શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ભાણવડઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણતાના આરે

ભાણવડ તા. ૧૨ઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાણવડ તાલુકામાં આ કામગીરી હવે પૂર્ણતાના આરે છે. ભાણવડ તાલુકામાં ૪૦૦૧ ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે પૈકી ગઈકાલ સુધીમાં પોણા ત્રણ લાખ ગુણી મગફળીની ખરીદી થઈ છે અને તેમાંથી ૨૩૫૦ ખેડૂતોના ખાતામાં તેમની મગફળીના પેમેન્ટ જમા થઈ ગયા છે. તા. ૧૧-૨-૧૯ના દિવસ સુધીમાં ૩૮૦૦ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે. ગોડાઉન મેનેજર ડી.એન. શેખાણીના જણાવ્યા પ્રમાણે ભાણવડ કેન્દ્ર પર દ્વારકા તાલુકાના ૩૩ ગામોના ૯૨૦ ખેડૂતોને પણ ટ્રાન્સફર કરાયા હતાં. જેમાંથી ૭૨૫ ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription