જામનગરમાં પોલીસકર્મી પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલોઃ સોનાનો ચેઈન ઝુંટવી પલાયન

જામનગર તા. ૧૩ઃ જામનગરના હવાઈ ચોકી વિસ્તારમાં ગઈકાલે પત્ની સાથે જઈ રહેલા એક પોલીસકર્મીએ બાઈક સરખુ ચલાવવાનું કહેતા તેમના પર ત્રણ શખ્સોએ મુંઠ વડે હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી. પોલીસે હત્યા પ્રયાસ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ખંભાળીયા નાકા વિસ્તારના આવેલી વરૃડી હોટલ પાસેની ગલીમાંથી ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. પરેશભાઈ એ. ખાણધર (ઉ.વ. ૪૦) પત્ની સાથે મોટરસાયકલમાં પસાર થતા હતાં. આ વેળાએ ત્યાં ધસી આવેલા ત્રણ શખ્સો સાથે પરેશભાઈને વાહન સંભાળીને ચલાવવાની બાબતે બોલાચાલી થઈ હતી.

ત્યારપછી પરેશભાઈના ઠપકાથી ઉશ્કેરાયેલા શાહીદ ખફી, નિયામત ખેરાણી અને ફૈઝલ છનીન નામના ત્રણ શખ્સોએ પરેશભાઈને ઘેરી લઈ તેમના પર મુંઠ અને ઢીકાપાટુ વડે હુમલો કરી બેફામ માર માર્યો હતો.

પોતાના પત્ની સાથે દર્શનાર્થે જઈ રહેલા પરેશભાઈ પર સતત ધમધમતા આ વિસ્તારમાં હુમલો થતા ટોળુ એકઠું થઈ ગયું હતું. તેમ છતાં શાહીદે મુઠ પરેશભાઈના માથામાં ફટકારી હતી જ્યારે નિયામતે ઢીકાપાટુ વરસાવ્યા હતાં અને ફૈઝલે પરેશભાઈના ગળામાંથી સોનાનો બે તોલાનો રૃા. ૬૦,૦૦૦ની કિંમતનો ચેઈન ઝુંટવ્યો હતો અને ત્યારપછી આરોપીઓ પલાયન થઈ ગયા હતાંં.

પોલીસ કર્મચારી પર સરાજાહેર હુમલો થયાની વિગત વાયુવેગે પ્રસરતા સિટી ડીવાયએસપી એ.પી. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે ધસી ગયો હતો. તે દરમ્યાન ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાંથી તેઓએ પોતાના પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવા અંગે ફરિયાદ નોંધાવતા આજે વહેલી સવારે પોલીસે આઈપીસી ૩૦૭, ૩૯૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે. આરોપીઓ પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription