કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

તારાણા ગામના બઘડાટી પ્રકરણમાં ત્રણ મહિલાઓની ફરીથી ધરપકડ કરવા અરજી

જામનગર તા. ૧૧ઃ જોડિયાના તારાણામાં એક મહિના પૂર્વે થયેલા હુમલામાં ઘવાયેલા યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજતા તે કેસમાં રેગ્યુલર જામીન મેળવનાર ત્રણ મહિલાઓની ધરપકડ કરવા ફરિયાદ પક્ષે અદાલતમાં અરજી કરી છે.

જોડિયાના તારાણા ગામમાં ગઈ તા. ૧.૧ર.ર૦૧૮ ના દિને સાંધા ભલુ, વાસુર ભલુ, હમીર મેપા, આવદાન મેપા પર હિરા ભૂરા, સાંધા માંડણ, રમેશ લખમણ સહિતના ર૩ શખ્સોએ તલવાર વગેરે હથિયારો વડે હુમલો કર્યો હતો. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ર૦ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંના ત્રણ મહિલા આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજુર રાખી હતી.

ત્યારપછી હુમલામાં ઘવાયેલા વાસુર ભલુભાઈ નાટડાનું સારવારમાં મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આઈપીસી કલમ ૩૦ર નો ઉમેરો કર્યો હતો. તે પછી જામીન મુક્ત થયેલા મહિલા આરોપીઓની ધરપકડ ન કરાતા સાંધા ભલુ નાટડાએ સેસન્સ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે જામીન મુક્ત થયેલા આરોપી સામે ભારે ગુન્હાનો ઉમેરો થાય તો તેની ધરપકડ કરવાનો પોલીસને અધિકાર છે. અગાઉ હળવા ગુન્હામાં મળેલા જામીન રદ કરવા જરૃરી નથી. અરજીના સંદર્ભે થયેલી સુનાવણી હાથ ધરાતા બચાવપક્ષે દલીલ કરી હતી કે એક વખત અપાયેલા જામીન રદ કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસ આરોપીની ધરપકડ ન કરી શકે. તેની સામે ફરિયાદ પક્ષે દલીલો રજૂ કરી છે. આ અરજીનો હુકમ આવવાનો બાકી છે તે દરમિયાન ત્રણે મહિલા આરોપીઓએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદી તરફથી વકીલ વી.એચ.કનારા રાોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription