ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ઝેરી જનાવર કરડી જતા શ્રમિકનું મૃત્યુ

જામનગર તા. ૧૧ઃ કાલાવડના પીપર ગામમાં ખેતમજુરી માટે આવીને રહેતા મધ્યપ્રદેશના એક શ્રમિકને ઝેરી જનાવર કરડી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે નગરના એક યુવાનનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે.

કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ત્યાંજ ખેતર ધરાવતા આંબાભાઈ ભીખાભાઈ સાવલીયાને ત્યાં ખેતમજુરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગીરધા ગામના મેહતાભાઈ જુરસી અવાસીયા (ઉ.વ. ૪૫) નામના શ્રમિક ગઈકાલે સવારે ખેતરમાં વાવવામાં આવેલા રીંગણાને લણ્યા પછી પાણીની કુંડીમાં રીંગણા ધોતા હતાં ત્યારે તેઓને પગમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા આ શ્રમિક બેશુદ્ધ બની ગયા હતાં. તેઓને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે આ શ્રમિકને મૃત્યુ પામેલા જાહેર કરતા મૃતકના પત્ની સુરબાઈબેને પોલીસને જાણ કરી છે.

જામનગરના રામેશ્વર નગર પાછળના માટેલ ચોકમાં રહેતા અરવિંદભાઈ દામજીભાઈ મકવાણા (ઉ.વ. ૪૦) નામના યુવાનને ગઈકાલે છાતીમાં દુખાવો ઉપડતા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં આ યુવાનનું આજે સવારે મૃત્યુ થયું છે. પોલીસે ભાવનાબેન અરવિંદભાઈનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription