ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

વાવાઝોડાના એલર્ટ વચ્ચે જામનગરમાં સીએની પરીક્ષા ચાલુ

જામનગર તા. ૧રઃ સૌરાષ્ટ્રમાં જામનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી બે-ત્રણ દિવસ માટે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે અને તે પ્રમાણે રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગો સાથે તંત્ર હાઈ એલર્ટ પર વાવાઝોડાનો સામનો કરવા કવાયત કરી રહ્યું છે.

આ સંજોગોમાં રાજ્ય સરકારને શાળા-કોલેજો બે દિવસ બંધ રાખવાનો આદેશ કર્યો છે. જીટીયુની ટેસ્ટ પણ રદ કરવામાં આવી છે.

પણ... રાષ્ટ્રીય સ્તરે દેશભરમાં સીએની પરીક્ષા ચાલી રહી છે. જેમાં જામનગરમાં એમ.પી.શાહ કોમર્સ કોલેજ પરીક્ષા કેન્દ્રમાં પણ સીએની પરીક્ષા ચાલુ રાખવામાં આવી છે.

એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલે 'નોબત' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે જિલ્લા કલેક્ટરને પરીક્ષા ચાલુ રાખવા અંગેની જાણ કરી દીધી છે તેમજ સીએની પરીક્ષાનું આયોજન કરનાર દિલ્હી સ્થિત સંસ્થાને પણ સતત બે દિવસથી સંભવિત વાવાઝોડા અંગે જાણ કરવામાં આવી છે.

આજે બપોરે બે થી સાંજે પાંચ સુધી પરીક્ષાનું પેપર છે. આ પરીક્ષા ૧૭ મી જૂન સુધી ચાલનાર છે. જો વાવાઝોડાની અસરના કારણે કોઈ પરીક્ષાર્થી પરીક્ષા નહીં આપી શકે તો તે તમામ વિગતો સાથેનો અહેવાલ દિલ્હી મોકલી દેવામાં આવશે. બાકી કોઈ એક કેન્દ્રમાં સંચાલક દ્વારા પરીક્ષા રદ કરવાના પાવર તેમની પાસે નથી તેમ સ્પષ્ટતા કરી જણાવ્યું હતું.

કુદરતી આફતના સંજોગોમાં કદાચ જામનગર કેન્દ્રમાં એક-બે પેપરમાં પરીક્ષાર્થી આવી ન શકે તો તેમના માટેની વ્યવસ્થા દિલ્હીની મુખ્ય સંસ્થા જ કરી શકશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription