જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

હાલારમાં નવ ટકા ખેડૂતોની મગફળી ખરીદીઃ ફક્ત ૧૧ ટકાને નાણા ચૂકવાયા

જામનગર તા. ૬ઃ ટેકાના ભાવથી મગફળી ખરીદી પછી તેનું પૈસા ચૂકવણું શરૃ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં હાલારના ૪ર૪ ખેડૂતોને રૃપિયા ૪૬૦ લાખ ૯પ હજારની રકમ ચૂકવાઈ છે. એટલે કે લગભગ ૧૧ ટકા ખેડૂતોને પૈસા ચૂકવાયા છે.

ગત્ તા. ૧પ.૧૧.ર૦૧૮ થી ટેકાના ભાવે મગફળી ખરીદીનો યાર્ડમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સાથે જ મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો.

જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડોમાં કુલ ર૦,૬૧પ ખેડૂતોએ મગફળી વેંચાણ માટે નોંધણી કરાવી હતી તેમાંથી ર૩૩૯ ખેડૂતો પાસેથી ૪૯,૮૬૧.૯૦ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે અને તેમને રૃપિયા ર૪૯૩.૧૦ લાખની રકમ ચૂકવવાની થાય છે, પરંતુ ગઈકાલ સુધીમાં રર૯ ખેડૂતોને જ રૃપિયા ર૪૭.૦૮ લાખની રકમ ચૂકવાઈ છે.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮,પરર ખેડૂતોએ નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૩૯૮ ખેડૂતો પાસેથી ૩૦,પ૧૬.૬પ ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. આ ખેડૂતોને ૧રપ૩.૮૩ લાખ ચૂકવવાના થાય છે તેમાંથી ૧૯પ ખેડૂતોને ર૧૩.૮૭ લાખની રકમ ચૂકવાઈ છે. આમ મગફળી ખરીદી પણ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના પૈસાની ચૂકવણી પણ અત્યંત ધીમી ગતિની છે.

કારણ કે બન્ને જિલ્લામાં ૩૯,૧૩૭ ખેડૂતોમાંથી ફક્ત  ૩૭૩૭ ખેડૂતો પાસેથી જ મગફળી ખરીદી થઈ છે. એટલે તેની ટકાવારી નવથી દસ ટકા વચ્ચેની રહી છે. તેવી જ રીતે ૩૭૩૭ ખેડૂતોમાંથી ફક્ત ૪ર૪ ખેડૂતોને જ નાણા ચૂકવાયા છે. એટલે કે તેની ટકાવારી ૧૧ ટકા આજુબાજુની છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription