આનંદીબેન પટેલ યુપીના રાજ્યપાલ

નવી દિલ્હી તા. ર૦ઃ મોદી સરકારના બીજા કાર્યકાળમાં ઘણાં રાજ્યપાલની ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અંતર્ગત મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હવે ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકર અને ત્રીપુરામાં રમેશ બાઈસ રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળશે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે તેઓ મધ્યપ્રદેશના રાજ્યાલ બનશે, જ્યારે બિહારમાં રાજ્યપાલ તરીકેનો ચાર્જ ફાગુ ચૌહાણ સંભાળશે. આ ઉપરાંત આર.એન. રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવાયા છે.

close
Nobat Subscription