દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગર શહેર-જિલ્લાના છ સ્થળો ઉપર એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

જામનગર તા. ૬ઃ એચ.ડી.એફ.સી. બેંક દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ૧ર માં વર્ષે તા. ૭ થી ૯ ડિસેમ્બર ર૦૧૮ દરમિયાન જામનગર શહેર-જિલ્લામાં છ સ્થળોએ  રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ૭ ના જામનગરમાં એચ.ડી.એફ.સી. બેંક પાર્ક કોલની શાખામાં સવારે નવ થી સાંજે પાંચ તથા ભાણવડમાં એચ.ડી.એફ.સી. બેંક ભાણવડ શાખા સવારે દસ થી બે દરમિયાન તથા તા. ૮ ના સિક્કામાં શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડના સહયોગથી એસ.ડી.સી.સી.એલ. હોસ્પિટલમાં સવારે નવ થી બે તથા હાપામાં ધરતી મોટર્સમાં તમામ ઓટો અને ટ્રેક્ટર્સ ડિલર્સોના સહયોગથી સવારે નવ થી બે દરમિયાન તેમજ તા. ૯ ના જામજોધપુરમાં શાક માર્કેટ પાસે, બાલમંદિરમાં સવારે ૯ થી સાંજે ૪ તથા મોટા થાવરિયા ગામે શ્રી પ નવતનપુરીધામ, ખિજડા મંદિર ટ્રસ્ટ તથા તપોવન ફાઉન્ડેશનના સહયોગથી વાત્સલ્યધામમાં સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન આ કેમ્પ યોજાશે. રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરવા બેંક દ્વારા અનુરોધ કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00