પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ભાણવડના કલ્યાણપરમાં જાનમાં કરાયેલો ભડાકો મહિલા માટે મોતનું કારણ બન્યો

જામનગર તા.૧૨ ઃ ભાણવડના કલ્યાણપરમાં ગઈકાલે એક જાન પરણીને પરત ફરતી હતી ત્યારે તેને નિહાળવા માટે ઉભેલા એક મહિલાને દાંડિયારાસ જોતી વખતે અતિ ઉત્સાહમાં આવેલા એક શખ્સે બંદૂકમાંથી કરેલા ભડાકામાંથી વછૂટેલા છરા વાગી જતાં તે મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. શુભ પ્રસંગે આવો બનાવ બનતા અરેરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે ભડાકો કરનાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા ભૂપતભાઈ તખુભાઈ ગોજિયાના પુત્રની જાન ગઈકાલે ફેરા પૂર્ણ કર્યા પછી પરત ગામમાં આવી રહી હતી ત્યારે તેમાં વાગતા વાજા તેમજ જાનૈયાઓને નિહાળવા માટે કલ્યાણપરના પુંજીબેન રાણાભાઈ (ઉ.વ.પપ) અને તેમના પતિ રાણાભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૬૦) ઉભા હતા.

આ વેળાએ દાંડિયારાસ રમી રહેલા જાનૈયાઓ વચ્ચે રહેલા કલ્યાણપરના જ અરજણભાઈ પાલાભાઈ ડાંગર નામના શખ્સે અત્યંત ઉત્સાહમાં આવી જઈ પોતાની પાસે રહેલી જોટાવાળી બંદૂકમાંથી હવામાં ભડાકો કર્યાે હતો તે બંદૂકમાંથી વછૂટેલી ગોળીના આડા અવળા ઉડેલા છરા બાજુમાં જ જાન જોઈ રહેલા પુજીબેનના માથા, કપાળ તથા મ્હોંના ભાગમાં જોશભેર ઘૂસી જતાં આ પ્રૌઢા ગંભીર ઈજા પામ્યા હતા. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા.

ઉપરોક્ત બાબતની રાણાભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અરજણભાઈ ડાંગર સામે ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન અથવા તે પ્રકાશના શુભ પ્રસંગોમાં આવી રીતે હવામાં ભડાકા કરવાની ફેશન ઉભી થઈ રહી છે જેમાં ગઈકાલે એક નિદોર્ષ પ્રૌઢા ભોગ બની જતાં કલ્યાણપરમાં શોક પ્રસર્યાે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription