ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૧ઃ જોડીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે તાલુકાનાં ગામડાઓનાં ખેડૂતોએ વિશાળ રેલી કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ચોમાસાની મોસમાં ફક્ત ૧૦૫ મીમી જેટલો વરસાદ થયો હોવાથી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સામે ખેડૂતોએ આંદોલન શરૃ કર્યું હતું. જોડીયા તાલુકાના ૫૦ જેટલા ગામનાં ખેડૂતોએ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોએ એવી માંગ કરી હતી કે, તાલુકાના ડેમને સૌની યોજનાં હેઠળ પાણીથી ભરવાની જરૃર છે. ખેડૂતોને પાક વીમા, પશુધન માટ ઘાસચારો પૂરો પાડવો જોઈએ. આ સહિતની અનેક માંગણીઓ અંગેનું આવેદન પત્ર મામલતદારને પાઠવ્યું હતું.