ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગર જિલ્લાના તાલુકાઓમાં ૧૬મી જૂને યોજાશે પશુ આરોગ્ય કેમ્પ

જામનગર તા.૧૨ઃ જામનગર જિલ્લાનાન તમામ ખેડૂતોને જાણ કરવામા આવે છે કે, રાજ્યના ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં ખરીફ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને સમજ મળી રહે તે હેતુસર ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન જામનગર જિલ્લામાં તા.૧૬-૦૬-૨૦૧૯ ના ૦૯-૦૦ કલાકથી ૧૮-૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં કરવામાં આવેલ છે. જેમાં જામનગર તાલુકામાં કૃષિ મહોત્સવ એ.પી.એ.સી. હાપા, પશુ આરોગ્ય કેમ્પ ગૌશાળા હાપા ગામમાં કાલાવડ તાલુકામાં કૃષિ મહોત્સવ જે.પી.એસ. સ્કૂલનું મેદાન, રણુજા રોડ, કાલાવડ, પશુ આરોગ્ય કેમ્પ વૃંદાવન ગૌશાળા, સનાળા રોડ, કાલાવડ, ધ્રોલ તાલુકામાં કૃષિ મહોત્સવ એ.પી.એ.સી. ધ્રોલ, પશુ આરોગ્ય કેમ્પ પાંજરાપોળની વાડી, લતીપુર રોડ - ધ્રોલ, જોડિયા તાલુકામાં કૃષિ મહોત્સવ એ.પી.એ.સી. જોડિયા, પશુ આરોગ્ય કેમ્પ ગૌશાળા જોડિયા, લાલપુર તાલુકામાં કૃષિ મહોત્સવ એ.પી.એ.સી. લાલપુર, પશુ આરોગ્ય કેમ્પ ગૌશાળા લાલપુર, જામજોધપુર તાલુકામાં કૃષિ મહોત્સવ એ.પી.એ.સી. જામજોધપુર અને પશુ આરોગ્ય કેમ્પ ગૌશાળા પાંજરાપોળ, પાટણ રોડ, જામજોધપુરમાં કરવામાં આવ્યું છે. આ કૃષિ મહોત્સવ દરમ્યાન મહાનુભાવો, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહી આધુનિક ખેતી પદ્ધતિની માહિતી અને માર્ગદર્શન આપશે. તેમજ આપના મૂંઝવતા પ્રશ્નનોનું નિરાકરણ લાવશે. તો ખેડૂત મિત્રો આપ અને આપના ગામના ખેડૂતો આ અવસરનો લાભ લઈ આપની ખેતીમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવી આપની પ્રગતિની સાથે સાથે આપણા દેશની પ્રગતિમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription