જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા ભાષણો, ચાળા પાડવા કે તેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ

જામનગર તા. ૧૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત આ ચૂંટણી દરમ્યાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૃરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કોઈ વિક્ષેપો ઉભા ન થાય તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા માટે કેન્દ્રીય ચૂંટણીપંચ આયોગે બંધારણની કલમ ૩૨૪ મુજબ બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓની અમલવારી માટે જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)(છ) તળે મળેલ સત્તાની રૃએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

જેમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના નિર્વાચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૃચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા તેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00