જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

જામનગરના ગઢની રાંગ બહારના વિસ્તારોમાં પાઈપ અને ગટરના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર!

જામનગર તા. ૧૪ઃ જામનગર શહેરમાં ગઢની રાંગ બહારના વિસ્તારોમાં પાઈપ તથા ગટરના કામમાં થતા ભ્રષ્ટાચાર અંગે વિજિલન્સની તપાસ કરવા રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયે જામનગરના મ્યુનિ. કમિશનરને આદેશ કર્યો છે.

જામનગર કોંગી કોર્પોરેટ અને વિરોધ પક્ષના પૂર્વ નેતા વકીલ આનંદ ગોહિલે જામનગર શહેરના ગઢની રાંગ બહારના વિસ્તારોમાં પાઈપ અને ગટરના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર  થયો હોવાની રજૂઆત કરી હતી.

પી.સી. સ્નેહલ નામની કંપનીને રૃા. ૧૯ કરોડનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં જ્યાં કોઈ રહેણાંક વિસ્તાર કે મકાન નથી, ત્યાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા મનપાના અધિકારીઓએ ખોટા નક્શા સર્વે કરીને પાઈપ-ગટરના કામ થઈ ગયા છે. જ્યારે વરસોથી વસવાટ કરતા ગરીબ અને સ્લમ વિસ્તારોમાં પાઈપલાઈન કે ગટરના કામની દરકાર કરવામાં આવી નથી.

આ ઉપરાંત કોન્ટ્રાક્ટર કંપનીને આઠ કરોડની રકમ ચૂકવણીમાં પણ ગેરરીતિ થઈ છે. આ તમામ બીલોની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આ કંપનીએ જે કામ કર્યા છે તે ખૂબ જ હલકી ગુણવત્તા માલસામાન સાથે નબળા કામ કર્યા છે. આ કામનું કોઈ સુપરવિઝન કે રોજકામ થયું નથી. ભવિષ્યમાં આ નબળા કામના કારણે યોજના નિષ્ફળ જશે. ટેન્ડરની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.

આ તમામ બાબતો અંગેની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે જામનગરના મ્યુનિ. કમિશનરને તપાસ  કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00