પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

પેટે પાટા બાંધીને પણ ભરવાડ સમાજ સંતાનોને ભણાવેઃ આર.સી. ફળદુ

જામનગર તા. ૧૨ઃ જામનગર જિલ્લા ભરવાડ સમાજનો પાંચમો સમૂહ લગ્ન સમારોહ મચ્છુબેરાજામાં યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલા નવદંપતી સત્કાર સમારંભમાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

શ્રી મચ્છુમાતા દેવસ્થાન સમિતિ આયોજીત જામનગર જિલ્લા ભરવાડ સમાજનો પાંચમો સમૂહલગ્ન મહોત્સવ-ર૦૧૯ નિમિત્તે નવદંપતી સત્કાર સમારોહ કૃષિમંત્રી આર.સી. ફળદુના અતિથિવિશેષ તરીકે શ્રી મચ્છુ માતાજી મંદિર, મચ્છુબેરાજામાં યોજાયો તેમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કુલ ૮૦ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખાસ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય દ્વારકાધીશના નાદ સાથે કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ પ્રભુતામાં પગલા માંડનાર ભરવાડ સમાજના નવદંપતીઓને અભિનંદન પાઠવતા ઉપસ્થિત ભરવાડ સમાજની માતાઓને પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનોને શિક્ષિત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ભરવાડ સમાજમાંથી જીપીએસસી પાસ કરી રાજયપત્રીત અધિકારી તરીકે નિમણૂક પામેલી ત્રણ દીકરીઓનું સન્માન કરવામાં આવેલ અને રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તિમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના યુવકને બિરદાવતા જણાવ્યું કે, ભરવાડ સમાજ એક ખડતલ પ્રજા છે તેનામાં સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરવાની ક્ષમતા છે. રાષ્ટ્ર નિર્માણમાં દિશા દર્શન આપી શકે તેવી ક્ષમતા આ સમાજમાં રહેલી છે. આ તકે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, જામનગરના અગ્રણી અને ભૂમિ દૈનિકના તંત્રી જીતુભાઈ લાલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાના સદસ્ય દેવશીભાઈ કરમુર, મયુરભાઈ ગઢવી, લાલપુરના સરપંચ સમિરભાઈ ભેંસદડીયા, સુરતના ઉદ્યોગપતિ ગોરધનભાઈ હિરાભાઈ સરસીયા તથા બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription