જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ડી.સી.સી. હાઈસ્કૂલમાં માતૃભાષા ગૌરવદિન ઉજવાયો

જામનગર તા. ૧૪ઃ જામનગરની શ્રી ડી.સી.સી. વિ. હાઈસ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ૫ાંચસો જેટલા વિદ્યાર્થીઓને 'માતૃભાષાનું મહત્ત્વ' વિષયક વકતવ્ય ગુજરાતીના શિક્ષક ભરતભાઈ આગઠે તરફથી આપવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, આપણને જે ભાષામાં સપનું આવતું હોય તે ભાષામાં અભ્યાસ કરવાથી ઊંડા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

આ તકે શાળાના આચાર્ય શ્રી વી.એસ.કાલરીયાએ જણાવ્યું હતું કે, વિશ્વના દરેક દેશમાં શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલ માતૃભાષામાં જ ભણેલા હતા. ગુજરાતી લેખક કાકાસાહેબ કાલેલકરનું વાક્ય 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' વિશેનો વાર્તાલાપ કરીને માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારપછી શાળાના શિક્ષક જયભાઈ રાઠોડે કવિતા રજુ કરી હતી. કાર્યક્રમ સંચાલન કામિનીબેન શાહે કર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00