પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત 'સ્વચ્છ-સુંદર શૌચાલય' હરિફાઈનું આયોજન

જામનગર તા. ૧૧ઃ સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના હેઠળ ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઇનું ઝુંબેશરૃપે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૧૯ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. જે હરીફાઇમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લાભ લઇ શકશે. જેમાં સ્વચ્છ સુંદર રંગીન, સર્જનાત્મક રીતે શણગાર કરવામાં આવેલ શૌચાલયને રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં પુરસ્કારો એનાયત કરવામાં આવનાર છે. આ હરીફાઇમાં શૌચાલયને સુંદર બનાવવા તેમજ સ્થાનિક કલા સાથે ડિઝાઇન અને સ્વચ્છ ભારત મિશનના સંદેશાઓ સહિત સૂત્રો પેઇન્ટ કરવામાં કોઇ પ્રતિબંધ નથી, સ્પર્ધામાં ભાગલેનાર સ્પર્ધકે પેઇન્ટીંગ દ્વ ારા તેમના ઘરના શૌચાલયમાં કરેલ ચિત્રો, પેઇન્ટીંગવાળા ફોટોગ્રાફ સાથે લગત તાલુકા પંચાયત કચેરી, એસ.બી.એમ. (ગ્રા) શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

આ સ્પર્ધામાંથી પસંદગી થયેલ કૃતિ રાજય કક્ષાએ મોકલવામાં આવશે. રાજયની સ્પર્ધાને અંતે જિલ્લાઓની પસંદગી કરી ભારત સરકારને મોક્લવામાં આવશે અને તેમાં વિજેતા થનારને ભારત સરકાર આયોજીત સમારોહમાં પુરસ્કારો એનાયત કરાશે. શ્રેષ્ઠ વ્યકતિગત શૌચાલય જિલ્લા કક્ષાએથી પણ પુરસ્કારો નક્કી કરવામાં આવશે. આ અંગે જિલ્લા કક્ષાએ નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સભ્ય તરીકે નાયબ માહિતી નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોજેક્ટ ઓફિસર મહિલા અને બાળ વિકાસ, તજજ્ઞ તરીકે ચિત્રોના બે શિક્ષક તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા કો-ઓર્ડિનેટર એસબીએમ-જી રહેશે. વધુ વિગત માટે આપની ગ્રામ પંચાયતની એસ.બી.એમ. શાખાનો સંપર્ક કરવા નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00