આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જામનગર તાલુકામાં આશા સંમેલન યોજાયુંઃ શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાબહેનોને સન્માન

જામનગર તા. ૧૧ઃ તાલુકા હેલ્થ કચેરી, જામનગર દ્વારા જામનગર તાલુકાનું આશા સંમેલન જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ સોસાયટીમાં યોજવામાં આવ્યું હતું. આ આશા સંમેલનમાં વર્ષ દરમિયાન ખૂબ જ સારી કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત તેમજ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, આરોગ્ય સમિતિ ચેરમેન રેખાબેન ગજેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તી પારિક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.જે. પંડ્યા, તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર તેમજ અગ્રણી પ્રવિણભાઈ માધાણી તેમજ અરવિંદ ગજેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવો દ્વારા દરેક આરોગ્ય સેવાનો લાભ સારી રીતે લઈ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા સારી કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જામનગર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વી.પી. જાડેજા દ્વારા જામનગર તાલુકાના શ્રેષ્ઠ બે આશા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસરના માર્ગદર્શનથી આશા બહેનો દ્વારા આરોગ્ય વિષયક સંદેશારૃપ નાટકો, અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા  હેલ્થ ઓફિસર ડો. આર.બી. ગુપ્તા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00