પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ભાટીયાના મેઢાક્રિક પાસે ૩૯ કુંજ પક્ષીનો શિકારઃ એક શિકારીનું વીજશોકથી મૃત્યુ

ભાટીયા તા. ૧૧ઃ કલ્યાણપુર તાલુકાના હર્ષદ-ગાંધવી માર્ગે મેઢાક્રિક નજીક ૩૯ કુંજ પક્ષીનો શિકાર કરનારી ત્રિપુટીને પકડવા જતા નાસી છુટી રહેલા ત્રણ શિકારીમાંથી એક શિકારીને વીજશોક લાગતા તેનું મૃત્યુ થયું હતું. એક શિકારીને ઝડપી લેવાયો હતો જ્યારે એક નાસી છુટવામાં સફળ થયો હતો.

ભાટીયા નજીકના મેઢાક્રિક ડેમ વિસ્તારમાં ત્રણ શિકારીઓ કુંજ પક્ષીનો શિકાર કરતા હતાં. આ ગેરપ્રવૃત્તિ અંગે હર્ષદ-ગાંધવીના જાગૃત લોકોને જાણ થતાં જ એસઆરડી, જીઆરડીને જાણ કરી હતી અને તમામ લોકોએ શિકારીઓનો પીછો કર્યો હતો. પરંતુ અંધારાનો લાભ લઈને ગતરાત્રે આ ત્રણેય શિકારીઓ નાસી છુટ્યા હતાં.

આ દરમ્યાન નાસી રહેલા એક શિકારી ઈકબાલ આમદભાઈ પટેલીયાને વીજશોક લાગવાથી તેને મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક શિકારી ઈસ્માઈલ જુસબને લોકોએ અને વન વિભાગના સ્ટાફે ઝડપી લીધો હતો. તો ત્રીજો શિકારી નાસી છુટવામાં સફળ થયો હતો. આ પંથકમાં અવાર-નવાર કુંજ પક્ષીઓને ઝેરી પદાર્થ પીવડાવી તેના શિકાર કરવામાં આવતા રહે છે. મોરપ્રેમી નારણભાઈ કરંગીયા દ્વારા અવાર નવાર આ મુદ્દે તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવતી રહી છે. જ્યારે વન વિભાગ પણ આ પ્રશ્ને વધુ જાગૃત બની કડક કાર્યવાહી કરે તેવી લોકોમાંગણી ઉઠવા પામી છે. ગતરાત્રે શિકારના સ્થળેથી ૩૯ કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતાં. જેના શિકાર કરવામાં આવ્યા હતાં. આરએફઓ પીંડારીયાના જણાવ્યા પ્રમાણે અમારી ટીમ સતત પેટ્રોલીંગમાં હોય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription