મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

મકાન, દીવાલો, જાહેર માર્ગ પર ચૂંટણીના પ્રચારાત્મક સૂત્રો તેમજ ચિત્રો પર પ્રતિબંધ

જામનગર તા. ૧૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ ના સંદર્ભે ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકીય પક્ષો અનેક ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચારસંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસ ચોંટાડવા, સૂત્રો વિગેરે લખવા માટે મકાન માલિકની પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દીવાલ વિગેરેનો ઉપયોગ કરવા દેશે નહીં અને જાહેર મિલકત ઉપર આવુ કૃત્ય કરશે નહિ તેવી નીતિ નક્કી કરવામાં આવેલ છે. આ આચારસંહિતાના પાલન માટે ઉક્ત નિર્દિષ્ટ કાર્યો કરવા પર જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ અન્વયે કેન્દ્ર અને રાજય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડ દીવાલ સહિત) વીજળી અને ટેલફોનના થાંભલાઓ ઉપર ચૂંટણ પ્રચારના ઈરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિન્હો, આકૃતિઓ સહિત કોઈપણ સાહિત્યનું લખાણ અથવા ટેલિફોનના થાંભલાના આધારે અથવા અન્ય કોઈપણ મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઈ બેનર, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ તેમજ કમાનો પણ ઉભી કરવી નહી, ચૂંટણી પ્રચાર સંબંધિત કોઈપણ પોસ્ટર, લખાણ, ચિન્હ, મકાન માલિક, કબજેદારની પૂર્વ મંજૂરી સિવાય ચોંટાડવું, ચિતરવુ અથવા પ્રદર્શિત કરવું નહિં.

આ જાહેરનામાના કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૧૩પ (૧) મુજબ ઓછામાં ઓછા ૪ માસ અને વધુમાં વધુ ૧ વર્ષની સજા અને દંડને પાત્ર પણ થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription