ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈએ અગિયાર વર્ષની બાળા સાથે કર્યા અડપલા

ભાવનગર તા. ર૦ઃ ભાવનગર હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈએ ૧૧ વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કરતા ચકચાર જાગી છે. આરોપીને પોલીસે ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો, અને અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ તેમના જ કારખાનાની ગેલેરીમાં એક કુમળી વયની બાળાની જાતિય છેડછાડ કરવાના કિસ્સામાં ફસાયા છે. આખરે પોલીસે પોસ્કોની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં તેમને રજૂ કરતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ અંગે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં માસુમ બાળાના પિતાએ કરેલી ફરિયાદ મુજબ, વરતેજ ગામે રહેતા અને શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ધરાવતા સુરેશ શિવાભાઈ માધવાણીએ ગત્ તા. ૧૧ ના તેમના બોરતળાવ કુમુદવાડીમાં હીરાના કારખાનાની ગેલેરીમાં માસુમ બાળા સાથે અડપલા  કર્યા હતાં. જેમાં તેણે બાળાની જાતિય છેડછાડ કરી હતી.

આ અંગે માસુમ બાળાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વરતેજના શખ્સની સામે પોસ્કોની કલમ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતી માસમુ બાળા સાથે કારખાનાની ગેલેરીમાં લઈ જઈને સરાજાહેર છેડતી કરનાર હીરા કારખાનેદાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાયા પછી પોલીસે તેની અટક કરી રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

આ અંગે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં માસુમ બાળાના પિતાએ વરતેજ ગામે રહેતા અને શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતા સુરેશ શિવાભાઈ માધવાણીએ ગત્ તા. ૧૧ ના તેમના બોરતળાવ કુમુદવાડીમાં હીરાના કારખાનાની ગેલેરીમાં માસુમ બાળા સાથે અડપલા કર્યા હતાં, જેમાં તેણે બાળાની છાતીના ભાગે તથા ગુપ્ત ભાગે હાથ ફેરવીને છેડછાડ કરી હતી.

આ અંગે માસુમ બાળાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વરતેજના શખ્સની સામે પોસ્કોની કલમ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં બોરતળાવ પોલીસ દ્વારા ગત્ મોડી સાંજે જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને રિમાન્ડની માંગ અર્થે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આરોપીને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ જીતુ વાઘાણીએ સ્વીકાર્યું હતું કે એ મારા સગા છે. ગઈકાલે આ બનાવ મારા ધ્યાને આવતા મેં જ સામેથી ગૃહમંત્રી અને એસપીને ફોન કરીને કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર સખતમાં સખત પગલાં લેવા, કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું. કોઈપણ વ્યક્તિ કોઈનો પણ સગા હોય, આવા કૃત્યોને હું વખોડું છું. પોલીસે ધરપકડ કરીને જેલ હવાલ પણ કર્યો છે.

માસમુ બાળા સાથે અડપલાં કરવાના ગંભીર ગુન્હામાં ઝડપાયેલા હીરાના કારખાનેદાર શખ્સનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે બાળા સાથે અડપલાં કરતો હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. આ વાયરલ વીડિયોની સત્યતા પોલીસ ચકાસી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription