બાયપાસ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ

કસુરવાર વાહનચાલકો પાસેથી રૂ.૧ લાખનો વસૂલાયો દંડઃ

જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે ગઈકાલે સાંજે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તીરકર, આર.સી. જાડેજાના વડપણ હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફે જામનગરના ૫ોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં કાચમાં કાળી ફિલ્મ લગાવીને જતી ૧૦૦ મોટરના  ચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. રોંગ સાઈડ, પીયુસી, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના કિસ્સાઓમાં સમાધાન શુલ્ક દંડપેટે રૂ.૧૦૦૪૦૦ વસૂલ કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં આરોપીના જામીન મંજૂર

હાઈકોર્ટમાં કરાઈ હતી અરજીઃ

જામનગર તા. ૨૮ઃ ખંભાળિયા પંથકની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં ઝડપાયેલા મધ્યપ્રદેશના શખ્સે જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર રખાઈ છે.

ખંભાળિયા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની પુત્રી બ્યુટીપાર્લરનું કામ શીખવા માટે જતી હતી. તેણીને પિતા લેવા-મૂકવા જતા હતા. તે દરમિયાન ગઈ તા.૧૦ નવેમ્બર ના દિને તે સગીરા બ્યુટીપાર્લર પરથી ગુમ થઈ જતાં તેણીનું અપહરણ થયાની આશંકા સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે તે બનાવની તપાસ હાથ ધરતા મૂળ મધ્યપ્રદેશના ઈંદોર જિલ્લાના વતની કરણ ભગવાનસિંગ રાજપૂતે આ સગીરાનું અપહરણ કર્યાની અને દુષ્કર્મ ગુજાર્યાની વિગતો બહાર આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપી કરણ રાજપૂતે જામીનમુક્ત થવા કરેલી અરજી રદ્દ થતાં હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.

તે અરજી અન્વયે આરોપીના વકીલ મોહસીન ગોરી, તન્મય કારીયાએ કરેલી દલીલો  ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે આરોપીને રૂ.૧૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગોકુલનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૬ બોટલ પકડાઈ

ગુલાબનગર તથા વડપાંચસરામાંથી દસ બોટલ કબજેઃ

જામનગર તા. ૨૮ઃ જામનગરના ગોકુલનગરમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂની ૫૬ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. ગુલાબનગરમાંથી એક શખ્સ સાત બોટલ સાથે મળી આવ્યો છે અને લાલપુરના વડપાંચસરામાંથી ત્રણ બોટલ સાથે એક ઝડપાઈ ગયો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો જથ્થો ૫ડ્યો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હર્ષદ પરમાર, હોમદેવસિંહને મળતા ગઈકાલે પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ વી.બી. બરબસીયાના વડપણ હેઠળ પોલીસ સ્ટાફે ગોકુલ નગરની શેરી નં.૪માં કેયુર ગિરીશભાઈ ડોબરીયા ઉર્ફે કયલાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી અંગ્રેજી દારૂની ૫૬ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે કેયુરની ધરપકડ કરવામાં આવી છે. તેણે અંધાશ્રમ આવાસ પાસે રહેતા બિપીન કારાભાઈ મુછડીયા ઉર્ફે લાકડી પાસેથી બોટલ લીધાની કબૂલાત આપી છે.

જામનગરના ગુલાબનગર પાસે શિવમ્ ચોકમાં ગઈકાલે રાત્રે સિટી-બી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જગદીશ બાબુલાલ પરમાર ઉર્ફે ડેની વાણંદ નામનો શખ્સ પસાર થતાં તેને રોકવામાં આવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી દારૂની સાત બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ડેનીની ધરપકડ કરી છે.

લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામમાં રહેતા રાજદીપસિંહ લગધીરસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે વ્હીસ્કીની ત્રણ બોટલ સાથે પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હરીપરમાં એડવોકેટ પર હુમલાના ગુન્હામાં કલમના ઉમેરાની માગણી

હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયાની રજૂઆતઃ

જામનગર તા. ૨૮ઃ લાલપુરના હરીપરમાં મંગળવારની સાંજે રાજકોટના વકીલ પર બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. તે બાબતની ફરિયાદ લાલપુર પોલીસે નોંધ્યા પછી આ ગુન્હામાં આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માગણી એડવોકેટે ગૃહમંત્રી, એસપીને પાઠવેલી અરજીમાં કરી છે.

લાલ૫ુરના હરીપર ગામમાં વારસાઈની ૧૪ વીઘા જેટલી જમીન ધરાવતા મૂળ હરીપરના અને હાલમાં રાજકોટમાં રહેતા એડવોકેટ અનિલ રવજીભાઈ પણસારાએ હરીપરના જ નારદ કેશવજીભાઈ સંઘાણી તથા મહિપતસિંહ કલુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતાની ખેતીની જમીન અંગે થોડા મહિના પહેલા તેઓએ કોર્ટમાં કેસ કર્યાે હતો.

આ કેસની મંગળવારે લાલપુરની કોર્ટમાં તારીખ હતી તેમાં હાજર થવા અનિલભાઈ તથા તેમના પત્ની લાલપુર આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી પછી તારીખ પડતા આ દંપતી હરીપરમાં પોતાની જમીન પાસે આવ્યા હતા. આ વેળાએ ત્યાં ધસી આવેલા નારદ સંઘાણી તથા મહિપતસિંહે કેસ પાછો ખેંચી લેવાનું કહી ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરોક્ત ફરિયાદ લાલપુર પોલીસે આઈપીસી ૩૨૩, ૧૧૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩પ (૧) હેઠળ નોંધી છે. આ ગુન્હામાં આઈપીસી ૩૦૭ હેઠળ હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધવા એડવોકેટ અનિલ પણસારાએ રાજ્યના ગૃહમંત્રી તેમજ જામનગર એસપી અને લાલપુર પીએસઆઈને અરજી કરી છે.

અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ આ શખ્સો સામે હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે ત્યારે જામીનમુક્ત થઈ આ શખ્સો ફરીથી હુમલો કરી શકે છે. થોડા દિવસ પહેલાં જ જામનગરમાં એક એડવોકેટની હત્યા કરવામાં આવી છે ત્યારે હળવી કલમમાં ધરપકડ પામેલા આરોપીઓ કાયદાને મજાક સમજી આગામી તારીખે જ્યારે એડવોકેટ અનિલ પણસારા ફરીથી કોર્ટમાં આવશે ત્યારે તેમના પર હુમલો થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શંકરટેકરી તથા દરબારગઢ બહાર વર્લીના આંકડા લખતા બે ઝડપાયા

લાલપુરમાંથી વર્લીબાજની ધરપકડઃ

જામનગર તા. ૨૮ઃ જામનગરના શંકરટેકરી તેમજ કાલાવડ નાકા વિસ્તારમાંથી ગઈકાલે વર્લીના આંકડા લખતા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. લાલપુરમાંથી એક વર્લીબાજ પોલીસની ગિરફતમાં આવ્યો હતો.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં વર્લીના આંકડા લખી જુગાર રમાડતા નુરશા અકબરશા શાહમદાર, કાળુશા નુરશા શાહમદાર નામના પિતા-પુત્રને સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ.૨૩૬૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની એક દુકાન પાસે ફૂટપાથ પર ગઈકાલે સાંજે વર્લીનું બેટીંગ લેતાં જાવિદ હારૂન શેખને પકડી પાડવામાં આવ્યો હતો. વર્લીના આંકડા લખેલી સ્લીપ, રૂ.૨૫૭૦ રોકડા ઝબ્બે લેવાયા છે.

લાલપુર શહેરમાં સામા કાંઠે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખી રહેલા કાદર ઉર્ફે બાબો ગફાર ખેરાણી નામનો શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયો હતો. તેના કબજામાંથી રોકડ તથા આંકડા લખેલી સ્લીપ મળી આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દારૂબંધી ભંગના ગુન્હામાં નાસી ગયેલા આરોપીની અટક

પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યોઃ

જામનગર તા. ૨૮ઃ ધ્રોલના દારૂબંધી ભંગના એક ગુન્હામાં નાસતા ફરતા કચ્છના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.

ધ્રોલ ૫ોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં કચ્છના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાન ભાનુભાઈ ડાંગર નામના શખ્સની સંડોવણી ખૂલી હતી.

ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. તેની તપાસમાં જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડ્યો છે. તેનો કબજો ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિજરખી પાસે જૈનમુનિને અજાણ્યા વાહનની ઠોકર

ઈજાગ્રસ્ત મુનિ સારવારમાંઃ

જામનગર તા. ૨૮ઃ જામનગર નજીક વિજરખી ગામ પાસે વિહાર કરી રહેલા એક જૈનમુનિને અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયું છે. ઘવાયેલા જૈનમુનિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર-કાલાવડ માર્ગ પર વિજરખી ગામના પાટીયા પાસેથી વિહાર કરી રહેલા હિતશેખર વિજયજી મ.સા. (ઉ.વ.પપ)ને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારીને પલાયન થઈ ગયંુ છે.

આ અકસ્માતમાં ઈજા પામેલા હિતશેખરજીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલમાં તબીયત ભયમુક્ત જણાવાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મારામારી, ધમકીના કેસમાં ફરાર ઠેબાનો શખ્સ ઝબ્બે

ગયા વર્ષે નોંેંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ર૮ઃ જામનગરના ઠેબા ગામના એક શખ્સ સામે ગયા વર્ષે હુમલો તથા ધમકી આપવા અંગે ગુન્હો નોંધાયા પછી નાસી ગયેલા આ શખ્સને એલસીબીએ જાંબુડા પાટીયા પાસેથી દબોચ્યો છે.

જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હત. તેમાં ઠેબા ગામના ભાવપરાના હેમત લખુભાઈ ગમારા ઉર્ફે ચેતન ભરવાડની સંડોવણી ખૂલી હતી.

ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને એલસીબીના અરજણભાઈ, મયુદ્દીન, વનરાજ મકવાણાએ બાતમીના આધારે પકડી પાડી પંચકોશી-એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માછીમારી બોટમાંથી દરિયામાં ઉથલી પડેલા યુવાનના મોત અંગે કરાઈ ફરિયાદ

જખૌના દરિયામાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૨૮ઃ બેટની એક બોટ માછીમારી માટે દરિયામાં ગયા પછી જખૌના દરિયામાં તે બોટનો કાટમાળ અને ઝાળ મળી આવ્યા હતા. આ બોટનો અન્ય બોટ સાથે અકસ્માત થયાની અને તેના પાંચ માછીમારનું પાક. મરીન એજન્સીએ અપહરણ કર્યાની ફેલાયેલી વાયકા વચ્ચે એક માછીમારનો મૃતદેહ દરિયામાંથી સાંપડ્યો હતો. મૃતકના પિતાએ બોટના ટંડેલ અને માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઓખામંડળના બેટ દ્વારકાની અલ હુસેની નામની માછીમારી બોટ ગઈ તા.૧૫ના દિને દરિયામાં રવાના થઈ હતી. જેમાં બેટના સતાર ઓસમાણ, ઈશા હાસમ, અબ્દુલકરીમ ભોલીમ, ઈજાઝ મુસ્તફા, હુસેન અલાના, શાયર મામદ પાંજરી, મહંમદ તોફીક સુંભણીયા સાથે નીકળ્યા હતા.

આ બોટનો જખૌ પાસે કોઈ રીતે અન્ય બોટ સાથે અકસ્માત થતાં શાયર મામદ પાંજરી (ઉ.વ.૧૯)નું દરિયામાં ઉથલી પડ્યા પછી મૃત્યુ નીપજ્યું હતું. તે ઉપરાંત ઈશા બોલીમ ગુમ થઈ ગયા હતા અને બાકીના પાંચ માછીમારનું પાક. મરીન એજન્સીએ અપહરણ કર્યાની વિગતો બહાર આવી હતી.

તે પછી ગઈકાલે મૃતક શાયર પાંજરીના પિતા મામદ તૈયબ પાંજરીએ બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ બોટના ટંડેલ સતાર ઓસમાણ અંગારીયા તેમજ બોટના માલિક ઈરફાન અલાના પાંજરી સામે રાવ કરી છે. પોલીસે આઈપીસી ૨૮૦, ૩૦૪ (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગોમતી નદી પાર કરીને પંચકૂઈ જતા ૪૦ યાત્રિકો ફસાતા રેસ્કયૂ કરાયા

યાત્રાધામ દ્વારકામાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ

દ્વારકા તા. ર૮ઃ દ્વારકાની ગોમતી નદી પાર કરીને પંચકુઈ ૫ાસે ફસાતા ફાયર વિભાગે રેસ્કયું કામગીરી હાથ ધરી હતી. આ કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠી રહ્યો છે.

દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા ૪૦ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગોમતી નદીમાં આ રીતે યાત્રિકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યા છે, નદીમાં પાણી વધી જતાં સામે કાંઠે પંચકુઈ જઈ રહેલા ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથ ધરાઈ હતી. અવાર-નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતાં હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. સામે પાર જવા માટે સ્થાનિકો ગોમતી નદીમાંથી પસાર થતા હોય તેવા દૃશ્યો અનેકવાર સામે આવ્યા છે.

આજે પણ ૪૦ જેટલા લોકો નદી પાર કરી રહ્યા હતા અને અચાનક પાણીનો પ્રવાહ વધતા તેમાં ફસાયા હતા તો ફાયર વિભાગ દ્વારા તમામનું રેસ્કયૂ કરાયું છે અને સલામત રીતે બહાર કાઢ્યા છે, એક તરફ પોલીસનો બંદોબસ્ત હોય છે તેવું તંત્ર કહી રહ્યું છે, તો જો પોલીસ બંદોબસ્ત હોય તો આ લોકો કઈ રીતે નદીમાં પ્રવેશ્યા તે પણ એક સવાલ છે.

ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતાં. ૩ જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરાઈ હતી. ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતાં જોખમી સવારી કરી હતી. જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો ડૂબી જાય તેવી પણ ભીતિ હતી. ગોમતી ઘાટ પર ફકત નામનો જ પોલીસ બંદોબસ્ત હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ જોખમી સવારીના દૃશ્યો સામે આવ્યા હતાં. અવાર-નવાર જોખમી સવારીના વીડિયો આવતા અનેક સવાલો ઉત્પન્ન થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પોલીસના બોર્ડવાળી મોટરની રોડ પર બિન્દાસ્તગીરી!

પંચેશ્વર ટાવર રોડ પર ભરબપોરે વચ્ચોવચ રાખી દેવાઈઃ

જામનગરના ચોવીસેય કલાક ધમધમતા બેડીનાકાથી પંચેેશ્વર ટાવર વચ્ચેના રોડ પર દિવસમાં બે વખત વાહન ઉપાડી લેવાની ગાડી ફરતી રહે છે. આ રોડ પર આડેધડ પડેલા વાહનોને ઉપાડી લઈ તેના ચાલકો પાસેથી દંડની રકમ વસૂલ કરી વાહન છોડવામાં આવી રહ્યા છે. આવી જ રીતે શહેરમાં અન્ય માર્ગાે પર પણ ટ્રાફિકના પ્રશ્ન સર્જતા વાહનોને ઉપાડવામાં આવે છે પરંતુ આજે બપોરે પંચેશ્વર ટાવર રોડ પર ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે પાર્ક થયેલી જોવા મળી હતી. આ મોટરના ચાલક બિન્દાસ્ત રીતે મોટર રોડ પર રાખીને ચાલ્યા ગયા હતા. આ મોટરમાં આગળ જ પોલીસનું બોર્ડ લગાવેલુ હોય તે મોટર પણ બેફીકર રહી હતી કે મને હવે અહીંથી કોઈ ઉપાડી શકશે નહીં..!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નગરસેવિકાના પતિએ ઈજનેરનો બોચો પકડી મહિને ૧ લાખના હપ્તાની કરી માંગ

ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરવાનું કહ્યા પછી ઉશ્કેરાયોઃ

જામનગર તા. ૨૮ઃ જામનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની ઓફિસમાં મંગળવારે બપોરે ધસી ગયેલા એક નગરસેવિકાના પતિએ ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપવાનું કહી એન્જિનિયરનો બોચો પકડી ગાળો ભાંડ્યા પછી દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તેમ કહી દાટી મારતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ નટવરલાલ જાની (ઉ.વ.પ૦) મંગળવારે બપોરે દોઢેક વાગ્યે પોતાની ચેમ્બરમાં ફરજ પર હતા ત્યારે વોર્ડ નં.૭ના કોંગ્રેસના મહિલા નગરસેવિકા સમજુબેન પારીયાના પતિ દીપુ ઉર્ફે તેજસ વાલજીભાઈ પારીયા ધસી આવ્યા હતા.

નગરસેવિકાના પતિએ હાલમાં મારા પત્ની કોર્પોરેટર છે અને હું પણ પૂર્વ કોર્પોરેટર છું તેમ ઓળખ આપી ભાવેશ જાનીને જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૭ની ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપો તેમ કહી ધમાલ કરી હતી.

ત્યારપછી પૂર્વ નગરસેવક દીપુ પારીયાએ એન્જિનિયરનો બોચો પકડી લઈ ગાળો ભાંડ્યા પછી ધમકી આપતા ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ એક એડવોકેટની હત્યા થઈ છે, તમારી પણ હત્યા કરાવી નાખીશ અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશ તેવી દાટી મારી દીપુ પારીયાએ સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તમે પણ કહેતા ભાવેશ જાનીએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નગરસેવિકાના પતિ અને પૂર્વ નગરસેવક તેજસ ઉર્ફે દીપુ પારીયા સામે પોલીસે આઈપીસી ૩૩૨, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ પ્રકરણ મહાનગર પાલિકાના પટાંગણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધ્રોલ પાસે માલવાહક નાના ટ્રકે ઠોકર મારતા પ્રૌઢને ઈજા

ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા. ૨૮ઃ ધ્રોલ પાસે દસેક દિવસ પહેલાં એક પ્રૌઢને માલવાહક નાના ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલના એસટી ડેપોમાં વર્કશોપમાં કામ કરતા ઘનશ્યામસિંહ કનુભા જાડેજા (ઉ.વ.પપ) ગઈ તા.૧૬ની રાત્રે આઠેક વાગ્યે આશીર્વાદ હોટલ પાસેથી જતા હતા ત્યારે જીજે-૩-બીએક્સ ૩૪૧૦ નંબરના માલવાહક નાના ટ્રકે તેઓને હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં હેમરેજ, ફ્રેક્ચર થવા ઉપરાંત આ પ્રૌઢને મણકામાં પણ ગંભીર ઈજા થઈ છે. તેઓએ માલવાહક વાહનના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાણવડના શિવા ગામ પાસે બાઈક આડે શ્વાન ઉતરતા દવા લેવા જતાં વૃદ્ધનું મૃત્યુ

દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહ અંગે તપાસઃ

જામનગર તા. ૨૮ઃ ભાણવડના શિવા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક શ્વાન બાઈક આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કૃષ્ણગઢ ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ જામનગર દવા લેવા જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થયો હતો. ગઈકાલે દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા (ઉ.વ.૭૩) નામના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ઘરેથી મોટરસાયકલ પર જામનગર દવા લેવા જવા નીકળ્યા હતા.

તેઓ જ્યારે શિવા ગામના પાટિયા પાસે સવારે છએક વાગ્યે પહોંચ્યા ત્યારે અચાનક જ દોડીને એક શ્વાન રોડ પર ઉતરતા તેની સાથે ટકરાઈ પડેલુ બાઈક સ્લીપ થયું હતું. તેના પરથી ફંગોળાયેલા દેવાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ વૃદ્ધનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નવનીતભાઈએ પોલીસને જાણ કરી છે.

દ્વારકા શહેરમાં ગાયત્રી મંદિર પાસેથી ગઈકાલે બપોરે દરિયાકાંઠે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈને આવ્યો હતો. તેનો પોલીસે કબજો સંભાળ્યો છે. મૃતક ત્રીસેક વર્ષની વયના હતા. તેમના જમણા હાથના કાંડા પર અંગ્રેજીમાં ટી તેમજ નાના અક્ષરમાં ટીસી, આઈઓયુ તેમજ ગુજરાતીમાં તુલસી નામ ત્રોફાવેલુ છે. તે ઉપરાંત અંગુઠામાં અંગ્રેજીમાં વીર શબ્દ લખેલો છે. રણજીતભા નાગાજણભા માણેકનું નિવેદન નોંધી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લાલપુરના સેતાલુસમાં ધૂળેટીના દિને કેફી પ્રવાહી પીધા પછી શ્રમિકનું મૃત્યુ

કામ કરતી વેળાએ ભેખડ ધસી પડતાં યુવકનું મોતઃ

જામનગર તા. ૨૮ઃ લાલપુરના સેતાલુસમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતિય શ્રમિકે ધૂળેટીના દિવસે કોઈ કેફી પ્રવાહી પી લીધા પછી સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના ભાવાભી ખીજડિયા ગામમાં કૂવામાં ઉતરી કામ કરતા એક શ્રમિક પર મોત બનીને ભેખડ ધસી પડી હતી. પોલીસે અપમૃત્યુના બંને બનાવની તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના સુરગણપન ગામના વતની સુખલાલ શ્રીરામ પાંડો (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈ તા.૨૫ના દિને કોઈ નશીલો પદાર્થ પી લીધો હતો.

તેની જાણ થતાં સાથે જ ખેતમજૂરી કરતા રાજેન્દ્ર જેઠુભાઈ કોરવાએ આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સુખલાલનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં ગિરવતસિંહ માલુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં આવેલા કૂવામાં ખોદકામ કરવાનું હોવાથી તેઓએ મૂળ રાજસ્થાનના રાજસબંદ જિલ્લાના મજેરા ગામના વતની લાલરામ હજારીરામ ભીલ (ઉ.વ.રર)ને બોલાવ્યા હતા. લાલરામ તથા અન્ય વ્યક્તિઓ ગઈ તા.૧૧ના દિને ખોદકામ માટે આવ્યા હતા.

આ યુવાનો કૂવામાં ઉતરીને કામ કરતા હતા ત્યારે અચાનક જ એક ભેખડ ધસી પડી હતી. તે ભેખડ લાલરામના માથા પર પડતા કૂવામાં પટકાયેલા આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવ્યા પછી લાલરામનું મૃત્યુ થયું છે. પરતારામ ત્રિલોકરામ ભીલે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બેડ ટોલ નાકે અગિયાર વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુન્હામાં પાંચને આજીવન કેદ સજા

વાહન રોકવાની બાબતે બબાલ પછી થઈ હતી હત્યાઃ

જામનગર તા. ૨૮ઃ જામનગરના બેડ ટોલનાકા પર અગિયાર વર્ષ પહેલાં વાહન રોકવાની બાબતે ટોલનાકાના એક કર્મચારીની પાંચ શખ્સે હત્યા નિપજાવી હતી. તેની સાથે રહેલા મૃતકના પિતરાઈ ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ નજીકના ટોલનાકા પર ગઈ તા.૧૩-૭-૧૨ના દિને સવારે બહાદુરસિંહ રાજમલસિંહ જાડેજા ઉર્ફે બચુભા સહિતના વ્યક્તિઓ નોકરી પર હતા. આ વેળાએ મોટરમાં બેડ ગામના હીરા ઉર્ફે ગરવા સાજણ રબારી તેમજ બાઈકમાં મેરામણ સાજણ અને ગગુ સાજણ રબારી, અન્ય મોટરસાયકલમાં બાબુ કરમશી પરમાર, ભારા લાખા રબારી ઉર્ફે ફોગો નામના પાંચ શખ્સ આવ્યા હતા.

આ ટોળકીએ બહાદુર સિંહના ભાઈ સુરૂભા સાથે બોલાચાલી કર્યા પછી ગગુ સાજણે છરીથી સુરૂભાને ઈજા પહોંચાડી હતી. આ વેળાએ તારા ભાઈ બહાદુરસિંહના કહેવાથી અમારા વાહનોને ટોલ નાકા પર રોકવામાં આવે છે, તારા ભાઈને નોકરી મૂકી દેવાનું કહે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારપછી બે દિવસ વિત્યે બહાદુરસિંહ તથા તેમના પિતરાઈ હેમેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા બેડ ગામની સીમમાં હોટલે આવ્યા હતા. જયાં ઉપરોક્ત પાંચેય શખ્સે બંને ભાઈઓને ઘેરી લઈ ધારીયા, ટોમી, તલવાર, છરી, પાઈપથી હુમલો કર્યાે હતો.જેમાં હીરા સાજણે માથામાં ધારીયુ અને ગગુ સાજણે માથામાં ટોમી મારતા તેમજ મેરામણે તલવાર વીંઝતા બહાદુરસિંહને ગંભીર ઈજા થઈ હતી. છોડાવવા વચ્ચે પડેલા હેમેન્દ્રસિંહને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને મોટરમાં જામનગર દવાખાને ખસેડાયા હતા જ્યાં બહાદુરસિંહનું સારવારમાં મૃત્યુ થયું હતું.

આ બાબતની પોલીસમાં હેમેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી હીરા ઉર્ફે ગરવા, ગગુ સાજણ, મેરામણ, ભારા ઉર્ફે ફોગા, બાબુ કરમશીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં મૂળ ફરિયાદીના વકીલ નિર્મળસિંહ બી. સરવૈયા, એચ.બી. પરમાર વગેરે તેમજ સરકાર પક્ષ તરફથી રોકાયેલા પી.પી. દીપકભાઈ ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.કે. બક્ષીએ આરોપીઓને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડીઃ કરી શકે કેસરિયા

ભારતના સૌથી અમીર મહિલા ગણાતા

નવી દિલ્હી તા. ર૮ઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે અને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો છે. તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગી નેતાઓ દ્વારા પક્ષપલ્ટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે.

સાવિત્રી જિંદાલે બુધવારે ટ્વિટર પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરતા જણાવ્યું કે મેં ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.

તેમનું રાજીનામું એવા સમયે આપ્યું છે જ્યારે તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ટોચ પર સાવિત્રી જિંદાલ ૮૪ વર્ષના છે અને જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ મુજબ, ર૮ માર્ચ, ર૦ર૪ના સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ ર૯.૬ બિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં લગભગ ર.૪૭ લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી અમીર મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે, જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં પ૬ મા સ્થાને છે.

ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સના સાવિત્રી જિંદાલે ૧૦ વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ ર૦૦પ માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ સંસ્થાપના ઓપ જિંદાલના મૃત્યુ પછી તેમને હિસાર મત વિસ્તાર ક્ષેત્રથી હરિયાણા વિધાનસભા માટે પસંદગી કરવામાં આવી હતી. તેઓ ર૦૦૯ માં પણ ફરી એકવાર ચૂંટાયા અને ઓકટોબર ર૦૧૩ મા તેમણે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી નિયુકત કરવામાં આવ્યા. વર્ષ ર૦૦૬ માં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું, પરંતુ ર૦૧૪ ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તમિલનાડુના એમડીએમકેના સાંસદ એ. ગણેશમૂર્તિને લોકસભાની ટિકિટ ન મળતા ઝેર પીધુઃ નિધન

વર્ષ ૨૦૧૯માં તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતાઃ

ચેન્નઈ તા. ૨૮ઃ લોકસભામાં ૫ત્તુ કપાતા ઝેર ગટગટાવી જનારા સાંસદનું નિધન થવાથી દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરૂમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધો છે. થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું કહેવાય છે કે, ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ન ફાળવતા તેઓ નારાજ હતા અને આ કારણે જ તેમણે ઝેરી દવા પી લીધી હતી.

ઝેરી દવા ગટગટાવી જવાને કારણે સાંસદ ગણેશમૂર્તિની તબીયત લથડી ગઈ હતી અને તેના પગલે તેમને કોઈમ્બતૂરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરૂવારે સવારે ૫ાંચ વાગ્યે તેમનું અવસાન થયું હતું. બુધવારે સવારે ઉલ્ટીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગણેશમૂર્તિએ તેમના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે, જંતુનાશક દવાનું સેવન કર્યું હતુંં.

અહેવાલ અનુસાર પોલીસે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતા. ત્રણ વખતના સાંસદ રહી ચૂકેલ ગણેશમૂર્તિ એમડીએમકેમાં પ્રમુખપદો પર રહી ચૂક્યા હતા. અહેવાલો અનુસાર ગણેશમૂર્તિને કથિતરૂપે આગામી લોકસભા ચૂંટણીમાં ઈરોડથી ટિકિટ ન આપવામાં આવતા તેઓ નારાજ હતા. ડીએમકેએ ઈરોડમાં તેના નવા ઉમેદવારને ઉતાર્યા હતા અને તિરૂચીની બેઠક એમડીએમકેને આપવાનો નિર્ણય લીધો હતો. તેથી ગણેશ મૂર્તિની ટિકિટ કપાઈ ગઈ હોવાનું કહેવાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે ઉંઝા પોલીસમાં થઈ અરજીઃ રાજપૂતો આગબબૂલા

ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલું નિવેદન જવાબદારઃ

રાજકોટ તા. ર૮ઃ સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં પણ પરસોતમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉંઝા પોલીસમાં પણ અરજી થઈ છે.

સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરસોતમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ઉઝા પોલીસ સ્ટેશનમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે પરસોતમ રૂપાલા સામે કલમ ૧પ૩ મૂજબ કાર્યવાહી કરવામાં આવે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરસોતમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરસોતમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરસોતમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે.

રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતાં, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતાં. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા.

ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ક્ષત્રિય સમાજની વિવિધ ૭૦ સંસ્થાઓ આ બેઠકમાં હાજર છે. તો આગામી સમયની રણનીતિ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાજપ પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ પાછી લઈ લ્યેઃ રાજપૂત સમાજનો રોષ

રૂપાલાએ માંગેલી માફીને અપૂરતી ગણાવી જામનગર રાજપૂત સમાજની આક્રોશ સાથે એક જ માંગણી

જામનગર તા. ર૮: ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે.

જામનગરમાં આજે રાજપૂત સેવા સમાજના સભાખંડમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ઉગ્ર વિરોધ સાથે જય ભવાની ના નારા લગાવવામાં આવ્યા હતાં.

આ તકે રાજપૂત સમાજના આગેવાનોએ યોજેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હાલાર કરણી સેનાના પ્રભારી કાન્તુભા જાડેજાએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા એક શિક્ષક હતા, માથે ધોળા વાળ આવી ગયા છે, પીઢ નેતા છે ત્યારે તેમના મોઢેથી ક્ષત્રિય સમાજનું અપમાન થાય ક્ષત્રિય સમાજની લાગણીને ભયંકર ઠેસ પહોંચે તેવા ઉચ્ચારણો શોભતા નથી.

કાંતુભાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ દ્વારા કોઈપણ સંજોગોમાં સહન નહીં કરાય. પરસોત્તમ રૂપાલાને ભાન નથી કે રાજપૂત સમાજમાં શું છે ? કાન્તુભાએ તો ઉગ્ર શબ્દોમાં તુકારા સાથે સંબોધન કરી જણાવ્યું કે પરસોત્તમ તારા સમાજના પાળીયા તો બતાવ...! અમારા રાજપૂત સમાજે આપેલા પાળીયા-બલિદાનો બોલે છે.

રાજપૂત સમાજના આ ઉગ્ર વિરોધમાં માત્ર રાજપૂત સમાજ નહીં પણ અઢારે વર્ણના લોકોનો સાથ મળી રહ્યો છે. રાજપૂત સમાજ તમામ વર્ગ/જ્ઞાતિ/સમાજને સાથે લઈને પરસોત્તમ રૂપાલા સામે વિરોધ ચાલુ રાખશે. રૂપાલાએ માફી માંગી લીધી તેનાથી સમાજને કોઈ સંતોષ નથી. ભાજપની નેતાગીરી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી લઈ લ્યે તેવી અમારી માંગણી છે.

જો ભાજપની નેતાગીરી રાજપૂત સમાજની લાગણી-માંગણીને ધ્યાને નહીં લ્યે તો તેની અસર માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં પડશે અને ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડશે.

પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન માટે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજના સંમેલનો-મિટિંગો યોજાશે અને લોકશાહી ઢબે મતાધિકારના હથિયારથી ભાજપને રાજપૂત શક્તિનો પરચો દેખાડવામાં આવશે.

આ તકે ઉપસ્થિત ક્ષત્રિય સમાજના લોકોએ જય ભવાનીના નારા સાથે આગેવાનોના વકતવ્યને વધાવી લઈ આક્રોશ વ્યકત કર્યો હતો.

ભાજપના આગેવાન વિરૂદ્ધનો કાર્યક્રમ હોવાથી સ્વાભાવિક૫ણે જ રાજપૂત સમાજના ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ગેરહાજર રહ્યા હતાં. જો કે ઉપસ્થિત આગેવાનોએ એવો સુર વ્યકત કર્યો હતો કે આ સમયે પક્ષાપક્ષીને સાઈડમાં રાખીને કોઈપણ પક્ષના હોય, રાજપૂત સમાજે એકતાની તાકાત બતાવી દેવી જોઈએ.

મારા માટે મારો સમાજ પહેલા, પાર્ટી પછીઃ જયદીપસિંહ ઝાલા

પત્રકારો સમક્ષ ભાજપ શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ અને રાજપૂત સમાજના યુવા આગેવાન જગદીપસિંહ ઝાલાએ રોષ સાથે પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ અંગેના અભદ્ર વાણી વિલાસનો વિરોધ કરી જણાવ્યું હતું કે, મારા માટે મારો રાજપૂત સમાજ અને તેનું ગૌરવ પહેલા છે, રાજકીય પક્ષ પછી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ કાપી નાંખે નહીંતર ભાજપને ચૂંટણીમાં મોટા નુકસાનની તૈયારી રાખવી પડશે.

વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો: 

https://youtu.be/TTt25MdaMoo?si=MDd0cBERshZi3CHj

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં વિતરણ થતા ડહોળા પાણી અંગે ઉઠતી વ્યાપક ફરિયાદો

ફિલ્ટર બરાબર થાય છે ?

જામનગર તા.ર૮ઃ જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ડહોળા પાણીની સમસ્યા ઉભી થતાં લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોરવામાં આવે છે જો કે હજુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર કર્યા પછી પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણાં દિવસોથી ડહોળા પાણી વિતરણ અંગેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. એકાદ-બે સ્થળે લાઈન લીકેજ હોઈ શકે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં લાઈન લીકેજ હોઈ શકે નહીં એનો અર્થ એવો થાય કે પાણી વિતરણમાં જ કોઈ ખામી છે.

શહેરના બેડી, બેડેશ્વર, શરૂ સેકશન, ખોડીયાર કોલોની, ત્રણબત્તી, સહિતના અનેક વિસ્તારોમાંથી ડહોળા પાણીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

હાલમાં વિતરણ થતું પાણી અત્યંત ડહોળું હોવાથી તેને ચોખ્ખુ કર્યા પછી જ પીવાના ઉપયોગમાં લઈ શકાય છે. આ બાબતે જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરને જાણ સાથે ફરિયાદ કરવામાં આવી છે. તેઓ કહે છે કે, હું તપાસ કરાવી લઈશ પરંતુ જો આ કામગીરી ઝડપથી કરવામાં નહીં આવે તો બીમારીનું પ્રમાણ વધી શકે તેવી દહેશત છે. બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ વધ્યુ છે ત્યારે આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સીબીએસઈમાં વર્ષ ૨૦૨૪-૨પથી લાગુ પડશે નવો અભ્યાસક્રમ

ધો.૧૦ માં મુખ્ય પાંચ અને બે વૈકલ્પિક વિષયો રહેશે

નવી દિલ્હી તા. ર૮ઃ નવા શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ થી નવો અભ્યાસક્રમ લાગુ પડશે, તે મુજબ ધો. ૧૦ મા પાંચ મુખ્ય, બે વૈકલ્પિક વિષય, ધો. ૧ર માં સાત વિષયો રહેશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શૈક્ષણીક વર્ષ ર૦ર૪-રપ માટે ધો. ૧૦ અને ૧ર નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ ર૦ર૪-રપ માં ધો. ૧૦ અને ૧રની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને અભ્યાસક્રમ ચેક તેમજ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે તે માટે અભ્યાસક્રમ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ અપાયો છે.

ધો. ૧૦ માં વિદ્યાર્થીઓ માટે પાંચ વિષય મુખ્ય અને બે વિષય વૈકલ્પિક રહેશે. ધો. ૧ર માટે સાત વિષયો ભાષા, હ્યુમનિટી, મેથેમેટિકસ, સાયન્સ, સ્કિલ સબ્જેકટ, જનરલ સ્ટડી, હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશન મુખ્ય વિષય રહેશે. વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સ્કિલ લેવલ વિકસિત  થાય તેમજ વિદ્યાર્થીઓ ર૧ મી સદીની સ્કિલથી પરિચીત થાય તે રીતે અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો છે. ધો. ૧૦ માં ક્રિએટિવ થિંકિંગ, સેલ્ફ અવેરનેસ, લીડરશિપ, ટેકનોલોજી અને મીડિયા જાગૃતિ, મ્યુઝિક, પેઈન્ટિંગ, એનસીસી, કોમ્પ્યુટર જેવા વિષયો પણ સામેલ કરાયા છે. ધો. ૧૦ માં ૪૦ જેટલી ભાષાઓની યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી, થાઈ, તામિલ, હિન્દી, મરાઠી, સિંધી, નેપાલી, રશિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. ધો. ૧ર માં વિદ્યાર્થી ૩૪ ભાષાઓમાંથી પસંદગી કરી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી

એક જ દિવસમાં ર.૯ ડીગ્રી તાપમાન ઘટ્યુંઃ

જામનગર તા. ર૮ઃ જામનગરમાં ગતિમાન બનેલા પવનના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.૯ ડીગ્રી સુધી નીચે સરકીને ૩ર.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.

જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ર.૯ ડીગ્રી નીચે સરકીને ૩ર.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૩ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતાં બપોરે ગરમીમાં પણ ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બેટદ્વારકામાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું લોકાર્પણ

એલઆઈસી દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ

સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.

આ સ્થળ ટાપુ હોવાથી પીવાના શુદ્ધ પાણીની કાયમી તંગી રહે છે. જેથી જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા બેટદ્વારકામાં પાણી શુદ્ધિકરણના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

એલઆઈસીના પશ્ચિમ ક્ષેત્રના વડા ક્ષેત્રિય પ્રબંધક કમલકુમારના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વડા પ્રશાંતકુમાર પ્રસાદે એલઆઈસીના જાહેર હિતના સેવા કાર્યોની માહિતી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૪૮ મા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસની ઉજવણી

પોરબંદર અને ઓખામાં

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંસ્થાના ૪૮ મા આઈસીજી દિવસની ઉજવણી પોરબંદર તથા ઓખામાં વિવિધ કાર્યક્રમો યોજીને કરવામાં આવી હતી. જેમાં યુવા વર્ગને સંલગ્ન કરીને સેમિનાર, ડ્રોઈંગ કોમ્પિટિશન, ઈન્ટર સ્કૂલ ક્વીઝ સ્પર્ધા, વગેરે યોજાયા હતાં. યુવા વર્ગને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી, ક્ષમતા અને સુરક્ષા સંબંધી વ્ય્વસ્થા અંગે જાણકારી આપી યુવા વર્ગમાં રાષ્ટ્રીય ભાવના સાથે આઈસીયુમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં તા. ૦૧-૦ર-ર૦ર૪ ના દિને આ પ્રકારે જ 'આઈસીજી ડે'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં એમઈએસના ચીફ એન્જિનિયર રાજેશ કુલગોડ તથા આઈસીજીના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા જાગૃતિ

જામનગર તા. ૨૮ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર શહેરમાં સ્થિત વૈશાલી નગર ર માં સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિશે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને ૧૮૧ અભયમ હેલ્પલાઈન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ૮૦ જેટલી મહિલાઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સ્ટાફ મિત્રો, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડીસ્ટ્રીકટ કો. ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં ટેરા હર્ટઝ થેરાપી દ્વારા વિનામૂલ્યે સારવાર કેમ્પ સંપન્ન

ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સીલ દ્વારા

જામનગર તા. ૨૮ઃ જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સીલ દ્વારા વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થાના સહયોગથી સૌપ્રથમ વખત આધુનિક 'ટેરા હર્ટઝ' થેરાપી દ્વારા વિનામૂલ્યે સારવાર કેમ્પ પાંચ દિવસ માટે યોજાયો હતો. આ કેમ્પમાં સાંધાના દુઃખાવા, કમરના દુઃખાવા, સ્નાયુના દુઃખાવા, ખાલી ચડી જવી, પેરાલીસીસ, નસ ચડી જવી, થાઈરોઈડ, ડાયાબિટીસ વિગેરે માટે સારવાર આપવામાં આવી હતી.

આ કેમ્પમાં અતિથિવિશેષ તરીકે કસ્તુરબા ધામ પાલીતાણાના મેનેજિંગ ટ્રસ્ટી જેન્તીલાલ સેજપાલ ચંદરીયા અગ્રણી બિલ્ડર રાજેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, હાલારી વિશા ઓશવાળ સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ખેતશીભાઈ હરીયા, ઓશવાળ સમાજના અતિથિ ગૃહના પ્રમુખ મનસુખલાલ કાનજીભાઈ હરિયા, "વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થા" ના વૈભવભાઈ મહેતા, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કિર્તીભાઈ દોઢિયા, કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા, ડો. કિશોરભાઈ બલદાણીયા, ડો. મૂળજીભાઈ સુમરીયા, સિનિયર સિટીઝન કાઉન્સીલના ભાસ્કરભાઈ જોષી, જયેશભાઈ ખીમસુર્યા દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

કેમ્પ "વર્લ્ડ ઓફ વૈભવ" સંસ્થાના વૈભવભાઈ મહેતા, તેજલબેન રાઠોડ, સ્નેહાબેન ભાયાણી, પૂર્વીબેન ધોરવાડીયા, પ્રિયાબેન ભાયાણી, ક્રિષ્નાબેન ભાયાણી, સ્નેહાબેન ભાયાણીએ સેવા આપેલ હતી અને ૧રપ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ડાયરેક્ટર અર્પિતભાઈ ધોળકીયા, ભાસ્કરભાઈ જોષી, જયેશભાઈ ખીમસુર્યાએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર એસટીના હેડ મિકેનિકને વિદાયમાન

જામનગર એસ.ટી.ડેપોના હેડ મિકેનિક જયેન્દ્રસિંહ ગોહીલની ધ્રોલ ડેપોમાં બદલી થતાં ડેપો મેનેજર એન.બી. વસોયાના અધ્યક્ષસ્થાને તેમનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. શીખાબેન પંડ્યા, સંજયભાઈ ડોડીયા, રાજુભાઈ, હરૂભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર જિલ્લાની ૨૬ શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ વિતરણ કાર્યક્રમ

અલિયાબાડાની જવાહર નવોદય વિદ્યાલયમાં

જામનગર તા. ૨૮ઃ જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડામાં ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની ૨૬ સરકારી અને અર્ધ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા.

જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલા સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટ બોલની રમત રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી અધ્યાપક જયંતીલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી પ્રાચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યાે હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિડજા, કેન્દ્રીય વિદ્યાલય-૧, જામનગરના પ્રાચાર્યા અને ગંગાજળા વિદ્યાપીઠ (બી.એડ.) કોલેજના પ્રિન્સીપાલ હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મીઠાપુર રેલવે સ્ટેશન પર યોજાયો સન્માન-સમારોહ

દેશની સરહદ અને સેવા માટે આર્મી મેડિકલ કોર્પ્સમાં ર૦ વર્ષની મા ભોમકાની તેમજ આપણા સૌના રક્ષણ માટે સરહદ પર રાત-દિવસ તૈનાત મીઠાપુર સમસ્ત મુસ્લિમ સમાજના શ્રી સલીમ સલામતભાઈ બ્લોચ નિવૃત્ત થતા વતન પરત ફર્યા છે ત્યારે દ્વારકા માજી ફૌજી પ્રમુખ પત્રામલભા માણેકના અધ્યક્ષસ્થાને અને તમામ ફૌજી ભાઈઓએ મીઠાપુર રેલવે સ્ટેશનમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજ - બ્લોચ પરિવારના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઓખા મંડળના તમામ સમાજના દીકરા, દીકરીઓને એક ફૌજી ભાઈ વતી આહ્વાન છે કે, વધુમાં વધુ આર્મીમાં જોડાવ અને દેશનું નામ રોશન કરો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ

જામનગર તા. ૨૮ ઃ જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ (હાપા) દ્વારા જલારામ મંદિર (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. ર૦ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી આપવામાં આવ્યા હતાં. હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર ભાવેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા, અલ્પાબેન વસોયા, મનોજભાઈ સુરાણીએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાટીયાઃ વેસ્ટ પ્લાસ્ટિકના ઉપયોગ માટે યોજાયો વર્કશોપ

ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા દ્વારકા અને જામનગર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજીત વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ યુઝનો વર્કશોપ સાંદિપની વિદ્યાલય, ભાટીયામાં યોજાયો હતો. જેમાં કલ્યાણપુર તાલુકાના ૧૦ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખંભાળિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

ખંભાળિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન ગુંસાઈજીના રથ સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ગામોની મંડળીઓ જોડાઈ હતી. બહેનો રાસ-ગરબા રમ્યા હતા, બાળકો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. દ્વારાધીશ હવેલી તથા મહાપ્રભુજી બેઠકમાં તિલક દર્શન તથા જલેબી, બડા ભોગના દર્શન યોજાયા હતા. કાનજી અનુ ધર્મશાળામાં નાટકનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અંડર-૧૭ ચેસ સ્પર્ધાના વિજેતાઓ

જામનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસો. દ્વારા સ્વ. પ્રાણજીવન રાઘવજી ભટ્ટ પ્રાયોજિત અંડર-૧૭ ચેસ સ્પર્ધામાં ક્રીશ સૂચક (પ્રથમ), દીપ પટેલ (દ્વિતીય) વિજેતા થયા હતાં. આ ઉપરાંત અંડર-૧૧ સ્પર્ધામાં અયાંશ દોરીચા (પ્રથમ), કુશ દાવડા (દ્વિતીય) વિજેતા થયા હતાં. આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ સેવા આપી હતી. સ્પર્ધાના વિજેતાઓને એસો.ના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ પ્રોત્સાહિત કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખંભાળીયામાં પદયાત્રીઓ માટે ઓર્થોપેડીક સર્જનોની સેવાપ્રવૃત્તિ

દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં

ખંભાળીયા દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં જતા પદયાત્રીઓ માટે ખંભાળીયામાં ઓર્થો સર્જનોની સેવા પ્રશંસનીય રહી હતી. ડો. અમિત નકુમ દ્વારા એમ્બ્યુલન્સ સાથે ટીમ તથા તેમના ક્લિનિક પર પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થા વિનામૂલ્યે રાખી હતી. ડો. નિસર્ગ રાણીંગા દ્વારા તેમની હોસ્પિટલમાં પદયાત્રીઓને પગ તથા અન્ય તકલીફોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આશ્રિત ગરીબ પરિવારોના બાળકોએ નગરના સેલ્ટર હોમમાં જ માણી હોળી-ધૂળેટીની મજા

મહાનગરપાલિકા તંત્રે વ્યવસ્થા કરતા

જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડી-હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમમાં આશ્રિત પરિવારો કે જે પરિવારના નાના બાળકો ધૂળેટીનો આનંદ લઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તેમજ આસી. કમિશનર ભાવેશ જાનીના પ્રયાસોથી મહાનગરપાલિકાના યુસીડી વિભાગના અશોક જોષી સહિતની ટીમ દ્વારા તમામ બાળકોને બન્ને સેલ્ટર હોમમાં હોળી-ધૂળેટી રમવા માટેના કલર સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને નાના બાળકોના જીવનમાં રંગ ભરવાનો વિનમ્ર પ્રયાસ થયો હતો. જેથી ગરીબ બાળકો અને તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. જેઓને માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાણવડના મોટા કાલાવડમાં હોલિકા દહ્નનો કાર્યક્રમ

ભાણવડ તા. ર૮ઃ ભાણવડ તાલુકાના મોટા કાલાવડમાં હોલિકા દહ્નનો કાર્યક્રમ પરંપરાગત રીતે સાથે યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), પૂૃવ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સરપંચ રાજસીભાઈ, જિ.પં. પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, એડવોકેટ વી.એચ. કનારા, દેવશીભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, વજસીભાઈ નંદાણિયા, અરજણભાઈ ગાગલિયા, ઉપસરપંચ મયુરભાઈ ગાગલિયા, પોાભાઈ વારોતરિયા, જેશાભાઈ વારોતરિયા, લખમણભાઈ ભાદરકા, મનહરભાઈ કનારા, પૂર્વ તા.પં. પ્રમુખ જીવાભાઈ કનારા, ગોવાભાઈ કનારા, વગેરેની ઉપસ્થિતિમાં હોળીને પ્રગટાવવામાં આવી હતી.

આ સાથે સમગ્ર ગ્રામજનો માટે યોજાયું હતું. જે માટે સંપૂર્ણ આર્થિક યોગદાન વી.એચ. કનારાએ આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખંભાળીયાઃ ખોડીયાર મંદિરે યોજાયેલા સેવા કેમ્પનો લાભ હજારો પદયાત્રીઓએ મેળવ્યો

ચા-નાસ્તો-ભોજન અને રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓઃ

ખંભાળીયા તા. ર૮ઃ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતાં પદયાત્રીઓ માટે ખંભાળીયામાં વર્ષોથી દાતાઓના સહયોગથી ચાલતા ખોડીયાર માતાજી મંદિર સેવાકેમ્પમાં હજારો યાત્રાળુઓએ લાભ લીધો હતો.

વિશાળ જગ્યામાં મંડપ સાથે ભોજન, નાસ્તો, ચાની સગવડ, નાહવા ધોવાની વ્યવસ્થા સાથે ઉતારો નાઈટહોલ્ટની સગવડ ઉપરાંત અહીં યાત્રીકોને પગચંપી, માલીશ તથા મહિલા સ્વયંસેવકો તથા પુરૂષો માટે પુરૂષ સ્વયંસેવકો તથા જરૂર પડ્યે મેડિકલ સારવાર સાથે રોજ વિવિધ પ્રકારના દેશી ભોજન લોકપ્રિય બન્યા હતાં.

આ કેમ્પમાં સેવા આપવા માટે ખંભાળીયા શહેરમાંથી રોજ ઘણી મહિલાઓ-સ્વયંસેવકો સેવા માટે આવતા હતાં. માલીશ-પગચંપીની સેવા આપવામાં આવતી હતી.

સ્વયંસેવકો દીપુભાઈ સોની, અશોકભાઈ કાનાણી, ભવદીપ રાયચુરા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરો તથા અનેક નામી અનામી સ્વયંસેવકો દ્વારા સતત જહેમતથી આ કેમ્પ સમગ્ર વિસ્તારમાં પ્રશંસનીય બન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાટીયામાં કિશોર ચેરી.ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર કેમ્પઃ રર૧ લાભાર્થી

ભાટીયા તા.૨૮ઃ ભાટીયામાં કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી સરકારી દવાખાનામાં ૧૦૩ મો વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો હતો. જેમાં રર૧ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. ૧૦૪ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા હતાં.

આ કેમ્પમાં ડાડુભાઈ આંબલીયા, સુનિલ સરદાર, જીવણભાઈ પાણખાણીયા, દેવેન લાલ, મણીભાઈ બારાઈ, સાગર ઝાલાએ સેવા આપી હતી. સંચાલન પ્રમુખ કિશોરભાઈ દતાણીએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોલવાની શાળાઓમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

કોલવા તાલુકા શાળા, કોલવા વાડી શાળા ૧ અને ર ના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળકોએ આહિરાણી મહારાસ, વિજુડી, માતૃપિતૃ વંદના, દીકરી વ્હાલનો દરિયો વગેરે કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગામલોકો, આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દ્વારકા જતા પદયાત્રીઓને ફૂડ પેકેટનું વિતરણ

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓને જામનગરના એડવોકેટ હેમલભાઈ ચોટાઈની રાહબરી હેઠળ ખંભાળિયા-ભાટિયા હાઈ-વે પર પાણીની બોટલ તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટમાં ચવાણું, દારિયા, ખારાબી, ચોકલેટ, પીપરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે રઘુવંશી કાર્યકરો તથા એડ. હેમલભાઈ ચોટાઈ મિત્ર મંડળે જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh