કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

નર્મદા પાઇપ લાઇન દ્વારા આવતા પાણીની ચોરી તથા દુરઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો

જામનગર તા. ૧૧ઃ ચાલુ વર્ષે જિલ્લામાં અમુક વિસ્તારમાં પીવાના પાણીના સંગ્રહ માટે ૫ર્યાપ્ત વરસાદ  થયેલ નહિ હોવાના કારણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જરૃરિયાતને અનુલક્ષીને નર્મદા ડેમનું પાણી પાઇપલાઇન મારફત જામનગર જિલ્લાને આપવાનું આયોજન થયેલ છે. નર્મદા નદીનું આ પાણી કેનાલ એન.સી.-૮ હરીપરથી જામનગર, એન.સી.-૧૮ જામનગરથી મોટી ખાવડી, એન.સી.-૨૦ હડાળાથી પાંચદેવડા તથા એન.સી.-૨૧ નાના પાંચદેવડાથી ગોવાણા પાઇપલાઇન મારફત જામનગર જિલ્લામાં આવેલ પાઇપલાઇન મારફત જામનગર જિલ્લાના શહેરો તથા ગામોને પાણી પૂરૃં પાડવામાં આવે છે.

સદરહું યોજના દ્વારા અપાતા પાણીનું યોગ્ય વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન તથા આનુસાંગિક ઘટકો સંપ, પંપ હાઉસ, એર વાલ્વ, સ્ક્રાવર વાલ્વને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુરઉપયોગ અટકાવી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં જે વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પાઇપલાઇન મારફત પસાર થાય છે તે વિસ્તારમાં પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યક્તિ પંપ દ્વારા, ટેન્કર દ્વારા અગર બીજા કોઇ સાધનો દ્વારા પાણી ભરવા, ભરાવવા, લઇ જવા કે સિંચાઇ માટે ખેંચવા, અન્ય રીતે ઉપયોગમાં લેવા, પ ાણીની પાઇપલાન સાથે કોઇ વ્યક્તિએ ચેડા કરવા, પાઇપલાઇનની તોડફોડ કરવા, પાઇપલાઇનો પરથી જમીનમાં ખાડો કરવા, પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યક્તિએ પાણી લઇ જવા, પાઇપલાઇનોમાંથી સીધી રીતે પંપીગ કરી પાણી મેળવવા, મોટર કે મશીન પંપ મૂકી પાણે ખેંચવા તથા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ તેવું કૃત્ય કરવા પર તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના ૨૪-૦૦ કલાક સુધી જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

નર્મદા પાણીની પાઇપલાઇનના જાહેરનામામાંથી ઉપરોકત યોજનામાંથી જે શહેર / ગામોને પીવાના પાણીની મુશ્કેલી કે અન્ય કારણે ટેન્કર અગર અન્ય સાધનો દ્વારા સરકારશ્રી / કલેકટરશ્રી કે કાર્યપાલક ઇજનેરશ્રી (સિંચાઇ વિભાગ) જામનગર કે સક્ષમ સત્તાધિકારી મંજુરી અપાયેલ હોય તેવા શખ્સો, જાહેર સેવકો અને ટેન્કરો કે વાહનોને આ હુકમ લાગું પડશે નહિં. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ શિક્ષાને પાત્ર થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription