ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ભાદરા પાટિયા પાસે પોલીસ પાર્ટી પર હુમલાના ગુન્હામાં નવ પાટીદાર કાર્યકર્તાનો છૂટકારો

જામનગર તા.૬ ઃ જોડિયાના ભાદરા પાટિયા પાસે ત્રણ વર્ષ પહેલા 'પાસ' કન્વીનરની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતનો વિરોધ કરવા એકઠા થયેલા ટોળાએ પોલીસ કાફલા પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી તે કેસમાં અદાલતે નવ પાટીદાર કાર્યકર્તાનો છૂટકારો ફરમાવ્યો છે.

રાજ્યમાં વર્ષ ૨૦૧૫માં શરૃ કરાયેલા પાટીદાર અનામત આંદોલન અંતર્ગત રાજ્યની પાસ સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કર્યા પછી ગઈ તા.૧૮-૧૦-૨૦૧૫ની રાત્રે જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટિયા પાસે જોડિયાના કેટલાક પાટીદારો એકત્ર થઈ દેખાવો કરતા હતા તે દરમ્યાન બંદોબસ્ત માટે દોડી આવેલા જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફની ફરજમાં કેટલાક શખ્સોએ રૃકાવટ કરી હતી.

તે દરમ્યાન જોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારી હિતેશ ડી. સંતોકી વગેરે પર ટોળાએ પથ્થરોના ઘા કરી, ગાળો ભાંડી સરકારી વાહનને રૃા.દસેક હજારનું નુકસાન પહોંચાડતા પોલીસકર્મી હિતેશ સંતોકીએ જોડિયાના પ્રવિણ પોપટભાઈ પેઢડિયા, વિપુલ ભીખુભાઈ ભડેરી, ચંદુલાલ પ્રાગજી, મનોજ કરમણ વગેરે સામે આઈપીસી ૩૦૭, ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૩૫૩, ૧૮૬ તેમજ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના અધિનિયમની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બન્ને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી પ્રવિણભાઈ પેઢડિયા સહિતના નવ પાટીદાર કાર્યકર્તાઓનો છૂટકારો ફરમાવ્યો છે તેમના તરફથી વકીલ નાથાલાલ ઘાડિયા, હિતેન અજુડિયા, પરેશ સભાયા, હસમુખ મોલિયા, અર્પિત  રૃપાપરા, રાકેશ સભાયા, વિપુલ જાની, હિરેન સોનગરા રોકાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00