ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિટવેવ બાબતે તકેદારી રાખવા અપીલ

ખંભાળિયા તા. ૧પઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી જે ઓરેન્જ વોર્નિંગના લેવલે પહોંચી છે, જેથી આગામી દિવસોમાં હીટવેવ શરૃ થવાની શક્યતા રહેલી છે. જેથી જિલ્લાની જનતાને હીટવેવ દરમિયાન તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હીટવેવથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શક્ય એટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લૂ લાગવાની સ્થિતિમાં લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી અને નારિયેળનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. દિવસ દરમિયાન, ઠંડક અને છાયામાં રહેવું. ગરમીમાં સફેદ સુતરાઉ ખૂલતા અને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીમાં માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ગરમીમાં બજારમાં મળતો ખૂલ્લો વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં વેંચાતા બરફનો ઉપયોગ ટાળવો. આયુર્વેદની દૃષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. લૂ લાગવાના કિસ્સામાં જો તાત્કાલિક તબીબી સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકેછે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આરોગ્ય કર્મચારીઓ સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મનિષ બંસલની યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લામાં તમામ  કન્સ્ટ્રક્શન સાઈટો તેમજ જાહેર જનતા કે, જેઓ ભો તડકામાં કામ સાથે સંકળાયેલ હોય તેઓને કામના સમયમાં ફેરફાર કરી બપોરે ૧ર થી ૩ ના સમય દરમિયાન બહાર તડકામાં કામ નહીં કરવા કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription