ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ઠાર... પણ... આટલેથી અટકવાનું નથી...

આજે ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ચાર જવાનો શહીદ થયા હોવાના અહેવાલો સવારમાં જ આવ્યા. સીઆરપીએફના ૪૦ જવાનોની શહીદીની હજુ તપાસ શરૃ થઈ ત્યાં બીજા ચાર જવાનોની શહીદીના અહેવાલોથી જનાક્રોશ બેવડાયો છે.

જો કે, આજે જે ચાર જવાનો શહીદ થયા છે, તે સેના, પેરામિલ્ટ્રી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન થયા છે, જેમાં પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાઝી સહિત ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ વિશેષ ઓપરેશન કાશ્મીર સ્થિત આતંકીઓના ખાતમા માટે હાથ ધરવામાં આવ્યું છે. પુલવામા હુમલા પછી દેશભરમાં પાકિસ્તાન વિરોધી જનાક્રોશ ભભૂકી રહ્યો છે, ત્યારે આજે પણ ચાર જવાનોની શહીદી પછી હવે પાકિસ્તાન સામે પરિણામલક્ષી કડક કદમ ઊઠાવવાની માંગણી વધુ તિવ્ર બની છે.

બીજી તરફ જૈસ-એ-મોહમ્મદના ટોચના બે કમાન્ડરને ભારતીય સેનાના જાબાંઝ જવાનો તથા પોલીસ-અર્ધલશ્કરી દળોના સંયુક્ત ઓપરેશન દરમિયાન ફૂંકી મારવામાં આવ્યા હોવાના અહેવાલોએ જખમ પર થોડો મલમ જરૃર લગાવ્યો છે. આ એન્કાઉન્ટરમાં પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ કામરાન તથા અબ્દુલ રશીદ ગાઝીને ઠાર કરાયા હોવાના અહેવાલો છે. છેલ્લા અહેવાલો મુજબ આતંકવાદીઓની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડને ઘેરીને રહેંસી નાંખવામાં જવાનોને સફળતા મળી હોવાથી સુરક્ષા બળોની હિંમત વધી છે અને આંશિક રીતે બદલો લઈ લીધો હોવાનો સંતોષ પણ થશે, પરંતુ જનભાવનાઓ એવી છે કે હવે આટલેથી અટકવાનું નથી. જ્યારે સેનાને કોઈપણ કડક કદમ ઊઠાવવાની ખુલ્લી છૂટ મળી ગઈ છે, ત્યારે હવે સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ પરિણામલક્ષી અને પાકિસ્તાનને ધોળા દિવસે તારા દેખાય જાય, જેવું કદમ ઊઠાવવાની જનભાવનાઓ ઉછાળા મારી રહી છે.

બીજી તરફ એનઆઈએની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હુમલાખોરો પાસે સીઆરપીએફની પ્રત્યેક હિલચાલની જાણકારી હતી, તેનો મતલબ એવો થાય કે હુમલાખોરોએ આ કેમ્પની પ્રત્યેક હિલચાલની રેકી કરી હતી, અને સીઆરપીએફની મૂવમેન્ટ અંગે તમામ જાણકારી મેળવી લીધી હતી. એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે હુમલાખોરો પાસે સીઆરપીએફની મૂવમેન્ટનો આખો રોડમેપ પણ હતો. જો એવું જ હોય તો સીઆરપીએફ કે સંલગ્ન સુરક્ષાબળોની વચ્ચે કોઈ ઈન્ફોર્મર (ગદ્દાર) પણ હોવો જોઈએ. આથી તે દિશામાં પણ તપાસ શરૃ થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.

પુલવામા હુમલા પછી જે રીતે વિશ્વના દેશોનું સમર્થન મળી રહ્યું છે, તે જોતા હવે ભારતે પાકિસ્તાન સામે કોઈ નિર્ણાયક અને અંતિમ પગલું ઊઠાવવું જોઈએ, તેવી પ્રબળ જનભાવનાઓ વચ્ચે સરકારે યુદ્ધ જેવી પરિસ્થિતિની સિક્કાની બીજી બાજુનો પણ વિચાર કરીને એક એક કદમ સમજી-વિચારીને ઊઠાવવું  પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00