જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેલાડીઓ માટે યોજાઈ 'બેટરી ટેસ્ટ'

ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાના ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટ યોજાઈ હતી. જેમાં ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દેવભૂમિ જિલ્લા રમતગમત કોચ હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં દર વર્ષે અંડર-૯ તથા અંડર-૧૧ એમ બે વયજુથના ખેલાડીઓ કે જેઓ નાની ઉંમરથી જ રમતગમતમાં રસ ધરાવતા હોય તો આ ટેસ્ટમાં તેમનું કૌશલ્ય સારી રીતે બતાવે તે માટે ટેસ્ટ જિલ્લા કક્ષાએ લેવામાં આવે છે. જેમાં બ્રોડજંપ, ૩૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, શટલ રન, ફોરવર્ડ બેન્ડ એન્ડ થ્રીલ જેવી આઠ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિ.શિ. એસ.જે.ડુમરાળિયા તથા જિલ્લા કોચ હિતેશભાઈ પ્રજાપતિ તથા રમતગમત કચેરીના પ્રાંત અધિકારી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા રાજ્યમાં જશે અને ત્યાંથી પસંદગી પામેલા સ્પર્ધકોને રહેવા જમવાની સુવિધા સાથે અભ્યાસની સુવિધાવાળી શાળામાં સરકાર તરફથી ઉચ્ચ અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription