સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમની ગૌમાતા માટે યોગદાન આપવા ગૌભક્તો-દાતાઓને અપીલ

વાંકાનેર તા. ૧૧ઃ વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં  અંધ-અપંગ ગૌ આશ્રમમાં અગિયારસો જેટલી અંધ-અપંગ ગૌ માતાઓ માટે અવિરતપણે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે.

આ સંસ્થામાં આશ્રય લઈ રહેલી ગાયોને લીલા-સૂકા ઘાંસ, ગોળ-ખોળ વગેરે આપવામાં આવે છે. નિષ્ણાત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર આપવામાં આવે છે. આ સંસ્થાને ગાય માતા માટે મળતું દાન ગાયો માટે જ વાપરવાની આદર્શ વિચારધારા ધરાવતા ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ આઠ એકર જગ્યામાં પંદરસોથી વધુ ગાયોનો નિભાવ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તાજેતરમાં જ ૧૪ નવા શેડ, ઘાસ માટે બે ગોડાઉન, ચોખ્ખા પાણીના અવેડાઓ અને આતંરિક પાકા રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગૌશાળા અંગે જ્ઞાન આપવા પ્રદર્શન હોલ, બાલ ક્રિડાંગણ, સિનિયર સિટીઝન પાર્ક, ચબૂતરો, ગૌમાતાનું ભવ્ય મંદિર વગેરેના નિર્માણ માટે ટ્રસ્ટીઓ દાતાઓ-ગૌભક્તોના સહયોગથી મહેનત કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના કામ પ્રગતિમાં છે. આ ગૌ શાળામાં દરરોજ નિભાવ માટે પચ્ચીસ હજાર જેટલો ખર્ચ થાય છે. તેથી દાતાઓનો સહયોગ અત્યંત જરૃરી છે.

વાંકાનેરની આ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતું કાર્ય શરૃ કર્યું છે. અંધ-અપંગ ગાયો ઉપરાંત જુદા જુદા ગામોની ગૌશાળાને મદદરૃપ થવા, ગૌ માતાના નિભાવ માટે મકર સંક્રાંતિના પાવન પર્વના દિવસે મંડપો નાંખવાનો નિર્ણય કર્યો છે. દર વરસની જેમ આ વરસે પણ વિવિધ શહેરો-ગામોમાં દાન સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં જામનગરમાં (૧) બાલા હનુમાન મંદિર સામે, તળાવ પાછળ, (ર) સેન્ટ આન્સ સ્કૂલ સામે, (૩) ૯, પટેલ કોલોનીમાં કિરીટ સ્વીટ એન્ડ નમકીન, (૪) ચાંદીબજાર ચોક, (પ) રણજીતનગર પટેલ સમજ પાસે, (૬) રામેશ્વરનગર સરદાર ભવન પાસે, (૭) ખોડિયાર કોલોની, (૮) ગુરુ દત્તાત્રેય મંદિર  પાસે, (૯) એમ્યુઝમેન્ટ પાર્ક, (૧૦) પટેલ પાર્ક, (૧૧) બેડીગેઈટ, (૧ર) ઉદ્યોગનગર ફેસ-૩ માં દાન સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00