દ્વારકાના વસઈમાં યુવાનના ઝેરના પારખા

જામનગર તા. ૨૦ઃ દ્વારકાના વસઈ ગામના એક યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ જિંદગીનો અંત આણ્યો છે.

દ્વારકા તાલુકાના વસઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવુભા કેશુભા માણેક (ઉ.વ. ૨૫) નામના હિન્દુ વાઘેર યુવાને ગુરૃવારે કોઈ અગમ્ય કારણસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે.

આ બનાવની પોલીસને જાણ કરાતા જમાદાર એન.કે. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી જુવાનસિંહ કેશુભા માણેકનું નિવેદન નોંધ્યું છે અને આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

close
Nobat Subscription