રેંકડીથી રિક્ષા દૂર રાખવાનું કહેતા હુમલો

જામનગર તા. ૧૩ઃ જામનગરના ગોકુલનગરમાં રેંકડીથી રિક્ષા દૂર રાખવાના પ્રશ્ને રેંકડીધારકને રિક્ષાચાલકે લમધારી નાખી રેંકડી ઉંધી નાખી દીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગોકુલનગરમાં રહેતા ગૌતમભાઈ કરશનભાઈ રાઠોડ નામના સતવારા યુવાન ગઈકાલે સાંજે રડાર રોડ પર પોતાની શાકભાજીની રેંકડી રાખી ધંધો કરતા હતાં ત્યારે જીજે-૧૦-ટીડબલ્યુ-૨૩૩૫ નંબરની રિક્ષા બાજુમાં રાખી તેનો ચાલક ઉભો રહ્યો હતો.

આ વેળાએ ગૌતમભાઈએ રિક્ષા થોડી દૂર રાખવાનું કહેતા રિક્ષાચાલકે ગાળો ભાંડી ગૌતમને માર માર્યો હતો અને તેઓની શાકભાજીની રેંકડી ઉંધી નાખી દઈ વજનકાંટો તોડી નાખ્યો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription