પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

લખનઉમાં કોંગ્રેસના પોસ્ટરો છવાયાઃ ભાજપ પર વાર..પ્રિયંકામાં દુર્ગાનો અવતાર

 લખનઉ તા. ૧૧ઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શો પહેલાં લખનઉમાં રાજકારણ ગરમાયું છે, અને સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને બેનરો જોવા મળી રહ્યાં છે. આ હોર્ડિંગ્સ, બેનરોમાં પ્રિયંકાના સ્વાગતની સાથે ભાજપ પર પ્રહારો જોવા મળી રહ્યાં છે. એક પોસ્ટરમાં તો પ્રિયંકા ગાંધી મા દુર્ગાના રૃપમાં દેખાડવામાં આવ્યાં છે. યુવક કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભાકર પાંડે દ્વારા જે પોસ્ટર્સ લગાવાયું છે તેમાં ભાજપના નેતાઓને સાણસામાં લેવામાં આવ્યાં છે. આ હોર્ડિંગ્સમાં એક તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ આદિત્યનાથની તસ્વીરો છે. જેમાં તેઓનો સાથ છોડીને જતાં લોકો નજરે ચડે છે અને તે ત્રણેય નેતા એકલાં ઉભેલા દેખાય છે. આ તસ્વીર નીચે લખવામાં આવ્યું છે, 'ના બાબા ના, ઘણું થયું... (દવાની કડવી ઘુંટ)'. આ ઉપરાંત પોસ્ટરોની વચ્ચે રામચરિત માનસની ચોપાઈ મોટા અક્ષરોમાં લખવામાં આવી છે. હોર્ડિંગ્સમાં સૌથી નીચે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના મોટા નેતાઓના કાર્ટુન છે જે ઘણા ખુશ નજરે પડે છે.

લખનઉમાં ઠેર-ઠેર કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીને મા દુર્ગાનાં રૃપમાં બતાવતા પોસ્ટરો લગાવ્યા છે. આ બેનરોમાં લખ્યું છે કે, મા દુર્ગાના રૃપ બહેન પ્રિયંકાજીના લખનઉ આગમન પર હાર્દિક સ્વાગત અને અભિનંદન. વધુમાં આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, 'દહન કરો જુઠ્ઠા લોકોની લંકા, બહેન પ્રિયંકા, બહેન પ્રિયંકા...' બેનરમાં વધુ એક મા દુર્ગાની વાઘ પર બેસેલી તસ્વીર છે, પરંતુ આ તસ્વીરમાં દુર્ગાની જગ્યાએ પ્રિયંકાનો ચહેરો છે. પાર્ટીનાં મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વખત ઉત્તરપ્રદેશ આવી રહ્યાં છે. તેમનાં સ્વાગત માટે લખનઉનાં કોંગ્રેસ કાર્યાલયને ફૂલોથી સજાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલય તરફ જતા તમામ રસ્તાઓને કોંગ્રેસના જ પોસ્ટરો, બેનરો અને હોર્ડિંગોથી સજાવાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription