સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

બાલ સંગત: હરિફાઈ

બે મિત્રો હતાં, જયેશ અને ભાવેશ. નાનપણથી બન્ને સાથેને સાથે જ. બન્નેના શોખ-આદત-યાદશક્તિ બધું જ સરખું. મોટા થયા પછી બન્નેએ ધંધો પણ સરખો જ કર્યો. શહેરની માર્કેટમાં બન્નેએ કપડાની દુકાન કરી. બન્નેનો સરખો ધંધો હોવાથી બન્ને વચ્ચે હરિફાઈ પણ રહેતી, પરંતુ બન્નેની દોસ્તી પાક્કી હતી. ધંધાના સમયે એકબીજાની હરિફાઈ કરતા, પણ પાછા દુકાન બંધ થાય એટલે દોસ્ત બનીને મળતા. ધંધામાં દોસ્તી વચ્ચે ન આવતી અને દોસ્તીમાં ધંધો વચ્ચે ન આવતો.

એક દિવસ સવારે ભાવેશે દુકાન ખોલી, જયેશની દુકાન બંધ હતી. થોડીવારમાં ગ્રાહકો આવ્યા. ભાવેશના ગ્રાહકો તો તેની દુકાને આવ્યા જ... પણ જયેશની દુકાન બંધ હોવાથી તેના ગ્રાહકો પણ ભાવેશની દુકાને આવ્યા. આખા દિવસમાં ભાવેશને બમણી કમાણી થઈ. તેણે માણસ મોકલીને તપાસ કરાવી તો ખબર પડી કે જયેશ બીમાર છે એટલે દુકાન બંધ રાખી હતી. આખા દિવસમાં બમણા ગ્રાહકોથી ભાવેશ થાકી ગયો અને જયેશના ઘરે ન જઈ શક્યો.

આમને આમ દસ દિવસ નીકળી ગયા. ભાવેશની દુકાન ધમધોકાર ચાલતી હતી. રોજરોજ તેને બમણા ગ્રાહકો આવતા હતાં. જયેશ હજી બીમાર હતો. તેણે દસ દિવસથી દુકાન ખોલી ન હતી. દસ દિવસમાં ભાવેશને ઘણો નફો થયો.

અગિયારમા દિવસે ભાવેશ જયેશના ઘરે ગયો. તેની ખબર પૂછી, થોડી વાતો કરી અને પછી રૃપિયાનો ઢગલો તેની સામે કર્યો. જયેશે પૂછ્યું, 'આ શેના રૃપિયા છે...?'.

ભાવેશે કહ્યું, 'દોસ્ત, તારી દુકાન બંધ હોવાથી મારે બમણા ગ્રાહક આવ્યા, મારે ઘણો નફો થયો, પણ એ નફા  પર તારો અધિકાર છે. એટલે એ વધારાનો નફો હું તને આપવા આવ્યો છું. આ દોસ્તીની ભેટ સ્વીકારી લે, હરિફાઈ તેની જગ્યાએ... પણ દોસ્તી તો પાક્કી છે ને... ઝડપથી સાજો થઈને દુકાન આવી જા... તારા વગર મજા નથી આવતી.'

મિત્રની મિત્રતા જોઈને જયેશની આંખમાં પાણી આવી ગયું. તે ભાવેશને ભેટી પડ્યો.

બોધઃ ધંધામાં ગમે તેટલી હરિફાઈ હોય પણ મિત્રતાની સુવાસ ઘટવી ન જોઈએ...

બાલ સંગત: હરિફાઈ

હાસ્યની તડાફડી

- એક બાપા બીડી પીતા હતાં...

છગનઃ 'તમારી બીડીમાંથી ધૂમાડા કેમ નથી નીકળતા...?'

બાપાઃ 'તે ના નીકળે, આ તો સીએનજી બીડી છે.'

શિક્ષકઃ 'ધારો કે તમારા પેન્ટના ડાબા ખિસ્સામાંથી હજાર રૃપિયા નીકળે અને જમણા ખિસ્સામાંથી પંદરસો રૃપિયા નીકળે તો તમે શું વિચારશો...?

વિદ્યાર્થીઃ 'આ પેન્ટ કોનું છે...?'

ચંદુઃ 'ડોક્ટર સાહેબ જ્યારે હું સૂઈ જાવ છું ત્યારે મારા સપનામા વાંદરા ક્રિકેટ રમે છે.'

ડોક્ટરઃ 'આ દવા સૂતા પહેલા લેજો... સપના નહીં આવે.'

ચંદુઃ 'કાલથી ખાઈશ... આજે ફાઈનલ મેચ છે.'

- એક દિવસ એક ભિખારી બે વાટકા લઈને બેઠો હતો. મગને એક વાટકામાં સિક્કો મૂક્યો, પછી ભિખારીને પૂછ્યું... 'આ બીજો વાટકો કોના માટે છે...?'

ભીખારીઃ 'આ મારી કંપનીની બીજી બ્રાંચ છે.'

એક ગણિતના શિક્ષક એક ડબ્બામાંથી રોટલી લઈ બીજા ડબ્બામાં ડૂબાડીને ખાતા હતાં, પણ બીજો ડબ્બો ખાલી હતો, કોઈએ પૂછ્યું, 'આ ડબ્બો ખાલી છે, તમે તેમાં રોટલી શું કામ બોળો છે...?'

શિક્ષકઃ હું ગણિતની શિક્ષક છું તેમાં દાળ છે તેમ ધારૃં છું.

બાલ સંગત: દુનિયાનું અજબ ગજબ - રેઈનબો બ્રિજ

રેઈનબો એટલે ચોમાસાની ઋતુમાં આકાશમાં દેખાતો સાત રંગનો પટ્ટો. રેઈનબો અદ્ભુત આકર્ષક હોય છે. પ૦ રેઈનબો એટલે મેઘ ધનુષ... જે આકાશમાં જોવા મળે છે, પણ રેઈનબો બ્રિજ વિશે સાંભળ્યું છે....?

દરિયા કિનારાની જમીન અને ખડકોમાં દરિયાના પાણી, મોજાં અને પવનને કારણે ઘસારો થાય છે. વર્ષો સુધી આ રીતે ઘસારો થતા ખડકોમાં વિવિધ આકાર ઉત્પન્ન થાય છે. અમેરિકાના ઉરાહમાં આવેલો રેઈનબો બ્રિજ આવા ખડકનો બનેલો છે. જે અદ્ભુત કુદરતી અજાયબી છે.

કોઈ ખડકને નદીએ વચ્ચેથી કોતરી નાખ્યો હોય તેવો આ પૂલ જેવો ખડક ૭૦ મીટર ઊંચો છે. આજે તેની નીચે નદી નથી પણ જમીન પર પૂલની જેમ ઊભો છે. નવાઈની વાત એ છે કે આ પૂલ આયર્ન ઓક્સાઈડ અને કેલ્શિયમ કાર્બોનેટના ખડકોનો બનેલો છે. આ ખડકો બપોરના તડકામાં જાંબલી રંગના દેખાય છે. જેમ જેમ તડકો ઓછો થતો જાય તેમ તેમ લાલ રંગના દેખાવ છે. અને રાત્રે કથ્થાઈ રંગના થઈ જાય છે. પૂનમની ચાંદનીમાં આ ખડક સફેદ થઈ જાય છે.આમ તે રંગ બદલતો હોવાથી તેને રેઈનબો બ્રિજ એટલે કે મેઘ ધનુષી પૂલ નામ અપાયું છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00