પૂર્વ બિગબોસ ફેન તથા અભિનેતા એઝાઝ ખાન વિરૃદ્ધ અમદાવાદમાં સાઈબર ક્રામમાં નોંધાવાઈ ફરીયાદઃ ટીકટોક પર એક વિવાદીત વિડીયો અપલોડ કરવાના કારણે મુકાયા મુશ્કેલીમાં / બિહારમાં ગૌતસ્કરીની શંકા કરી ત્રણ યુવકોની ઢોર માર મારી કરાઈ હત્યા / યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઃ અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોનને તોડી પાડયું / કુલભુષણ મામલે જો પાકિસ્તાન અળવિતરાઈ કરશે તો ભારતે તૈયાર કર્યાે પ્લાન બી

સાય બોર્ગ પ્રોજેક્ટ હેડલાઈન્સ અને સ્ટોરીઝ સૂચવશે!

ન્યુયોર્ક તા. ૧૧ઃ બ્લૂમબેર્ગ કોમોડિટી ન્યૂઝ માટે મશીન આધારીત જર્નાલિઝમનો નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં હેડલાઈન્સ અને મહત્ત્વની ન્યૂઝ સ્ટોરીઝ સાયબોર્ગ પ્રોજેક્ટ દ્વારા એડિટર્સને સૂચવવામાં આવશે. આ રોબોટ રિપોર્ટીંગનો વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

બ્લૂમ બર્ગે કોમોડિટી ન્યૂઝના ક્ષેત્રે મશીન આધારીત નવતર પ્રયોગની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગના એડિટર-ઈન-ચીફ મિક્લેટવેઈટે સ્ટાફને જણાવ્યું કે તંત્રીવિભાગમાં ઓટોમેશનની સંભાવનાઓ તાપાસવા માટે દસ સભ્યોની ટીમ બનાવાઈ છે.

ઓટોમેશન સિસ્ટમ દ્વારા ન્યૂઝ એલર્ટસ, હેડલાઈન્સ અને ન્યૂઝ સ્ટોરીઝ માટે ડેટા પૂરો પાડવા માટે સાયબોર્ગ પ્રોજેક્ટ કામ કરશે. યુ.એસ.ની કંપનીઓને કેન્દ્રમાં રાખીને કોમ્પ્યુટર્સના સહયોગથી આ ન્યૂઝ ચેનલ આખો દિવસ બ્રેકીંગ ન્યૂઝ પૂરા પાડશે, જો કે આ સિસ્ટમની સાથે જર્નાલિસ્ટો તથા તંત્રીઓના રિપોર્ટને સાંકળીને તેનો મર્યાદિત ઉપયોગ થશે, એટલે કે આ પ્રયોગ પ્રવર્તમાન પદ્ધતિમાં પૂરક પરંતુ ઝડપી અને ઉપયોગી સહયોગ પૂરો પાડશે, તેમ મિક્લેટવેઈટે ઉમેર્યં હતું.

ગત્ સપ્તાહમાં ગાર્ડિયનનો ઓસ્ટ્રેલિયા એડિશનમાં આ અંગે આર્ટિકલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં જર્નાલિસ્ટોને રફ સ્ટોરીઝ અને ડેટા પૂરો પાડવામાં મશીનો કેવી રીતે સહયોગ પૂરો પાડી શકે તેનું વિવરણ હતું. અન્ય ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલા સમાચારો અથવા મળતી પ્રાથમિક માહિતી અને અન્ય ભાષામાં કાર્યરત રિપોર્ટરોના અહેવાલોનો તત્કાળ અનુવાદ પણ મશીનો દ્વારા થઈ શકશે.

આ કારણે જર્નાલિઝમના ક્ષેત્રે મળતી રોજગારી પર વિપરીત અસર અટલા માટે નહીં પડે, કે મશીનો દ્વારા તૈયાર થયેલી માહિતી માટે વધારાનો સમય ખર્ચવો નહીં પડે અને સમયની આ બચતનો ઉપયોગ જર્નાલિસ્ટો તેમના અન્ય કામકાજ માટે કે પ્રવૃત્તિઓ વિસ્તારવા માટે કરી શકશે, તેવા અભિપ્રાય જાણકારો આપી રહ્યા છે.

રોબોટ મશીન આધારીત જર્નાલિઝમનો વિષય હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને દુનિયાભરના અખબારો તથા મીડિયામાં આ અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ રોબર્ટના સોફ્ટવેર, તેની કાર્યપદ્ધતિ, ઈનપુટ-આઉટ પુટ ડેટા અને ટ્રાન્સલેશન પ્રોગ્રામ અંગે કુતૂહલ જાગી રહ્યું છે અને આ અંગે જુદા જુદા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

રોબોટ જર્નાલિઝમનો આ નવો વિષય ભલે લાગતો હોય, પરંતુ જર્નાલિઝમના ક્ષેત્રે તેનો પ્રયોગ નવા આયામો ઊભા કરશે, તેવા પ્રતિભાવો પણ આવી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription