આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

કોંગ્રેસ અધ્યક્ષ બે દિવસના દૂબઈના પ્રવાસેઃ ભારતીય સમુદાયને મળશે

નવી દિલ્હી તા. ૧૧ઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના દૂબઈના પ્રવાસે ગયા છે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકોની મુલાકાત લેશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે દૂબઈ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. દૂબઈ-આબુધાબીમાં રાહુલ ગાંધી ભારતીય સમુદાયના લોકોને મળશે. સાથોસાથ છાત્રો અને વેપારીઓને પણ તેઓ મળશે.

ર૦૧૯ ની આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે તેમની સાથે સામ પિત્રોડા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી પણ ગયા છે. રાહુલ ગાંધી ગઈ રાત્રે દૂબઈ પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત થયું હતું. અનેક લોકો તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતાં, તો કોઈ તેમને મળવા ઉત્સુક હતાં. રાહુલને જોતા જ કેટલાક લોકોએ રાહુલ-રાહુલના નારા પણ લગાવ્યા હતાં. રાહુલ જીન્સ-ટીશર્ટ અને બ્લેઝર પહેરેલ હતાં. પ્રવાસી ભારતીયોને તેઓ મળશે. દૂબઈમાં ક્રિકેટ સ્ટેડિયમમાં સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાશે જેમાં તેઓ ભાગ લેશે. તેઓ ત્યાં 'ભારત કા વિચાર'ના વિષય પર સંબોધન પણ કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00