ભાણવડના વેરાડ ગામ પાસે બાઈકને મોટરે ફંગોળ્યુંઃ માનપરના દંપતિનું સ્થળ પર જ મૃત્યુ

જામનગર તા. ૧૩ઃ ભાણવડના વેરાડ પાસે ગઈકાલે સાંજે માનપરના એક બાવાજી દંપતિના બાઈકને કાળમુખી મોટરે ટક્કર મારતા ઘવાયેલા દંપતિએ સ્થળ પર જ દમ તોડ્યા હતા. જ્યારે વોડીસાંગ ગામના એક વૃદ્ધા પુત્રના બાઈકમાંથી લપસી પડ્યા પછી મોતને શરણ થયા હતા.

ભાણવડથી લાલપુર તરફના ધોરીમાર્ગ પર આવેલા વેરાડ નાકા પાસે ગઈકાલે સાંજે ભાણવડ તાલુકાના માનપર ગામના મુકેશગીરી નથુગીરી ગોસ્વામી, તેમના પત્ની ગીતાબેન જીજે-૩૭ એફ ૩૪૯૭ નંબરના મોટરસાયકલમાં ફતેહપુરથી પરત માનપર જવા પસાર થતા હતા.

આ વેળાએ સામેથી પૂર ઝડપે ધસી આવેલી જીજે-૩૭બી ૯૧૫૫ નંબરની આઈટેન મોટરે ધડાકાભેર અકસ્માત સર્જતા બંને વાહનનો કડુસલો નીકળી ગયો હતો. મોટરની જબરદસ્ત ટક્કર વાગતા ફંગોળાયેલા ગીતાબેનને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે તેઓની નજર સામે પતિ મુકેશભાઈએ તરફડીને પ્રાણ ત્યજ્યાં  હતાં. સ્થળ પરથી કોઈએ ૧૦૮ને કોલ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે બંને ઈજાગ્રસ્તોને તપાસતા બંને મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જી દોટ મૂકીને નાસી ગયેલા મોટર ચાલક સામે ગુન્હો નોંધી શોધ શરૃ કરી છે.

કાલાવડના વોડીસાંગ નામના વાલીબેન ઠાકરશીભાઈ કમાણી (ઉ.વ. ૬૦)નામના વૃદ્ધા ગઈકાલે રાત્રે પુત્ર કમલેશભાઈ સાથે મોટરસાયકલમાં કાલાવડથી પોતાના ગામ તરફ જતા હતા ત્યારે વાલીબેન મોટરસાયકલમાંથી લપસી પડતા માથામાં ઈજા સાથે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription