આપ સંતાનના તેમજ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ-ખરીદીના યોગ બનવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧
તમારા નોકરી-ધંધાના રોજિંદા કામમાં સાનુકૂળતા અને પ્રગતિથી આનંદ રહે. શારીરિક સ્વસ્થતા રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪
પુત્ર-પૌત્રાદિકના કાર્યો આગળ વધતા જણાય. વ્યવસાયિક-સામાજિક ધાર્મિક કામથવા પામે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૩
આજે આપે આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. નાણાકીય લેવડ-દેવડમાં સાચવવું. શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૫
નોકરી-ધંધા-વ્યવસાય બાબતે નવિનીકરણ માટે વિચારી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૩
આજના દિવસે આપને કાર્ય સફળતા-પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાનું કામથવા પામે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૭
નોકરી-ધંધાના કામમાં નવા-જુના સંબંધ તાજા થાય. ધંધામાં આકસ્મિક કોઈ લાભ થાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮
નોકરી-તેમજ સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલા કામ ઉકેલાય. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૪
નોકરી-ધંધાના કામમાં, પુત્ર-પોત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. આનંદ-ઉત્સાહ જણાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮
નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામઉકેલવામાં સાનુકૂળતા રહે. સિઝનલ ધંધામાં આવક થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૪
વ્યવહારિક-સામાજિક-પારિવારિક કામની વ્યસ્તતા રહેવા પામે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩
નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક-સામાજિક, પારિવારિક કામથાય. યાત્રા-પ્રવાસ થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
તા. ૦૮-ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. આરોગ્ય બાબતે તેમજ નાણાકીય આયોજનમાં સંભાળવું. પુત્ર-પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં કાર્ય સફળતા-પ્રગતિ રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. પત્ની-સંતાન માટે વર્ષ સાનુકૂળ રહે. ધર્મકાર્ય - શુભકાર્ય થઈ શકે.
બાળકની રાશિઃ મેષ
આવતીકાલનું પંચાગ
સુર્યોદય ઃ ૭-૧૪ - સુર્યાસ્ત ઃ ૬-૦૩
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪)રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૭૬, માગશર સુદ-૧૧,
તા. ૦૮-૧૨-ર૦૧૯, રવિવાર
જૈન સંવતઃ ૨૫૪૬, શાલિશકઃ ૧૯૪૧,
યુગાબ્ધ ઃ ૫૧૨૧, પારસી રોજ ઃ ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્ર ઃ અશ્વિની,
યોગઃ વરિયાન, કરણઃ બવ
આપના માટે સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને, ઉપરાંત કોઈ મહત્ત્વના કાર્યમાં સહભાગી પણ થઈ શકો. આપના કાર્યો/પ્રયાસોને વખાણવામાં આવે. ગુમાવેલી નામના/પ્રતિષ્ઠા પૂનઃ મેળવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવું સાહસ લાભદાયી પૂરવાર થાય. આર્થિક સ્થિતિમાં તબક્કાવાર વધારો થતો જોવા મળે, જો કે ઘર-પરિવારનું વાતાવરણ ડહોળાઈ શકે છે. અકારણ વાદ-વિવાદ થઈ શકે છે. વાણી-વર્તન ઉપર નિયંત્રણ રાખવું લાભદાયક પૂરવાર થાય. તા. ર થી પ સામાજિક કાર્ય થાય. તા. ૬ થી ૮ વાદ-વિવાદ ટાળવો
તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન નાણાકીય સ્થિતિ કથળતી જણાય. અણધાર્યા-ઓચિંતા ખર્ચાઓને કારણે માસિક બજેટને નુક્સાન થતું જણાય. હાલ, બિનજરૃરી ખર્ચ ટાળવા હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઈ ખાસ સમસ્યા જણાતી નથી. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નવી કામગીરી થાય. રચનાત્મક કામગીરી થકી નવી દિશામાં આગળ વધી શકો. યાત્રા-પ્રવાસ આનંદદાયક પૂરવાર થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મન ઈચ્છિત પરિણામ મેળવવા કઠોર પરિશ્રમ કરવો પડે. તા. ર થી પ ખર્ચાળ. તા. ૧ થી ૮ મધ્યમ.
આપના માટે આરોગ્યની તકેદારી માંગતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે સંભાળ લેવી અનિવાર્ય બને અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. વ્યવસાય ક્ષેત્રે સમય લાભદાયી પૂરવાર થાય. નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. આપે કરેલ પરિશ્રમનું મીઠું ફળ ચાખી શકશો. કૌટુંબિક ક્ષેત્રે કોઈ શુભ/માંગલિક પ્રસંગોમાં સહભાગી થઈ શકો.ધાર્મિક/આધ્યાત્મિક બાબતોમાં રૃચિ વધે. કોર્ટ-કચેરી, સરકારી કાર્યોમાં ઉતાવળે નિર્ણય ન લેવો સલાહભર્યું રહેશે. તા. ર થી ૪ લાભ. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
આપના માટે ચિંતા-પરેશાની હળવી કરતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ગ્રહ-ગોચર આપના પક્ષમાં હોય, માનસિક વિટંબણાઓ દૂર થતી જણાય. વણઉકેલ્યા પ્રશ્નોનો નિકાલ આવતા રાહત અનુભવશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામ મળે. આર્થિક સ્થિતિ ધીમે-ધીમે મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો, જો કે આરોગ્ય અંગે થોડી ચિંતા જેવું જણાય છે. પડવા-વાગવાથી સાચવવું, વાહન ચલાવવામાં તકેદારી રાખવી સલાહભરી રહેશે. ઘર-પરિવાર બાબતે સમય સુખરૃપ રહે. મિત્ર સાથે વાદ-વિવાદ થઈ શકે. તા. ર થી પ સુખદ. તા. ૬ થી ૮ મિશ્ર.
તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળે. તમે કરેલ મહેનતનું મીઠું ફળ ચાખવા મળે, ઉપરાંત નવા કોલ-કરાર, કોન્ટ્રાક્ટ થઈ શકે. નાનુ-મોટું સાહસ ફળદાયી પૂરવાર થાય. નાણાકીય સ્થિતિમાં સુખદ બદલાવ આવતા રાહત અનુભવશો. આરોગ્ય બાબતે ઋતુજનક બીમારીઓથી તકલીફ રહે. સામાજિક જીવનમાં વ્યસ્તતા રહે. નવી વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી પૂરવાર થઈ શકે, જો કે ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. માતા-પિતા, વડીલ વર્ગ સાથે વિવાદ ટાળવો. તા. ર થી ૪ લાભદાયી. તા. પ થી ૮ બોલાચાલી ટાળવી.
આપના માટે પરિવર્તનશીલ સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન નવી કામગીરી, નવી જવાબદારી આપના શિરે આવવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. રચનાત્મક વિચારોની આપ-લે થતી જોવા મળે. કોઈ નવી દિશામાં આગળ વધી શકો. કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ આવતો જોવા મળે. ધંધા-રોજગાર ક્ષેત્રે મહત્ત્વના ફેરફાર થઈ શકે. ઘર-પરિવાર બાબતે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય, જો કે જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધાન રહેવું અન્યથા તેઓ આપના પદ-પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડી શકે છે. આરોગ્ય બાબતે કફ સંબંધિત રોગોથી પરેશાની રહે. તા. ર થી પ નવી કાર્યરચના. તા. ૬ થી ૮ સામાજિક કાર્ય થાય.
આપના માટે તડકા-છાંયા જેવી મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનો મોજ-શોખ, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ વધતા આર્થિક ક્ષેત્રે સમય થોડો નબળો પૂરવાર થાય, જેથી નાણાભીડ અનુભવાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીઓથી થોડી-ઘણી પરેશાની રહેતી જણાય. ઘર-પરિવાર બાબતે ધાર્મિક-માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બનતું જણાય. આધ્યાત્મિક્તામાં રૃચિ થશે. તા. ર થી પ નાણાભીડ. તા. ૩ થી ૮ શુભ.
તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો પડે. ઘર-પરિવારના સભ્યો સાથે આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. સંતાન અંગે ચિંતા રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. વ્યાપાર-ધંધા-વ્યવસાય બાબતે તેજીના દર્શન થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ર થી ૬ સાનુકૂળ. તા. ૩ થી ૮ મધ્યમ.
તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે રૃકાવટો અને વિઘ્નોને કારણે માનસિક રીતે અસમંજસમાં રહી શકશો. દાંપત્યજીવનમાં વસંત ખિલતી જણાય. ઘર-પરિવારના સભ્યો સાથે સમય સુખરૃપ પસાર થાય. સામાજિક ક્ષેત્રે માન-મોભામાં વૃદ્ધિ થાય. નાણાકીય બાબતે કોઈ આકસ્મિક ધનલાભ દ્વારા પરિસ્થિતિ સંભાળવા સક્ષમ બની શકશો. યાત્રા-પ્રવાસ શક્ય બને. તા. ર થી પ સુખદ. તા. ૬ થી ૮ નાણાભીડ.
આપના માટે પ્રવાસ-મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય રહેતા આનંદ અનુભવી શકશો. તા. ર થી પ માન-સન્માન મળે. તા. ૬ થી ૮ પ્રવાસ-પર્યટન
તમારા માટે નવી રાહ-નવી દિશાઓ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણના આયોજનમાં વ્યસત બનતા જણાવ. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મેળવી શકશો. તા. ર થી પ સફળતા મળે. તા. ૬ થી ૮ નવિન કાર્ય થાય.
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. પરિસ્થિતિ વધુ વિકટ બનતી જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. તા. ર થી પ વાદ-વિવાદ ટાળવા. તા. ૬ થી ૮ મધ્યમ.