ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે કંટ્રોલરૃમ કાર્યરત

દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ ભારતીય હવામાન વિભાગે તા. ૧ર.૬.ર૦૧૯ થી ૧૪.૬.ર૦૧૯ દરમિયાન ભારે વરસાદ તેમજ તા. ૧૩.૬.ર૦૧૯ થી ૧૪.૬૮.ર૦૧૯ દરમિયાન ૯૦ થી ૧૦૦ કિ.મી./કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડામાં  મદદ માટે નંબર ૧૦૭૭, ૧૧ર અને જિલ્લા તથા તાલુકાના કંટ્રોલરૃમનો સંપર્ક કરવા વાવાઝોડા પહેલા  તમારા નજીકના વાવાઝોડા આશ્રય સ્થાન વિશે જાણી લેવા તાકીદ કરવામાં આવી છે. શાળાઓને સૌથી શ્રેષ્ઠ આશ્રય સ્થાન ગણવામાં આવે છે. સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી વાવાઝોડા સંભવિત વિસ્તારો વિશે માહિતી મેળવી સ્થળાંતર યોજના તૈયાર રાખવી. વીજળી જોડાણો તથા ગેસના જોડાણો બંધ રાખવા. કોઈપણ કટોકટીની પરિસ્થિતિ માટે તમારા આપતિ પ્રતિકારના સાધનો તૈયાર અને સુસજ્જ રાખો, (ચોર્ટ, ખાવાની વસ્તુઓ, પીવાનું પાણી, કપડા, રેડિયો વગેરે) અધિકૃત ચેતવણી તથા સૂચનો માટે સ્થાનિક રેડિયો સાંભળો, જો આપનો વિસ્તાર વાવાઝોડાની ચેતવણી હેઠળ હોય તો દરિયા કિનારાથી નજીકના નિચાણવાળા સ્થળ અથવા અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી દૂર જતા રહો, જ્યારે વાવાઝોડું આવે તે દરમિયાન વાવાઝોડાની ચેતવણી મળતા જ બધા બારી-બારણા બંધ કરો અને રૃમમાં રહો, મજબૂત ટેબલ કે ડેસ્ક નીચે જતા રહો. જો સ્કૂલબસ-ઓટોમાં હો અને વાવાઝોડું આવે તો વાહનને સમુદ્ર, વૃક્ષો, પાવરલાઈનો, નુક્સાનગ્રસ્ત, પૂલો, મકાનો તથા વૃક્ષોથી સાવધ રહો અને અજાણ્યા ભરાયેલા પાણીમાં જવું નહીં. પીવા માટે ક્લોરીનેટેડ પાણીનો ઉપયોગ કરો અથવા પાણીને જંતુમુક્ત કરવા પોટેશિયમ ફટકડી નો ઉપયોગ કરો. અજાણ્યા પાણીમાં જવાનું સાહસ કરશો નહીં. આ ઉપરાંત સંબંધિત વિભાગોને સતર્ક રહેવા નિવાસી અધિક કલેક્ટર દેવભૂમિ દ્વારકા દ્વારા જરૃરી સૂચના આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription