ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ખંભાળિયાના કંચનપુર પાસે સ્કૂટરને મોટરે ફંગોળ્યુંઃ વૃદ્ધ ઘાયલ

જામનગર તા.૧૨ ઃ ખંભાળિયાના કંચનપર પાસે રવિવારે એક સ્કૂટરને મોટરે ઠોકર મારતા વૃદ્ધ ઘવાયા છે. જ્યારે નગરમાં એરફોર્સના સાર્જન્ટના બાઈકને મોટરે ફંગોળ્યું છે.

ખંભાળિયાના દત્તાણીનગરમાં રહેતા ગુલાબભાઈ રાયચુરા નામના પ્રૌઢ રવિવારે સાંજે કંચનપરના પાટિયા પાસેથી સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-બીજી ૮૧૧૧ નંબરની સ્વીફટ ડિઝાયર મોટરે આ પ્રૌઢને ટક્કર મારતા ગુલાબભાઈને ત્રણ ફ્રેકચર તથા હેમરેજ થઈ ગયું છે. પોલીસે તેમના પુત્ર ભવદીપ રાયચુરાની ફરિયાદ પરથી મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી શનિવારે બપોરે મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની અને એરફોર્સમાં સાર્જન્ટની ફરજ બજાવતા રમેશભાઈ બુધ્ધન શર્મા પોતાની સર્વિસમાં આપેલા બાઈકને પરત લાવી ઘર તરફ જતાં હતા ત્યારે જીજે-પ-સીપી ૧૨૯૦ નંબરની મોટરે તેઓને ઠોકર મારતા રમેશભાઈ ફેંકાઈ ગયા હતા. મોટરે આગળ જતી એક અન્ય રિક્ષાને પણ ઠોકર મારી અકસ્માત સર્જયો હતો ત્યાર પછી મોટર પૂરઝડપે બનાવના સ્થળેથી નાસી છૂટી હતી. પોલીસે રમેશભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00