ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ચિરવિદાય

જામનગર નિવાસી બ્રહ્મક્ષત્રિય રજનીકાંત મોહનલાલ આશરા (ઉ.વ. ૭ર) તે જયેશભાઈ, મોહનલાલ આશરા (ઉ.વ. ૭ર), તે જયેશભાઈ, રશ્મિબેન અને જિજ્ઞાબેનના પિતા તથા રાજેન્દ્રભાઈ અને હેમેન્દ્રભાઈના મોટાભાઈનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ર૦-૭-ર૦૧૯, શનિવારના સાંજે ૪.૩૦ થી પ દરમિયાન લીંડીબજાર ચોક, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચની વાડીમાં રાખેલ છે.

જામનગર નિવાસી હાલ વડોદરાના નિવૃત્ત નાયબ મામલતદાર ધીરજલાલ ગોરધનદાસ રાજાણીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉ.વ. ૭૮), તે સુરેશભાઈ તથા અતિષભાઈના માતુશ્રી અને નિરવના દાદીમાં તા. ૧૪-૭-૨૦૧૯ના શ્રીજી ચરણ પામ્યા છે.

જામનગર નિવાસી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના જગદીશભાઈ કે. ગોપીયાણીના પત્ની ચંદ્રિકાબેન (ચંદનબેન) (ઉ.વ. ૬૮), તે સ્વ. કેશવજી કરશનજી ગોપીયાણીના પુત્રવધૂ, તથા સ્વ.જેશંકર બારોટના પુત્રી, તથા કિશોરભાઈ, મુકેશભાઈ, ફાલ્ગુની, તેજલબેન, મેઘનાબેનના માતાનું તા. ૨૦-૭-૧૯ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. ૨૨-૭-૧૯ને સોમવારના સાંજે ૫ઃ૩૦ થી ૬ વાગ્યા દરમ્યાન રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજ્યગોર ફળી-૧, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.

રાજકોટઃ જામજોધપુર તાલુકાના જીણાવારી નિવાસી નાથાલાલ મોહનલાલ ભટ્ટ (ઉ.વ. ૯૩), તે મુકેશભાઈ, મનિષભાઈ, કેતનભાઈના પિતાનું તા. ૧૮-૦૭-૨૦૧૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૨-૦૭-૨૦૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન તેમના નિવાસ સ્થાને જીણાવારીમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ અલ્કાબેન રાજેશભાઈ રાજાણી, તે સ્વ.ચંપાબેન જીવણદાસ રાજાણી, ગં.સ્વ.શાંતાબેન ગોકલદાસ રાજાણીના પુત્રવધૂ તથા રાજેશભાઈ જીવણદાસ રાજાણીના પત્ની, વત્સલના માતા, હસમુખભાઈ, વિઠ્ઠલભાઈના ભાભી, રાજેશભાઈ, વિજયભાઈ, વીણાબેન, જયશ્રીબેનના બહેનનું તા. ૧૯-૦૭-૨૦૧૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણુ તા.૨૦-૦૭-૨૦૧૯ના સાંજે ૪ થી ૪ઃ૩૦ વાગ્યા દરમ્યાન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે, રણજીતનગર જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી મૂળ ખારાબેરાજાના શ્રી હાલારી વિશા ઓશવાળ જૈન સ્વ. રાજલબેન સવજી લાલજી ગલૈયાના પુત્ર જયલેશ (ઉ.વ. ૬૫), તેઓ ઉર્મિલાબેનના પતિ, સ્વ. વિજયાબેન રમણીકલાલ (કનસુમરા), પુષ્પાબેન કિશોરચંદ્ર (લાલપુર), સ્વ. ઈન્દુબેન અરવિંદ (ચંગા), સ્વ. જગદીશ સવજી ગલૈયાના ભાઈ, સ્વ.લીલાબેન રામજી દોઢિયા (નવાગામ), સ્વ. રાજલબેન લખમશી ચંદીરયા (રાવલસર), સ્વ. અમૃતબેન નાથાલાલ ચંદરીયા (રાવલર), સ્વ. લક્ષ્મીબેન જેઠાલાલ વિરપાર શાહ (ડબાસંગ), સ્વ. નરશી લાલજી ગલૈયાના ભત્રીજા, સ્વ. પોપટલાલ મુરગ દોઢિયા (નવાગામ)ના દોહિત્ર, રાકેશ તથા કલ્પેશ જગદીશ ગલૈયાના કાકા, સ્વ.કાલીદાસ મેઘજી ગુઢકા (લાખાબાવળ)ના જમાઈ. નર્મદાબેન ધનજી ગોસરાણી (કનસુમરા)ના જમાઈ, સ્વ. વીરચંદ, સ્વ.પ્રેમચંદ, વૃજલાલ તથા ધનજી કાલીદાસ ગુઢકાના બનેવી, શિલ્પાબેન રશ્મીકાંત જાખરીયા (કા.સિંહણ), બિન્દુ કેતન વોરા (ચેલા), ચારૃ નિલેષ ચંદરીયા (નાઘેડી)ના માસા, હિરલ દિપેશ ખીમસીયા (ચેલા), અસ્મિતા ભૂપેન્દ્ર સુમીરયા (પડાણા), સોનલ હિતેષ સુમરીયા (રાફુદળ), નીના હિતેષ છેડા (સેતાલૂસ), રાજેશ વીરચંદ ગુઢકા, સુમિત વૃજલાલ ગુઢકા, ભારતી વિરચંદ ગુઢકાના ફુવા તા. ૧૭-૭-૨૦૧૯ના અરિહંત શરણ પામ્યા છે. સદ્દગતની સાદડી તા. ૨૧-૭-૨૦૧૯, રવિવારના સવારે ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ વાગ્યે ઓશવાળ સેન્ટર, અતિથિ ગૃહ, એરોડ્રામ રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. ખારાબેરાજા ગામના શ્રી હા.વિ.ઓ.જ્ઞાતિજનોનું સ્વામી વાત્સલ્ય જમણ રાખેલ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription